Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

એનકાઉન્ટર : 12-07-2015

$
0
0
૧.કવિ-લેખકો લેંઘા-ઝભ્ભા જ સવિશેષ કેમ પહેરે છે? 
-એટલું તો પહેરે ને? 
(કંદર્પ દેવાશ્રયી, દુબાઈ-યુ.એ.ઈ.) 

૨.'ભારત માતા કી જય' ...પછી શું? બધા સુધરી જશે? 
-એક વાર બોલી તો જુઓ... આખી બોડી-લેન્ગ્વેજ બદલાઈ જશે. પછી આવું પૂછવું નહિ પડે! 
(કૅપ્ટન પી.કે.સી. પાન્ડે, વડોદરા) 

૩.તમે 'એનકાઉન્ટર'કોલમ બીજા અખબારોમાં પણ કેમ ચાલુ કરતા નથી? 
-આનાથી વધુ સારું અખબાર નજરે પડે તો જણાવજો. 
(ભૂપેન્દ્ર જાની, અમદાવાદ) 

૪.આવી કાળઝાળ ગરમીમાં તમે પંખો ડિમ્પલ પાસે ચાલુ કરાવો કે જાતે કરો? 
-તમારાથી 'ડિમ્પલબેન'બોલાય. 
(પ્રકાશ પી. મહેતા, સુરેન્દ્રનગર) 

૫.નામ તમારું 'અશોક'કેમ પડયું? 
-ફોઈએ હાથમાં સરખું ઝાલ્યું નહોતું. 
(અજીત દેસાઈ, અમદાવાદ) 

૬.આજનું ગામડું...? ક્યાં ગયું મારું રંગભર્યું, રૂપાળું ગામડું? 
-સિહોરના પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ લખાવો. 
(આશિષ વ્યાસ, સિહોર) 

૭.એક છોકરીએ ઠીંગુજીને પરણવાની ના પાડી... શું કારણ હશે? 
-બધે લાકડાનું સ્ટૂલ લઈને સાથે જવું ના ફાવે એટલે. 
(મધુકર મેહતા, વિસનગર) 

૮.આજની આ સેમેસ્ટર-સીસ્ટમે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મશિન બનાવી દીધા છે. સુઉં કિયો છો? 
-મશિન નહિ, 'મિકેનિક' ! 
(કમલેશ એસ. ચિત્તે, નવસારી) 

૯.ભારત દેશમાં ટ્રાફિક-સિગ્નલ પર લાલ લાઈટ જોઈને લોકો ઊભા નથી રહેતા, પણ બિલાડી રસ્તો કાપે, તો ઊભા રહી જાય છે. શું કારણ હશે? 
-હવેના લોકો બિલાડી ઉપરે ય નજર બગાડે એવા હોય છે... 
(કિશન સંચાણીયા, રાજકોટ) 

૧૦.'વૉટ્સએપ'પર ગ્રૂપ બનાવવા વિશે તમે શું વિચારો છો?
-જે લોકો વિચારી શકતા હોય, એ આવી બબાલોમાં ન પડે. 
(ભરત પી. કક્કડ, અમદાવાદ) 

૧૧.હું તમને 'સમ્રાટ અશોક'કહીને બોલાવી શકું? 
-'અશોક'નામ જ એવું છે કે, આગળ ગમે તે લગાવો, 'મહાન', 'ધી ગ્રેટ', 'મહારાજા'... હા, ઘણા આગળને બદલે પાછળ 'હેર કટિંગ સલૂન'પણ લગાવે છે. 
(મિલન ઉદેશી, કાલાવડ) 

૧૨.દર લગ્નતિથિએ મારી વાઈફ સોનાની વીંટી માંગે છે... શું કરવું? 
-બસ... એની આંગળીઓ ગણી લો. પછી લાઇફ-ટાઇમ 'નિરાંત' ! 
(મહાવીર શાહ, નવસારી) 

૧૩.મને સરકારી નોકરી ક્યારે મળશે, એ જરા જ્યોતિષને આધારે કહી આપશો? 
-અમે કોઈ આલતુફાલતુ જ્યોતિષી નથી... એક પ્રશ્નના રૂ. ૨૫-હજાર લઈએ છીએ. 
(અનિરૂધ્ધસિંહ રહેવર, રણાસણ) 

