* બેન્કોનું કરી નાંખવામાં નીરવ મોદી તો માલ્યાનો ય બાપ નીકળ્યો. સજા તો બેન્કના અધિકારીઓને પણ થવી જોઈએ ને ?
- ખિસ્સામાં કરોડ-કરોડ પડયા હોય પછી એકાદ વર્ષની સજા ય... તોડે છે !
(મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ) અને (મહેશ એમ.પરમાર, અમદાવાદ)
(મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ) અને (મહેશ એમ.પરમાર, અમદાવાદ)
* માત્ર વોટ માંગવા મોદી સવર્ણો સાથે આવો ખેલ ખેલી શકે ?
- સવર્ણો કે ઓબીસીના વોટ્સની ચિંતા મોદીને કે કોંગ્રેસને છે ?
(કલ્પના જયરામ પટેલ, સુરત)
(કલ્પના જયરામ પટેલ, સુરત)
* નરેન્દ્ર મોદી તમને રસ્તામાં મળે તો શું પૂછો ?
- ક્યાં ખોવાઈ ગયા છો ?
(નવલ મોદી, અમદાવાદ)
(નવલ મોદી, અમદાવાદ)
* બેન્કોના આટઆટલા કૌભાંડો જોઈને શું થાય છે ?
- આપણે બસ... જોયા જ કરવાનું ?
( મધુકર મેહતા, વિસનગર)
( મધુકર મેહતા, વિસનગર)
* ભ્રષ્ટાચાર દૂર કરવા શું કરવું જોઈએ ?
- કાંઈ નહિ !
(મયૂર ભોગાયતા, ભરૂચ)
(મયૂર ભોગાયતા, ભરૂચ)
* પહેલા મોદી-મોદી ચાલ્યું, પછી માલ્યા-માલ્યા ને પાછું મોદી-મોદી ! હવે શું ?
- કંઈક 'કરી બતાવો'.. તો 'મહેન્દ્ર-મહેન્દ્ર'થાય !
(ડો.મહેન્દ્ર મેસુરીયા, અમદાવાદ)
(ડો.મહેન્દ્ર મેસુરીયા, અમદાવાદ)
* છોકરાને ઠરીઠામ કરવા બહુ ભણાવીને વિદેશ મોકલવો કે બેન્કમાંથી લોન લઈને વિદેશ મોકલી દેવો ?
- ભાજપ અને કોંગ્રેસમાં ઓળખાણો વધારો.
(ડો. શૈલજા એ.ઠક્કર, અમદાવાદ)
- ભાજપ અને કોંગ્રેસમાં ઓળખાણો વધારો.
(ડો. શૈલજા એ.ઠક્કર, અમદાવાદ)
* 'ઓહ.. તમે છો ?'ના કેટલા અર્થો કાઢવા ?
- વચમાં 'ય'મૂકી દો.
(રવિ ઘાડવે, સુરત)
(રવિ ઘાડવે, સુરત)
* મંત્રી બનતા પહેલા કમ-સે-કમ 'સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ, એ પૂર્વશરત ?
- એટલે બધે દૂર જવાની જરૂર નથી. 'સિવિલ સર્વિસ'નો અર્થ શું થાય, એટલો જવાબ આપે તો ય ચાલે.
(રૂતુલ રાજ, વ.વિદ્યાનગર) અને (અશ્વિન મોરે, સુરત)
(રૂતુલ રાજ, વ.વિદ્યાનગર) અને (અશ્વિન મોરે, સુરત)
* સ્વ.ગુણવંત છો. શાહ જેવી હિંમતથી લખનારા બીજા ક્યારે આવશે ?
- એમનું 'નેટવર્ક'વાંચીને સ્વર્ગમાં 'ઘૂસેલાઓ'ય ફફડે છે..
(રામ આહિર, અમદાવાદ)
(રામ આહિર, અમદાવાદ)
* આપે ક્યારે ય કોલેજમાં રેગ્યૂલર લેકચરો એટેન્ડ કર્યા હતા ?
- હું કોલેજ સુધી તો ભણ્યો હોઈશ.. એ વિશ્વાસ બેઠો લાગે છે !
(હર્ષાલી ત્રિવેદી, જૂનાગઢ)
(હર્ષાલી ત્રિવેદી, જૂનાગઢ)
* બનાવટી ડિગ્રીથી તમે બી.કોમ થયા.. કેટલા આપવા પડયા ?
- પાસ થવા માટે એ લોકો મને વર્ષે દસ-પંદર લાખ રૂપિયા આપતા હતા.
(અશ્વિન મોરે, સુરત)
(અશ્વિન મોરે, સુરત)
* તમારા 'બુધવારના'અનુસંધાનમાં, શું રાષ્ટ્રગીતો હવે હન્ટર વીંઝીને ગવડાવવા પડશે ?
