Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all 894 articles
Browse latest View live

'કસમે વાદે'('૭૮)

$
0
0
ફિલ્મ : 'કસમે વાદે'('૭૮)
નિર્માતા-દિગ્દર્શક  : રમેશ બહેલ
સંગીતકાર   : રાહુલદેવ બર્મન
ગીતકાર  : ગુલશન બાવરા
રનિંગ ટાઈમ   : ૧૬-રીલ્સ - ૧૫૫-મિનિટ્સ
થીયેટર  : દીપાલી (અમદાવાદ)
કલાકારો : અમિતાભ બચ્ચન, રાખી ગુલઝાર, રણધિર કપૂર, નીતુ સિંઘ, વિજ્યેન્દ્ર ઘાટગે, ભગવાન, આઝાદ, મુસ્તાક મર્ચન્ટ, નીતિન સેઠી, શરદ સક્સેના, શિવરાજ, કૅટી મિરઝા અને 
મેહમાન કલાકારો : રેખા અને અમજદ ખાન.

ગીતો
૧. કસમે વાદે નિભાયેંગે હમમિલતે રહેંગે જનમોજનમ...લતા-કિશોર
૨.કલ ક્યા હોગા કિસકો પતા, અભી જીંદગી કા...આરડી બર્મન-સાથી
૩.મિલે જો કડી કડી, એક જંઝીર બને... આશા-કિશોર-રફી
૪.આતી રહેંગી બહારેં, જાતી રહેંગી બહારેં... આશા-કિશોર-અમિત
૫.ગુમસુમ ક્યું હૈ સનમ, અબ જરા માન જા...આશા ભોંસલે
૬.પ્યાર કે રંગ સે તૂ દિલ કો સજાયે રખના...આશા-આનંદકુમાર સી.

ફિલ્મના નામો ગમે તે હોય, એને વાર્તા સાથે ભાગ્યે જ કોઈ મતલબ હોય! આ ફિલ્મનું નામ 'કસમે વાદે'છે, પણ પૂરી ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી આખી ફિલ્મમાં નથી કોઈ કસમ ખાતું, નથી વાયદા તોડતું. ફિલ્મના ચારે ય (અમિતાભનો ડબલ રૉલ ગણીએ તો પાંચે ય) પાત્રો કોઈ સાચીજૂઠી કસમો ખાતા નથી કે વાયદાઓ આપતા નથી. બસ. ફિલ્મનું નામ કોઈ બી આપવાનું હતું, તે આપી દીધું... સૂઝ્યાં નહિ હોય, નહિ તો 'જૂઠેવાદે', 'સચ્ચી કસમે'કે 'ભાઈ કા બદલા'જેવા નામો ય આપ્યા હોત તો ફિલ્મની વાર્તા એની એ જ રહેવાની હતી. જોવાની કૉમેડી એ છે કે, '૭૮-માં ફિલ્મ રીલિઝ થઈ ત્યારે પોસ્ટરોમાં અમિતાભનો બંદૂકના ભડાકા કરતો 'ભાઈ'જેવો ફોટો મૂકાયો હતો. વાતમાં ગરમી લાવવા માટે બાજુમાં રાખી કે રણધિર કપૂર નહિ, અમજદ ખાન અને રેખાના ફોટા મૂક્યા હતા, જે બન્ને કેવળ મેહમાન કલાકારો હતા.

એમ તો, હિંદી ફિલ્મની વાર્તાઓની પ્રણાલિ મુજબનો સાચો હીરો તો રણધિર કપૂર છે. એ પોતાના આદર્શ મોટા ભાઈનો પૂરો લિહાઝ પણ રાખે છે અને બીજા અજાણ્યા મોટા ભાઈને ભાભી સાથે પરણાવવા સ્વર્ગસ્થ મોટા ભાઈના ઉસુલોનો પણ જીવના જોખમે સાચવતો રહે છે. આટલે સુધીની વાર્તામાં અન્ય સ્વીકૃત ઘટનાઓ ઉમેરીને કોઈ પારિવારિક સંસ્કારી ફિલ્મ બની શકી હોત, પણ મેં કીધું તેમ... અમિતાભના માર્કેટનો ય ખ્યાલ રાખવાનો હોવાથી મહીં લેવાદેવા વગરની મારામારીઓ ને બૉમ્બધડાકાઓ ઘુસાડીને મનમોહન દેસાઈ-છાપની ફિલ્મ બનાવી દીધી.

