* 'આઈપીએલ'ક્રિકેટ વિશે શું માનો છો ?
- દેશ ઉપર મોટો ઉપકાર છે. રોજેરોજ આતંકવાદની ખબરો, સરહદો પરના ટેન્શનો અને રાજકારણી કાંધીયાઓના મોંઢા જોવા કરતા ભલે 'ફિક્સ'થયેલું ક્રિકેટ નિર્દોષ મનોરંજન તો આપે છે ને ?
(ઝીલ પટેલ, અમદાવાદ)
- દેશ ઉપર મોટો ઉપકાર છે. રોજેરોજ આતંકવાદની ખબરો, સરહદો પરના ટેન્શનો અને રાજકારણી કાંધીયાઓના મોંઢા જોવા કરતા ભલે 'ફિક્સ'થયેલું ક્રિકેટ નિર્દોષ મનોરંજન તો આપે છે ને ?
(ઝીલ પટેલ, અમદાવાદ)
* મંદિરોમાં આટલો ઘોંઘાટ હોવા છતાં તોતિંગ ભીડ કેમ હોય છે ?
- ઘર કરતા વધારે શાંતિ મળે માટે.
(દર્શક બાંભરોલીયા, સુરત)
(દર્શક બાંભરોલીયા, સુરત)
* તમે અમેરિકાના પટેલોના જવાબો તરત કેમ આપી દો છો ?
- અનામત-ક્વૉટા.
(ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)
(ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)
* શીરડી જેવા મંદિરોમાં પ્રસાદ મોંઘી કિંમતો ચૂકવીને લેવો પડે છે, એ શું યોગ્ય છે ?
- મંદિરોમાં ભગવાન કોઇને ભૂખ્યો સુવાડતો નથી. બહારની ખબર નથી.
(પૂજા કે. બારૈયા, ઊના- ગીરસોમનાથ)
(પૂજા કે. બારૈયા, ઊના- ગીરસોમનાથ)
* આપ આટલા તાકીદે જવાબ આપી શકો છો, એનું રહસ્ય શું ?
- બીજો કોઇ કામધંધો નથી.
(નીરવ દેસાઈ, સુરત)
(નીરવ દેસાઈ, સુરત)
* દારૂ પીને થતા અકસ્માતો ૩૦ ટકા જેટલા છે ને સરકારે દારૂ બંધ કરાવ્યો. પણ બાકીના ૭૦ ટકા અકસ્માતો વૂમન-ડ્રાયવિંગને કારણે થાય છે, તો એમને સરકાર કેમ બંધ કરાવતી નથી ?
- આમાં એક જ રસ્તો છે. સ્ત્રીઓને દારૂ પીને ગાડી ચલાવવાની છૂટ આપો... ગાડી સીધી ચાલશે.
(અમૃતલાલ મહેશ્વરી, અમદાવાદ)
(અમૃતલાલ મહેશ્વરી, અમદાવાદ)
* સિંગલ રાજકારણીઓની 'ડબલ'ધમાલ તો ૩-૪ હાસ્યલેખકોની કેવી ધમાલ થાય?
- ગુજરાતનો એકે ય હાસ્યલેખક બીજા હાસ્યલેખકનું લખેલું ઈવન વસીયતનામું ય વાંચતો નથી.
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)
* તમને ગાતા આવડે છે ?
- ગાઇ લઉં, પછી બધા આવું પૂછતા હોય છે !
(શશીકાંત હરસોરા, અમદાવાદ)
(શશીકાંત હરસોરા, અમદાવાદ)
* ચાણક્યના કહેવા મુજબ, ધર્મ- પરિષદોને બદલે રાષ્ટ્રીય પરિષદો થવી જોઇએ. સુઉં કિયો છો ?
- જે ચાલે છે, એ બધું ચાલવા દો. દરેક સાધુસંત રાષ્ટ્રગીતને 'ઈગો'નો મુદ્દો બનાવી બેઠો છે. મુસ્લિમ- સ્ત્રીઓ પણ ફૂલ-ફ્લૅજમાં હિંદુ ભજનો ગાય છે, તેના વિડીયો ફરે છે. આપણા એકે ય સાધુને રાષ્ટ્રગીતો ગાતા જોયો ?
(સુનિત પરમાર, આણંદ)
(સુનિત પરમાર, આણંદ)
* ઍક્ઝામ્સ આપવાથી નથી ગભરાતી... રીઝલ્ટ્સથી ગભરાઇએ છે...