- સામાન્ય નાગરિકને સરહદ પર જવાનું હોતું નથી, પહાડો ચઢવાના હોતા નથી, દાન દેવાના નથી...એક રાષ્ટ્રગીત ગાવા માટે ય કહેવું પડે ? સાધુમહારાજો જીદ પર આવી ગયા છે કે, કોઈ કહે ને અમે ગાઈએ..? ને આપણા જેવાઓને જયહિંદ બોલવાની ભાવના ય થતી નથી... ધર્મગુરુઓ વાત હવે ઇગો પર લઈ ગયા છે કે, 'કોઈ કહે ને અમે શેના ગાઈએ?
(કૃષ્ણનાથ જીવાજી, અમદાવાદ)
(કૃષ્ણનાથ જીવાજી, અમદાવાદ)
* પૈસાને મૂકવા ક્યાં ? બેન્ક પર તો ભરોસો રહ્યો નથી !
- મારા ઘરે આપી જાઓ. ૨૦-૨૫ વર્ષ સુધી કોઈ તમારી પાસે માંગવા આવે તો નામ આપણું દેજો.
(નીલેશવાળા, સરખડી-કોડિનાર)
(નીલેશવાળા, સરખડી-કોડિનાર)
* પેલી પ્રિયા પ્રકાશે આંખોના લટકા કરી કરીને આખું ગામ ગાંડુ કરી નાખ્યું હતું... તમે કાંઈ ન બોલ્યા ?
- એની મમ્મીએ કર્યા હોત તો મારા કોઈ કામમાં ય આવત !
- એની મમ્મીએ કર્યા હોત તો મારા કોઈ કામમાં ય આવત !
* 'પાસપોર્ટ'ની શી જરૂર છે ?
- પોર્ટ પર જવા માટે પાસ થવું પડે.
* વહેમની કોઈ દવા કેમ શોધતું નથી ?
- મારી પાસે પડી છે, પણ મને વહેમ છે કે, એ નહિ કામમાં આવે.
(ધવલ જે.સોની. ગોધરા)
(ધવલ જે.સોની. ગોધરા)
* તમે કેટલું કમાઓ છો ?
- બસ... આ ઝકરબર્ગ ઢીલો પડે, તો એનું 'ફેસબુક'ખરીદી લેવું છે.
(જયમીન દરજી, વડોદરા)
(જયમીન દરજી, વડોદરા)
* રાહુલ ગાંધીને લઈને ફિલ્મ બનાવવાની હોય તો ફિલ્મનું નામ શું રાખો ?
- 'બાહુમોદીને રાહુલપ્પા કો ક્યું મારા ?'
(શૈલેષ દરજી, અમદાવાદ)
(શૈલેષ દરજી, અમદાવાદ)
* પૂરા દેશમાં હડતાલ, બંધ. દેખાવો કે રસ્તા રોકો જેવાં કોઈ આંદોલનો જ ન હોય, એવો દિવસ ક્યારે આવશે ?
- તમને ખબર છે ? એ પણ રોજગારી છે. એના રોકડા પૈસા મળે છે.
(પ્રફૂલ્લ કોઠારી, જૂનાગઢ)
(પ્રફૂલ્લ કોઠારી, જૂનાગઢ)
* સીરિયસ પેશન્ટને બચાવી ન શકાય તો દર્દીના સગા જાનલેવા હુમલો કરે છે...
- ભારતભરના મેડિકલ કાયદા ડોક્ટરોની ફેવરમાં છે.
(ડો. તૈય્યબ સાહેરવાલા, ગોધરા)
(ડો. તૈય્યબ સાહેરવાલા, ગોધરા)
* સુપરમેન, સ્પાઈડરમેન કે બેટમેન જેવી ફિલ્મો હિટ જાય છે, પણ 'પેડમેન 'જેવી નહિ !
- હવે તમને લાગે છે ને કે, પુરુષોનો બધામાં વાંક હોતો નથી !
(નીલમ પ્રતિક વ્યાસ, સુરેન્દ્રનગર)
(નીલમ પ્રતિક વ્યાસ, સુરેન્દ્રનગર)
* નેતાઓ માટે નિવૃત્તિની ઉંમર કોઈ નહિ ?
- એમના તો અવસાનની ય નથી નીકળતી !
( શશીકાંત દેસલે, સુરત)
( શશીકાંત દેસલે, સુરત)
* મારા સવાલનો જવાબ છાપશો કે 'એનકાઉન્ટર'કરી નાંખશો ?
- જોઈ જુઓ. હજી ઓક્સિજન પર છે.
(વસંત મોરથાનીયા, મુંબઈ)
(વસંત મોરથાનીયા, મુંબઈ)
* તમે રાહુલ ગાંધી હો તો શું કરો ?
- બકવાસ.
(ધ્રૂવિત પટેલ, બોડેલી)
(ધ્રૂવિત પટેલ, બોડેલી)