રાખી એના જમાનામાં ય કોઈ અદ્ભુત ઍક્ટ્રેસ કે રૂપસુંદરી નહોતી. હિંદુસ્તાની પ્રજા ભૂરી આંખો જુએ એટલે અમથી ય ઈમ્પ્રેસ થઈ જાય, પણ એવી આંખો ઉપર આખી ફિલ્મ ન ચાલે. ફિલ્મમાં એને રોવા કકળવાથી ઉપરાંતની ઍક્ટિંગ કરવાની આવી નથી, એટલું પ્રેક્ષકોને બોનસ. નીતુ સિંઘ (રણબીર કપૂરની મૉમ) પાસે એ જમાનામાં તદ્દન ફાલતુ રોલ આવતા અને એવા કર્યા વિના એનો છુટકો ય નહતો. અંગત જીવનમાં એના જેઠજી રણધીર કપૂર સાથે એને હીરોઈન બનાવવામાં આવી છે, એટલે ફિલ્મ બહારની મર્યાદાઓ પણ જાળવીને દિગ્દર્શકે બન્ને વચ્ચે કોઈ પ્રણયદ્રયો લીધા નથી.

હા, એ વખતે પૂરબહારમાં ચાલતી રેખા-અમિતાભની પ્રેમકહાણીને કૅશ કરી લેવા નિર્માતાએ અહીં રેખાને બોલાવીને એક મુજરો કરાવ્યો છે. હજી એમ કહી શકાય કે, રેખાની બરોબરીની ભાગ્યે જ કોઈ હીરોઈન એ સમયે ઉપસ્થિત હતી. આજે માધુરી દીક્ષિત કે દીપિકા પદુકોણ સારી ડાન્સરો છે. ભણસાલીની 'ગૂઝારિશ'જુઓ તો ઐશ્વર્યા રાય પણ એ જ કક્ષાની ઉચ્ચ ડાન્સર લાગે.

કપૂર-ખાનદાનના બધા હીરાઓ પાસે ડાન્સ માટે કુદરતી પ્રતિભાવ અને શરીરો હતા, એટલે એ લોકો ફિલ્મોમાં ગમે તે ડાન્સમાં શોભી ઉઠતા. તાજ્જુબીની ઘટના એ છે કે, પૃથ્વીરાજ કપૂરથી શરૂ થયેલો અભિનયનો ગ્રેટ સિલસીલો હેરતભર્યો હતો. રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરે ઍક્ટર તરીકે પોતપોતાના નામો એમની મર્યાદાઓમાં રોશન કર્યા. એ વારસો ફક્ત બે જણા જાળવી શક્યા, રિશી કપૂર અને એનો દીકરો રણવીર કપૂર. બાકી રિશીનો મોટો ભાઈ આ રણધીર કે નાનો ભાઈ રાજીવ કપુર સ્ટાર્સ તરીકે જ નહિ, ઍક્ટરો તરીકે ય ઘણા નબળા પૂરવાર થયા. બન્ને બહેનોમાં કરીનાએ તો થોડી પણ અર્થપૂર્ણ ઍક્ટિંગ બે-ત્રણ ફિલ્મોમાં કરી બતાવી છે. મોટી કરિશ્મા તો એમાં ય ફેઇલ ગઈ..!

આ ફિલ્મમાં અમિતાભ અને રણધીર સગા ભાઈઓનો રોલ કરે છે, પણ એક જમાનામાં બન્ને સગા વેવાઈ બનવાના હતા. અભિસ્હેક બચ્ચન અને કરિશ્મા કપૂરના તો લગ્ન થવાના હતા... ન થયા, એનું કારણ 'પ્રતિક્ષા'કે 'જલસા'ની બહાર આવ્યું નથી ને આપણે જાણવું ય નથી. ડબ્બુ તરીકે ઓળખાતા રણધીર કપૂર કે સૌથી નાના ચિમ્પુ એટલે કે, રાજીવ કપૂર પાસે ઍક્ટિંગ નહોતી, પણ રિશી દેખાવથી માંડીને અભિનય અને ફિલ્મોની સફળતા, બધામાં ઊંચો પુરવાર થયો. હમણાં આવી ગયેલી ફિલ્મ '૧૦૨-નૉટ આઉટ'માં અભિનયમાં એ બેશક બચ્ચનને પાછળ રાખી દે છે.

અમિતાભ બચ્ચને ખાડીયાની ભાષામાં કહીએ તો વધુ પડતી ઓવર-ઍક્ટિંગ કરી છે, જ્યારે આટલા મોટા ગ્રેટ ઍક્ટર સામે પોતાનું કશું ઉપજવાનું છે, એવું કદાચ સમજીને રિશી કપૂરે પૂરી મૅચ્યોરિટીથી યથાર્થ અભિનય કર્યો છે. 'કસમે વાદે'ને સામાન્ય ફિલ્મ બનાવી નાખવા માટે ફિલ્મ સાથે સંકળાયેલા સહુએ યથાશક્તિ ફાળો આપ્યો હતો. અમિતાભને પણ જે બીજી ફિલ્મોમાં કરતો હતો, એવો ચીલાચાલુ કિરદાર જ નિભાવવાનો હતો. એ તો અમિતાભનો જબરદસ્ત જુવાળ હતો, એટલે આવી ફિલ્મો ચાલી જાય. 'ચાલી જાય'એવું એટલે કીધું કે, ફિલ્મ 'કસમે વાદે'ની કથાવસ્તુ સુંદર હતી અને એક સુંદર ફિલ્મ બની શકી હોત, પણ અમિતાભ બચ્ચનનો 'અમર, અકબર, ઍન્થની'બ્રાન્ડનો તગડો જમાનો ચાલતો હતો ને એ વખતના પ્રેક્ષકો કોઈ ફિલ્મમાં બચ્ચન ભલે ને ફિલ્મી માર ખાય, એ જોવાતું નથી.