- આ તો તમારા મમ્મી-પપ્પાની વાત કરી... તમારે કેમનું છે ?
(કથન મેહતા, અમદાવાદ)
(કથન મેહતા, અમદાવાદ)
* નામ 'અશોક'રાખ્યું છે, પણ 'શોક'કેટલી વાર લાગ્યો છે ?
- આવા નામોમાં - પોતાને ન લાગે !
(ગીરિશ રાવલ, રાજકોટ)
(ગીરિશ રાવલ, રાજકોટ)
* સાઉથની ફિલ્મોમાં મા-બાપ બ્લેક અને સંતાનો ગોરા કેમ હોય છે ?
- બન્નેને ના પૂછાય... ખાલી માને જ પૂછાય !
(ભાર્ગવ મકાણી, દહીડા- અમરેલી)
(ભાર્ગવ મકાણી, દહીડા- અમરેલી)
* દીકરી વહાલનો દરીયો તો પુત્રવધૂ વહાલની 'વૅલ' ?
- ખાતર-ખેતીવાડીના ધંધાવાળાને ખબર પડે !
(પ્રણવ લાંઘણોજા, સુરેન્દ્રનગર)
(પ્રણવ લાંઘણોજા, સુરેન્દ્રનગર)
* કાં તો મારીને પાકિસ્તાન છીનવી લો... કાં તો પ્રેમથી પાછું આપી દો. આપણા જવાનો શહીદ થતા તો બચે !
- એમનું નથી, તે પાછું આપવાનું હોય. ઘેર જઇને થપ્પડમારીને લઇ આવવાનું હોય !
(સુધા પટેલ, અમદાવાદ)
(સુધા પટેલ, અમદાવાદ)
* 'આઈપીએલ'માં વપરાતો પૈસો ગરીબોને આપ્યો હોત તો ?
- તમને ખબર છે, આજના આપણા અનેક ક્રિકેટરોને બૂટ લેવાના સાંસા હતા. ક્રિકેટને કારણે અનેકગણું કમાતા થયા.
(રવિ સુહંદા, ભાવનગર)
(રવિ સુહંદા, ભાવનગર)
* બધા પતિઓને બધાની પત્નીઓ જ કેમ ગમે છે ?
- તમારી કોઇ ભૂલ થાય છે. એમાંની બધીઓ ગમે એવી નથી હોતી !
(પિનલ ચૌહાણ, અમરેલી)
(પિનલ ચૌહાણ, અમરેલી)
* ધર્મને નામે યુધ્ધો બંધ ક્યારે થશે ?
- સરહદોને નામે શરૂ થશે ત્યારે.
(રોહિત દરજી, હિંમતનગર)
(રોહિત દરજી, હિંમતનગર)
* પતિ- પત્નીની જોડીઓ સ્વર્ગમાં જ બનતી હોવાનું મનાય છે, તો પછી અમુક જોડીઓ કેમ મળી શકતી નથી ?
- એ લોકો બચી જાય છે.
(મોહિત મર્થક, રાજકોટ)
(મોહિત મર્થક, રાજકોટ)
* મને તો લાગે છે, આપણું ભારત કૅનેડા જેટલું જ ઍડવાન્સ્ડ છે..
- હું આવું પછી નિર્ણય લઇએ !
(નીરવ દેસાઇ, કૅનેડા)
(નીરવ દેસાઇ, કૅનેડા)
* લાફિંગ-ક્લબો વિશે શું જાણો છો ?
- જે ત્યાં જાય છે, તે બધા ખુશ છે.
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)
* આત્મકથા લખવાના હો તો નામ શું રાખશો ?
- હું એવું જીવન જીવ્યો નથી કે આત્મકથા લખવાને લાયક ગણાઉં.
(બલુચ અંઝરએહમદ ખાન, અમદાવાદ)
(બલુચ અંઝરએહમદ ખાન, અમદાવાદ)
* તમને તમારી ફેમિલીમાંથી કદી કોઇ સવાલ મોકલે છે ખરૂં ?
- કોઇ વાંચતું ય નથી.
(અ.રહેમાન બોગ્લ, ધંત્યા)
(અ.રહેમાન બોગ્લ, ધંત્યા)
* લગ્ન એટલે શું ?
- એનો જવાબ તો નાનું છોકરૂં ય આપી શકે.... ''કેમ કર્યા ?''એનો જવાબ આપનાર માઇનો લાલ પેદા થયો નથી.
(કિશન કસવાલા, સુરત)
(કિશન કસવાલા, સુરત)