Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

એનકાઉન્ટર : 04-06-2017

$
0
0
* સની લિયોનીની ઉંમર કેટલી હશે ?
-
તમને હજી એની ઉંમરમાં જ રસ  છે ?
(
પુરૂરાજ ચંદ્રવદન મહેતા, મુંબઇ)

*
હું જ્યારે તમારૂં 'એનકાઉન્ટર'વાંચું છું ત્યારે મારો ભાઇ મને ગાળો આપે છે. મારે શું કરવું ?
-
સીધ્ધા પપ્પાને મળો અને કરો ફરિયાદ કે, 'મને ભાઇ આપવામાં તમે મોટી ગરબડ કરી નાંખી !'
(
વિકી નરહરિ ઠાકર, સુરત)

*
તમે સ્ત્રીઓ માટે રોમેન્ટિક ખરા ?
-
અફ કોર્સ ખરો...! પણ એમના સિવાય બીજું કોઇ મને જોતું નથી ને, એ ચૅક કરી લીધા પછી !
(
દિવ્યાંગના ચારૂભાઈ પટેલ, અમદાવાદ)

*
દીપકા પદુકોણ વિશે તમારો શું ખ્યાલ છે ?
-
સુંદરતામાં એના કરતા તો અમારા નારણપુરાની છોકરીઓને વધુ માર્ક્સ આપવા પડે... પણ ડાન્સમાં મારી સમજ મુજબ આજની તમામ હીરોઇનો કરતા એ વધુ શોભે છે.
(
પ્રદ્યુમ્ન કુમુદભાઇ શાહ, કડી)

*
હમણાં ટીવી પર ફિલ્મ ઍવૉર્ડસની પાર્ટીમાં ઍન્કરે આપણી લાડકી ટૅનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને પૂછ્યું, 'શાહરૂખ, અક્ષય, આમિર અને સલમાનમાંથી તમને સૌથી વધુ કોણ ગમે ?'જવાબમાં એક સેકન્ડે બગાડયા વિના સાનિયાએ 'અક્ષય કુમાર'નું નામ દીધું હતું. આને શું કહેવાય ? (એ સમારંભમાં એ ચારે ય હીરો ઉપસ્થિત હતા.)
- એમાં એણે નવું શું કીધું ?
(
મધુકર છ. પટેલ, મહેસાણા)

* બર્નાર્ડ શૉએ કીધું હતું, '૪૦ની ઉપરનો દરેક પુરુષ બદમાશ હોય છે.'તમે સહમત છો ?
- શૉ એ આવું કીધું હોય, એવું જાણમાં તો નથી... અને કીધું હોય ત્યારે મારી ઉંમર ૩૯ની હતી.
(
અમિશ વાય. સિદ્ધપુરા, નવસારી)

* કોઇ યુવાન, હાસ્યલેખક બનવા તમારી સલાહ લેવા આવે, તો શું કહો છો ?
- 'તારો ટેસ્ટ ઘણો ઊંચો છે, ભાઇ'.
(
દીપક સી. તારપુરા, વડોદરા)

* કેજરીવાલ, માયાવતિ, અન્ના હજારે, લાલુ, અખિલેશ કે આઝમ ખાન... બધા ક્યાં ખોવાઇ ગયા ?
- એ બધા ભારતની ટીવી- ન્યૂઝ ચેનલોના ગેરકાયદે સંતાનો હતા... રાહુલ ગાંધીમાં પોલિટિકલ પરિપક્વતા ઓછી જરૂર હશે, પણ એ આ લોકો જેવા 'ચીપ'નથી.
(
વી.એલ.સોની, રાજકોટ)

* તમારી દ્રષ્ટિએ ડૉક્ટર અને વકીલ... બેમાંથી આપણે કોની પાસે વધુ સાચવવું ?
-  એકેય પાસે નહિ. સચવાઇ જવાનો મોકો તમને મળે તો વાત છે ને ?
(
મધુર પી. ખંડેલવાલ, જામનગર)