'
ડોન', 'ત્રિશૂલ'અને 'મુકદ્દર કા સિકંદર'આ જ વર્ષે ('૭૮માં) રીલિઝ થઈ હતી અને ભારત પાગલ હતું એની પાછળ. રાજેશ ખન્નાએ ભારતના પુરૂષોમાં પહેલી વાર માથાની વચ્ચે પાંથી પાડવાની શરૂઆત કરી (એ જમાના પહેલા આવી હૅરસ્ટાઇલ 'સ્ત્રૈણ્ય'ગણાતી!) એ પછી જમાનો બચ્ચનનો આવ્યો. એણે બન્ને કાન ઢંકાય, એવા જથ્થાબંધ વાળ ઊગાડયા ને ભ'ઇ... આખું ઈન્ડિયા પાગલ! આવા વાળ રાખીને પોતાને બચ્ચન સમજનારાઓનો જથ્થો ઓછો નહતો. સાવ ખેંપટ જેવું શરીર હોવા છતાં બચ્ચનની પર્સનાલિટી એવી વિરાટ હતી કે, એકલે હાથે પચાસ ગુંડાઓને ફટકારે તો પ્રેક્ષકો માની ય જતા, 'દે...દે... હજી બે-ચાર દે સાલાને...'એવો પાનો સિનેમામાં બેઠા બેઠા આ લોકો ચઢાવતા. લોકોને મર્દ અમિતાભ જોવો ગમતો હતો...

...
ને એમાં જ, આ ફિલ્મ 'કસમે વાદે'આડે રસ્તે ચઢી ગઈ. બચ્ચનને ફાઇટ તો આપવી પડે, પહેલા રોલમાં તો એ સૌમ્ય અને વિવેકી પ્રોફેસર છે, જે પોતાના ભાઇને મારામારી વિનાના સીધા રસ્તે જીવવાની સલાહો તો આપે છે, પણ બચ્ચન પોતે ય માર ખાધે રાખે છે. ફિર ક્યા..? ડબલ રોલ હતો એટલે બીજામાં એને 'અમર, અકબર, ઍન્થની'વાળો બચ્ચન બનાવાયો. ફિલ્મ ચાલી નહિ... પ્રેક્ષકોને બચ્ચનબાબુના આવા કિરદારોનો ઑવરડૉઝ લાગવા માંડયો હશે...! સરવાળો એટલો કે, બચ્ચનની આવી ઘણી ફિલ્મો ફ્લૉપ ગઈ... એ પોતે સહેજે ય ફ્લૉપ ન નિવડયો.

વાર્તા મુજબ તો ફિલ્મ સારી બની શકી હોત. પ્રો. અમિત એના નાના ભાઇ રાજુ (ડબ્બુ) અને પ્રેમિકા રાખી ગુલઝાર સાથે ખુશીનું જીવન જીવે છે. ડબ્બુ કૉલેજનો તોફાની સ્ટુડેન્ટ છે. રખડપટ્ટી સિવાય બીજી કોઈ લાયકાત નહિ, જે બચ્ચનથી સહન થતું નથી, પણ ભાઈ માટેના પ્રેમને કારણે એ બોલી ય શકતો નથી. એનું ભણવાનું પૂરૂં ન થાય ત્યાં સુધી એ રાખી સાથે લગ્ન નહિ કરે, એવી ફિલ્મી પ્રતિજ્ઞાા લીધી છે. દરમ્યાનમાં ફિલ્મના ટ્રસ્ટી શેઠ ગોપાલદાસ (નીતિન સેઠી)નો ઉચ્છૃંગલ પુત્ર વિજ્યેન્દ્ર ઘાટગે ડબ્બુનો દુશ્મન છે.

બન્ને વચ્ચે કૉલેજની રાબેતા મુજબની મારામારીઓ પૈકી છેલ્લી વખતે ડબ્બુને બચાવવા જતા બચ્ચનના પેટમાં વિજ્યેન્દ્રનું ચાકુ ઘુસી જાય છે ને એ ગૂજરી જાય છે. એના ગૂજરી ગયા પછી ડબ્બુ અને રાખી એ જ ઘરમાં દિયેર-ભાભીના સંબંધે રહે છે, પણ દરમ્યાનમાં એક નવો બચ્ચન બહાર પડે છે, જે મોટા બચ્ચન કરતાં લક્ષણોથી બિલકુલ વિપરીત છે. એ ગુંડો છે.