૧૪.બધા વિશે 'કંઈક'જાણવું સારું કે 'કંઈક'વિશે બધું જાણવું બેહતર...? 
-કેટલાક 'કંઈકો'વિશે 'કંઈક'જ જાણવું અને કેટલાક 'બધા'વિશે 'બધું'જ જાણવું. 
(પંકિતા ખત્રી, મુંબઈ) 

૧૫.બાળકને વાલી સમય કેમ આપી શકતા નથી? 
-તમારા પિતાશ્રી માટે ફરિયાદ કરી રહ્યા છો? 
(રાજુ જાની, સણોસરા-લોકભારતી) 

૧૬.તમારા લેખોમાં પત્નીની મજાકો કરો છો, તો એ ખીજાતા નથી? 
-મજાકની શરૂઆત મારા સસુરજીએ કરી હતી. 
(પંકજ વાછાણી, અમદાવાદ) 

૧૭.રાહુલ ગાંધી ગુમ ક્યાં થઈ ગયા હતા? 
-તમે બહુ ઈમોશનલ લાગો છો... આવી ચિંતા તો એમના પક્ષવાળાઓએ ય નથી કરી... પાછા આવ્યા પછી ચિંતાઓ શરૂ થઈ... 
(સિધ્ધાર્થ કંદોઈ, વિસનગર) 

૧૮.બ્રાહ્મણોના કર્મકાંડો વિશે શું માનો છો? 
-ધરતી પરનું સર્વોત્તમ કામ એ લોકો કરે છે... પરમેશ્વરની યાદ અપાવવાનું. 
(ઈકરામ મલેક, રાજપિપળા) 

૧૯.ગતિશીલ ગુજરાત ગતિમાં ક્યારે આવશે? 
-અત્યારે ૧૦૦-ની એવરેજ તો આપે છે... વધારે કેટલી જોઈએ? 
(પિનલ ખૂંટ, કરિયાણા-અમરેલી) 

૨૦.આજના બાળકો પરીક્ષાની મેહનત કરતાં ચોરી માટે મેહનત વધુ કરે છે... સુઉં કિયો છો? 
-તે સારું જ છે ને..! એમને સરકારી નોકરી કરવી છે કે નહિ? 
(સુનિલ મકવાણા, જાંબુડા) 

૨૧.ધર્મ અને દેશ વિશે આપના વિચારો ખૂબ ગમે છે. હું સહમત છું કે, દેશના આવા સમયે સહુએ પોતાની જાતિ, ધર્મ ભૂલીને દેશ માટે વિચારો કરવા જોઈએ. 
-આ આપણે નાગરિકો વિચારીએ છીએ. જે દિવસે ધર્મગુરુઓમાં આટલી અક્કલ આવશે, પછી ભારત દેશની સામે કોઈ આંખ ઊંચી કરી નહિ શકે. 
(એસ.બી. પરમાર, સુરત) 

૨૨.સાહિત્ય ક્ષેત્રે બ્રાહ્મણો સહુથી અગ્રેસર હોવાનું કારણ? 
-બીજા ક્ષેત્રમાં રૂપીયા મળતા નથી... ને આમાં ય મળતા નથી. જાયે તો જાયે કહાં..? 
(ધવલ બોરડ, મોટા માંડવડા) 

૨૩.મોદીજી દેશમાં હોય કે વિદેશમાં, ધાર્મિક પરંપરા ચૂકતા નથી, સાચું? 
-માણસ પોતાનો પાયો કદી ભૂલે? 
(મયૂર વાળંદ, માધાપર- કચ્છ) 

૨૪.શું સ્ત્રી વિનાનું જીવન શક્ય છે ખરું? 
-અફકોર્સ, શક્ય છે... જો પુરૂષ વિનાનું જીવન શક્ય હોત તો! 
(ગણેશ ઠાકોર, આણંદ) 

૨૫.છોકરો પસંદ કરતાં શું જોવું જોઈએ... પૈસા કે બુધ્ધિ? 
-બન્ને... એનો પૈસો ને આપણી બુધ્ધિ! 
(અંજલિ રાયઠઠ્ઠા, રાજકોટ) 

૨૬.મેં એ જોયું છે કે, તમે પુરૂષો કરતાં સ્ત્રીઓમાં વધુ લોકપ્રિય છો... કારણ? 
-આવું મેં તો જોયું નથી, પણ આવું હોય તો સ્ત્રીઓ વધુ બુધ્ધિમાન કહેવાય! 
(દેવાંગી અમર શાહ, મુંબઈ) 

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>