* અમેરિકા આવી ગયા પછી તમને અહીંનું સૌથી વધુ શું યાદ આવે છે ?
- મારી એક સાચી બનેલી 'સિક્સર' : શિકાગોથી શાર્લોટ પ્લેનમાં મારી બાજુમાં બેઠેલી કોઇ ૮૦- ૮૫ વર્ષની (અમેરિકન) વૃદ્ધા ખીજાયેલી હતી. અમારી બરોબર પાછળની સીટો પર બેઠેલું એક તદ્દન નવયુવાન યુગલ કોઇની ચિંતા વગર બચ્ચાબચ્ચી કરતું હતું, એ અવાજો સાંભળીને કાકી બહુ અકળાતા હતા. એમણે મને કહ્યું, 'આ બન્નેને શરમ નથી આવતી ?'મેં હસીને ગુજરાતીમાં કહ્યું, 'ચાલો, આપણે એ બન્નેને જલાવવા છે ?' (ઇંગ્લિશમાં એટલે ન કીધું કે, માજી ક્યાંય 'હા'પાડી દે તો ?)
(
ધૈર્યા મુકેશ પટેલ, ન્યુઑર્લિયન્સ, અમેરિકા)

* તમે ગઝલો કેમ નથી લખતા ?
- આવું કોઇએ પૂછ્યું નથી, પણ હાસ્યલેખો કેમ લખો છો, એવું ઘણા પૂછે છે.
(
કેયૂરી ના. પટેલ, વડોદરા)

* પ્રેમીઓને ચંદ્ર સાથે જ લેવા- દેવા... સૂરજ સાથે કેમ નહિ ?
- ઉનાળામાં પ્રેમ કરતા કરતા પાછળ બરડામાં અળાઈઓ ખંજવાળવી ના ફાવે, માટે.
(
દીપ્તિ જોજણકર, વડોદરા)

* તમે લાગો છો તો આનંદી માણસ... તમે દુ:ખ કદી જોયું છે ?
-
બિનધાસ્ત કવિ અનિલ ચાવડાનો શે'ર કાફી છે આ જવાબ માટે :
'
કૈં યુગોથી ચૂકવે પર્વત નદી રૂપે,
એની પર દરિયાનું જાણે કોઇ દેવું ન હોય.

નોકરીએ ક્યારનું લાગી ગયું છે એ
,
દુ:ખ મારામાં રહે
, બેકાર શેનું હોય ?'
(
પ્રભાત જે. દોશી, જામનગર)

* મિનિસ્ટ્રીમાં ઘણા પ્રધાનોને ખાતાં વિનાના કેમ રખાય છે ?
- ગળે પટ્ટો પહેરાવવાથી કૂતરાના વંશની ખબર પડે !
(
નિરૂપમ મણીકાંત પટેલ, નડિયાદ)

* કોઇ સુંદર છોકરી ગળે પડે તો શું કરવું જોઇએ ?
- પ્રશ્નમાં તમે 'મારા'કે 'તમારા'ગળાનો ફોડ પાડયો નથી.
(
વિશ્વેશ સુ. ચિતળકર, વડોદરા)

* હાથમાં હથિયારો હોવા છતાં આપણા જવાનોએ લાચારીથી કાશ્મિરી ભાડુતી તોફાનીઓના પથરાં ખાવાના... અને છતાં વડાપ્રધાનનું રૂંવાડું ય ફરકતું નથી ?
-  ગુજરાતની ચૂંટણીઓ આવવા દો.. શબ્દરૂપી એવા પથરાં આપણે ય ખાવા પડશે.
(
કમલદીપ જૈનેન્દ્ર શાહ, અમદાવાદ)

* સાંભળ્યું છે કે, તમારા અક્ષરો ખૂબ સુંદર છે. વાત સાચી ?
- હા. મારા અક્ષરો તો કમ્પ્યૂટરમાં ય સુંદર આવે છે - બિલકુલ છાપેલા હોય એવા!
(
દિનેશ જે. પરમાર, લિમડી)

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>