મોટા સાથે પરફૅક્ટ મળતા આવતા ચેહરા છતાં ડબ્બુ કે રાખીને એવો કોઈ ભ્રમ રહેતો નથી કે, 'ક્યાંક આપણાવાળો બચ્ચન તો પાછો નહિ આવ્યો હોય ને?'ડબ્બુ નીતુ સિંઘના ગૅરેજમાં ભાગીદાર બને છે અને ત્યાં બચ્ચન ભાગ-૨ (શંકર) તોડફોડ કરવા આવે છે. ડબ્બુ અનેક પ્રયત્નો પછી શંકરને સુધારે તો છે, પણ રાખી (ભલે ચેહરો અસલી બચ્ચનને મળતો આવતો હોય પણ) ને સ્વીકારવા તૈયાર નથી. વાર્તા લેખકે ફિલ્મ પૂરી તો કરવી પડે, એટલે રાખીની સાન ઠેકાણે લાવવા શંકર પાસે ઉમદા કામો કરાવે છે અને છેવટે પ્રેક્ષકો છુટે છે.

સચિનદેવ બર્મન જેવા લૅજન્ડના પુત્ર હોવાનું રાહુલદેવ બર્મને સાબિત તો કરવા માંડયું હતું. 'તીસરી મંઝિલ'થી એ હિંદી ફિલ્મસંગીતનો ટ્રૅન્ડ-સૅટર સંગીતકાર બનવા માંડયો હતો. જે કોઈ ફિલ્મમાં એને ભારતીય સંગીત આપવાનું આવ્યું હતું, ત્યાં એના પિતાને ય ઇર્ષા થાય, એટલું ઝળક્યો હતો. વૅસ્ટર્ન છાંટના સંગીતવાળી અનેક ફિલ્મોમાં ય પંચમે (આર.ડી.એ.) કૌવત બતાવ્યું હતું.

ખાસ કરીને, રિધમ-સૅક્શનમાં એણે પોતાના અનેક ઠેકાઓથી ફક્ત શોખિનોને જ નહિ, સંગીત વિષારદોને ય પ્રસન્ન કર્યા હતા. કમનસીબે, બીજા સંગીતકારો તો પોતાનો સર્જનાત્મક માલ ખલાસ થવા આવે પછી બીજાના સંગીતમાંથી ઉઠાંતરીઓ કરવા માંડે, પંચમે એવી રાહ જોઈ નહિ અને પ્રાંભની એના દોસ્તે મેહમુદની જ ફિલ્મ 'ભૂત બંગલા'થી ઈંગ્લિશ ધૂનોની ઉઠાંતરીઓનો સિલસીલો શરૂ કરી દીધો હતો. આવું કરવામાં એને જે જોઈતું હતું, એ નામ અને દામ તો જંગીસ્વરૂપે મળવા માંડયા અને એક વર્ષમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલની જેમ ૨૦-૨૦ ફિલ્મો હાથ પર લીધી, એમાં વખત એવો આવ્યો કે એકેય ફિલ્મના સંગીતમાં કશો ભલીવાર નહિ. એટલે સુધી કે, નિર્માતા સામે ચાલીને કહે કે, સંગીત આર.ડી. બર્મનનું હોય તો મારે ફિલ્મ બનાવવી જ નથી.

આર.ડી.એ ઉઠાવેલી વિદેશી તર્જો માટે 'યૂ-ટયુબ'પર હવે તો એક અલગ ક્લિપ મળે છે. 'કલ ક્યા હોગા કિસકો પતા, અભી જીંદગી કા...'ગીતની ધૂન પંચમે પૂરી બેશર્મીથી નીગ્રો ગાયક આફ્રિક સિમોનના 'હાફાનાના'માંથી ડીટ્ટો ઉઠાવ્યું છે. આપણે હિંદી ફિલ્મોના સંગીતકારોને હીરો-હીરોઇનો કરતા ય વધુ આદર આપ્યો છે. કમનસીબે, જરાક અમથું કોઈ ગીત ગમવા જાય, ત્યાં ખબર પડે કે, આ ધૂન તો ભ'ઈએ બેઠ્ઠી ઉઠાવેલી છે.

ભારતભરના લગ્નપ્રસંગોની સંગીતપાર્ટીમાં છેલ્લે બધાને ઊભા કરીને નચાવતું મધુરૂં ગીત 'જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મુશ્કિલ પડ જાયે...'જેવી અત્યંત મધુરી ધૂન બનાવવા બદલ સંગીતકાર રાજેશ રોશનને ઊંચા આસમાને ચઢાવીએ, ત્યાં ખબર પડે કે ઈવન જસ્ટિન ટીમ્બરલેકે પણ ગાયેલી વિશ્વપ્રસિધ્ધ રચના "If you missed the train I am on, you'll know that I am gone...માં  (૫૦૦-Miles)કોઈ ફેરફાર કર્યા વિના સીધી ઉઠાવેલી છે. કમનસીબે, ચોરીઓ કરવામાં આપણા જમાનાનો ય એકે સંગીતકાર બાકી નહોતો, એટલે આર.ડી. બર્મનને માફ જ કરી દેવો પડે.

બસ. ફિલ્મનું ઉત્તમ ગીત ટાઇટલ-સૉન્ગ છે, 'કસમે વાદે નિભાયેંગે હમ...'જેમાં પંચમના જીગરી દોસ્ત પંડિત શિવકુમાર શર્માનું સંતુર અને પંડિત હરિપ્રસાદ ચૌરસીયાની બાંસુરીના ટુકડા કાનમોહક છે.

ઍનકાઉન્ટર : 05-08-2018

$
0
0

* લવ, વૉર અને હવે પોલિટિક્સમાં જીતવા માટે ગમે તે કરી શકાય ?
-
આ ત્રણેમાં હૃદયની જરૂરત પ્રેમમાં જ પડે છે.
(
જીતેન્દ્રકેલા, મોરબી)

* તમને એક ખૂન માફ મળે, તો કોનું કરો ?
-
હું આત્મહત્યા તો નહિ જ કરૂં.
(
જયેશ અંતાણી ભાવનગર)

* આપણે ૨૧-મી સદીમાં ક્યારે જવાનું છે ?
-
બોલો ને.. આજકાલ તો મારી પાસે ટાઈમ જ ટાઈમ છે.
(
જગજીવન મેતલીયા, ભાવનગર) અને (ચેતન પટેલ, નાસિક)

* તમને કેવા કાવ્યો ગમે ?
-
આવા... યુવા કવિ ભાવેશ ભટ્ટ લખે છે એવા...
'
જેમાં આખું પુરાણ છે મિત્રો, એ નિસાસાની જાણ છે મિત્રો ?
મંચ પરથી નીચે ઉતરવું તો, ખૂબ કપરૂં ચઢાણ છે, મિત્રો.'
(
અજય જોશી, નાસિક-મહારાષ્ટ્ર)

* 'મેરા દેશ બદલ રહા હૈ'દાવા સાથે તમે કેટલા સહમત છો ?
-
પછી એમ ન કહેશો કે, 'મેરા દાવા ભી બદલ રહા હૈ...'
(
ભાણા કેશવાલા, વડોદરા)

* જીંદગી ગોટાળે ન ચઢે, એને માટે શું તકેદારી રાખવી જોઇએ ?
- '
કોની ગોટાળે ચઢાવવાની છે', એની ઉપર બધો આધાર છે.
(
રેશ્મા ચૌહાણ, જેતપુર)

* તમે રાજકારણમાં કેમ નથી જતા ?
-
એટલું બધું ખરાબ લખું છું હું...?
(
ગોપાલ વાળાગર, સુરત)

* પ્લાસ્ટિકની કોથળીઓ ઉપર પ્રતિબંધ ચાલુ રહેશે કે ભૂલાઈ જશે ?
-
આપણી ગાયમાતાને બચાવવાનો આ એક જ ઉપાય છે.
(
કિર્તી ચૌહાણ, અમદાવાદ)

* ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો ઠીક, હવે શું ફિલ્મોના નામો પણ 'ઓક્સિજન'પર આવી ગયા  છે શું ?
-
અમારી નવી ફિલ્મની રાહ જુઓ, 'કાર્બન ડાયોકસાઇડ'
(
રહીમ મલકાણી, ભાવનગર)

* આજકાલ સંગીતની ઘોર ખોદાઈ ગઇ હોય, એવું નથી લાગતું ?
-
નથી લાગતું.
(
રાજેન્દ્ર સોની, રાજકોટ)

* બિલાડી વાઘની માસી હોવા છતાં કૂતરાઓ તેની ઉપર કેમ હૂમલો કરે છે ?
-
યૂ મીન... કાશ્મિર ?
(
માધવ જે. ધ્રૂવ, જામનગર)

* રાહુલ ગાંધી આટલા હોશિયાર છે... તો સાયન્ટિસ્ટ કેમ ન બન્યા ? (બટાકામાંથી સોનું...!)
-
એ સોનામાંથી બટાકા બનાવી શકે, એવા હોશિયાર છે...!
(
કવન ગોહિલ,આણંદ)

* તમને તમારી કઇ કોલમ વધુ સારી લાગે છે ?
-
અફ કોર્સ, 'બુધવારની બપોરે' ?
(
અમિત પંલ, કલોલ)

* 'વોટ્સએપ'પર સવાલો ક્યારથી પૂછી શકાશે ?
-
જવાબે ય 'વોટ્સએપ'માં જોઇતા હશે ત્યારે !
(
ગૌતમ ઓઝા, રાજકોટ)

* કેજરીવાલ સુધર્યા હોય એવું લાગે છે ?
-
એ સુધરે કે વધુ બગડે... કોણ પૂછે છે ?
(
સતીષ ઠકરાર, લંડન-યુકે)

* આમિરખાનની નવી હેરસ્ટાઇલ કેવી લાગી ?
-
ના. મારે તો લખવાનો ધંધો છે !
(
વિપુલ ચપલા, વડોદરા)

* તમને આંદામાન-નિકોબારના ગવર્નર બનાવવામાં આવે તો જાઓ ખરા ?
-
ના. 'ગુજરાત સમાચાર'ત્યાં ય મળે છે.
(
ફિરોઝ હાફેઝી, નવસારી)

* સ્ત્રી અને પુરૂષ વચ્ચે કાયમી દોસ્તી સંભવિત છે ?
-
કાયમી દોસ્તી બનાવીને કામ શું છે ?
(
હર્ષ લિંબાચીયા, બોટાદ)

* સ્ત્રીને હવે શક્તિમાન કહેવાય છે... સાચું ?
-
આપણે ક્યાં પંજા લડાવવા છે ?
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* પુરસ્કાર અને ઇનામ વચ્ચે શું તફાવત ?
-
ઈનામો ખરીદી શકાતા નથી.
(
રાજેન્દ્ર મનજી પઢારીયા, ડોમ્બિવલી)

* જે બ્રાહ્મણ સાથે, બ્રાહ્મણ એની સાથે...રીયલી ?
-
બ્રાહ્મણને બદલે 'ભારતીય'લખ્યું હોત તો ?
(
તૃપ્તિ ઠાકર, વડોદરા)

* તમારી 'ફિલ્મ ઇન્ડિયા'કોલમમાં ફિલ્મ 'એક રૂકા હુઆ ફૈંસલા'વિશે વાંચ્યું. ઇંગ્લિશ ફિલ્મ 'ટ્વેલ્વ એન્ગ્રીમેન'ઉપરથી બેઠી નકલ કરવામાં આવી છે...
-
હવે 'થર્ટીન'ગણજો.
(
રૂપલ હિતેશ સોની, સુરત)

* જીંદગીનો ખરો અર્થ શું છે ?
-
હોસ્પિટલોમાં સુતેલા બધાઓને એની ખબર છે.
(
વિમલેશ જાની, ડાભલા-વિજાપુર)

* એક માણસની લાગણી બીજો માણસ કેમ સમજતો નથી ?
-
ઈશ્વર તમારૂં દુ:ખ દૂર કરે.
(
નિર્મલ દાતણીયા, ખંભાત)

* 'કોકા કોલા'બનાવનારો પહેલા શિકંજી વેચતો હતો... તમે પહેલા શું કરતા હતા ?
- '
કોકા કોલા'વેચતો હતો.
(
પાર્થ પટેલ, સુરત)

* રોજબરોજ વધી રહેલા માર્ગ-અકસ્માતો માટે જવાબદાર કોણ ?
માર્ગ વાપરનારાઓ
(
ધર્મેન્દ્ર પટેલ, ગાંધીનગર)

પાણીપુરી... ગઈ ?

$
0
0

હું સમજણો થયો ત્યારથી આજ દિન સુધી વરસાદ વિનાની આવી કોરીધાકોડ સીઝન કદી જોઈ નથ. ('હું સમજણો થયો', એ મારી અંગત માન્યતા છે !) આખું ચોમાસું ગયું અને એક બાળોતિયું ભીનું થાય એટલા નાનકડા એક ઝાપટાને બાદ કરતા પૂરા ચોમાસામાં વરસાદ જ નહિ ?

અને એ ય, પૂરું ભારત વરસાદથી ઝાકમઝોળ છે, ત્યારે ? મુંબઈમાં વરસાદ તો જાણે બાપાનો માલ હોય, એટલું (અને બહુ વધારે પડતું) દર ચોમાસે પડે રાખે છે. આપણે ત્યાં 'વરસાદ આયો ?'

પૂછીએ છીએ ને મુંબઈમાં 'વરસાદ ગયો કે નહિ ?'પૂછાય છે. રામ જાણે, અમદાવાદમાં કયા પાપીઓ રહે છે કે, પૂરા શહેરમાં નામ પૂરતો ય વરસાદ નહિ, કોઈને રીબાવી રીબાવીને મારવો હોય તો ગિફ્ટમાં એને છત્રી કે રેઇનકોટ આપો. આખો શિયાળો ગયો, કોઈએ સ્વેટર પહેરેલું જોયું ?

શિયાળા કે ચોમાસાને અમદાવાદ સાથે લેવા-દેવા જ નથી. અમેરિકા ઇંગ્લૅન્ડથી ભાઈ-ભાભી આપણા માટે ક્યારેય છત્રી કે રેઇકોટ લેતા આવે છે ? સાલું, અમદાવાદના તો ઘણા બાથરૂમોમાં ય પાણી આવતું નથી, ત્યાં વરસાદનું તો ક્યાંથી આવે ? એક ગુજરાતી રૂઢિપ્રયોગ સદીઓથી બંધ થઈ ગયો છે કે, 'ઢાંકણીમાં પાણી લઈનેડૂબી મરવું.'પણ આ સીઝનમાં તો આવા આપઘાત કરનારાઓને ય કોઈ ચાન્સ નહિ !
છેલ્લા બે-ચાર વર્ષોમાં જન્મેલા બાળકો મોટા થાય ત્યારે વર્ષો પહેલા શહેરના કોઈ વરસાદનો ફોટો બતાવીને સમજાવવું પડશે કે, 'જો બેટા... આને વરસાદ કહેવાય !'

આવી અછતને કારણે જ અમદાવાદમાં કવિ-શાયરો પાકતા નથી. જેટલા છે, એમાંના એકે અમદાવાદના વરસાદ વિશે કાંઈ લખ્યું નથી. હા, શાયર બન્યા એટલે વરસાદ વિશે લખવું તો પડે, કાળઝાળ ઉનાળાના બફારા વિશે કોઈએ લખ્યું હોવાનું જાણમાં નથી. અલબત્ત, વાચકો કવિઓને સમજી શક્યા નથી. આ લોકો વાસ્તવવાદી હોવાથી વગર વરસાદે બી ટીપાં ય ન લખે. કાગળ ભીંજાવા જેટલો તો મેહૂલો પડવો જોઈએ ને ?

વરસાદ ફેઇલ જવાથી મોટો ફાયદો ખાણીપીણીની લારીવાળાઓને થયો હતો કે, ગ્રાહકો હવે હવાઈ ગયેલી મસાલા પુરી કે ભીનાં ઢોંસાની બૂમો નહિ મારે. ખાનાર ય ખુશ હતા કે, અમદાવાદમાં બધુ મળે, હવાઈ ગયેલું કશું ન મળે !

''ભૈયાજી... યે પાણી-પુરી તો હવાઈ ગયેલી હૈ... દૂસરી દો, ના...''એવી ફરિયાદ હવે કોઈ કરતું નથી. એક તો વરસાદ નહિ, ને બીજું પાણીપુરીના ખુમચાઓ સરકારે બંધ કરાવી દીધા.

હવાઈ ગયેલી તો હવાઈ ગયેલી, પાણીપુરી માટે આપણને પૂરું માન... ક્યારેય ફરિયાદ નહિ કરવાની. પણ ભૈયાઓ એવી પાણીપુરી આવતા ચોમાસા સુધી રાખી ન મૂકે, એ માટે સરકારે એની બધી લારીઓ પર છાપા માર્યા. ભ'ઇ બટાકા સડેલા હતા કે પાણી ગટરવાળું હતું, એની ગુજરાતીઓને ફિકર નહોતી 'દસની ચાર'ના ભાવે પચ્ચાસ ઠોકી જઈએ ત્યારે મન કાંઈ હળવું થાય. 'ત્યાંથી'આવેલા બ્રધર અને ભાભીની અમદાવાદની પાણી-પુરી ખાવાની રાહ જોતા આવ્યા હોય, પણ એમના દેશમાં ચોખ્ખાઈ બહુ, એટલે મિનરલ-વૉટરની બૉટલથી પહેલા હાથ ધોઈ લે, પછી પહેલી પકોડી મ્હોમાં મૂકે. એ વાત જુદી છે કે, કેટલાક ભૈયાઓ તો નવરા ઊભા હોય ત્યારે ગમે ત્યાં હાથ ઘસીને એ હાથે પાણીપુરી ખવડાવે ને ગ્રાહિકાઓને એની કદી પરવાહ કે વેદના ન હોય.

રામ જાણે, દારૂની માફક પાણી-પુરી ઉપરે ય સરકાર શું ખફા થઈ ગઈ કે, ગુજરાતણોને ભૂખી રહેવાના, કારમા, દહાડા આવ્યા. અમદાવાદનું આખું લૉ-ગાર્ડન સાફ થઈ ગયું. જ્યાં પાણી-પુરી જેવી અનેક ખાણી-પીણીઓ મળતી હતી...સાલું, હવે આ બધું ઘેર જઈને ખાવાના દહાડા આવ્યા ને ?

બીજું બધું તો આવડે, પણ પકોડી ઘેર બનાવતા ન ફાવે. સું કિયો છો ? વણી વણીને અધમૂવા થઈ જઈએ, તો ય એમના જેવી તો ન ફૂલે. એ બધું તો ઠીક પણ ૪૦- ૫૦ પકોડીઓ ખાઈ લીધા પછી ફ્રીમાં મસાલા-પુરી ઘેર તો કોણ આપવાનું હતું ?

સદીઓ પહેલા પડી ગયેલા વરસાદની માફક બાળકો મોટા થશે ત્યારે પપ્પાઓ એ સ્મારકો પણ બતાવશે કે, 'જો બેટા.. હાલમાં જ્યાં પબ્લિક ટોયલેટ દેખાય છે... ત્યાં પહેલા ચમન પાણીપુરીવાળો ઊભો રહેતો હતો. તારા મમ્મી-ડેડી, દાદા- દાદી... બધા ચમનની પાણી-પુરીઓ ખાઈ ખાઈને મોટા થયા છે..
ના, ચમન મરી નથી ગયો. એક ગોઝારી સાંજે અમદાવાદના મ્યુનિસિપાલિટીના સાહેબોએ ચમનને રંગે-હાથ...રંગે-બટાકા કે રંગે-ગટર પકડયો, ત્યારે ખબર પડી કે ગુજરાતના મોટા ભાગના પકોડીવાળાઓ સડેલા બટાકા ચણા કે કોથમીરમાંથી મસાલા બનાવીને ખવડાવતા હતા.

ગુજરાતણો શાક-સબ્જી લેવા જાય ત્યારે એક એક બટાકું જોઈ જોઈને પાછું કાઢે કે, એકે ય સડેલું આવી ન જાય. ઘેર આર.ઓ.નું જ પાણી પીએ, પણ પકોડીવાળા જીવાતવાળું પાણી બનાવે તો એમાં ફક્ત સ્વાદ જ જોવાનો. કહે છે કે, જે સ્થળે ભૈયો ઊભો હોય, ત્યાંથી એના માટલામાં બીજું પાણી ભરવા માટે ક્યાંથી લાવે છે એ જરા નજર દોડાવી જુઓ તો ચોંકી જવાય. પાંચકૂવા પાસે એક પકોડીવાળો રીતસર જાહેર- મુતરડીમાંથી પાણી ભરી લાવી માટલામાં નવું પાણી બનાવતો ઝડપાયો હતો.

મસાલેદાર પાણી તો દસ-પંદર ઘરાકો પછી ખૂટી જાય ત્યારે નવું પાણી લાવવું તો પડે ને ? એ પાણી ક્યાંથી લાવો છો, એ સવાલ ભૈયાને કોઈ પૂછતું નથી. થૅન્ક ગોડ કે, સૉશિયલ મીડિયા ઉપર અમદાવાદના પાણી-પુરીવાળાઓના રહેઠાણો ઉપર જઈને વીડિયો ઉતારી ત્યારે ખબર પડી કે ખદબદતી જીવાતો, માખીઓ અને કાદવ- કીચડવાળા વાસણોમાં એ લોકો પકોડીનો લોટ ગુંદે ને એની પકોડી બનાવે. હાથમાં પ્લાસ્ટિકના મોજાપહેરીને પકોડી ખવડાવતો ભૈયો ચોક્ખો લાગે પણ મસાલો ગુંદતી વખતે એણે હાથ ધોયા છે, એની ક્યાંથી ખબર પડે ?'

મામલો ફક્ત પાણી-પુરી પૂરતો મર્યાદિત નથી રહેતો.... લારી-ગલ્લા ઉપર મળતી તમામ વાનગીઓ તો ઠીક, ખુદ એ લારી-ગલ્લા પણ કેટલા ચોખ્ખા છે, એ જાણવા જઈએ તો સાલું ત્યાંથી કંઈ ખવાય નહિ ! આપણે તો 'દેખવું ય નહિ ને દાઝવું ય નહિ'વાળી સ્ટાઇલને કારણે ચોખ્ખાઈ- ફોખ્ખાઈમાં ના પડીએ. યસ, મોઘુ, પણ સ્ટાર હોટેલોના કિચનમાં લશ્કરી ચોખ્ખાઈને કારણે ભાવ ભલે વધારે આપવો પડે, પણ સફેદ બટલર કૅપ પહેર્યા પછી મહારાજના માથાનો વાળ આવવાની તો ફિકર નહિ ! દુનિયાભરની સમૃદ્ધ હોટેલોમાં કૂક (રસોઈયા)ને માથે કેપ (ટોપી) પહેરવી ફરજિયાત છે અને તે પણ વ્હાઇટ જ. વ્હાઇટ એટલા માટે કે, નાનકડો ડાઘો ય પકડાઈ જાય.

આના ઉપરથી એક કામ થઈ શકે. ખાણીપીણીના બધા લારી-ગલ્લાવાળાઓ માટે ગુજરાતભરમાં ફરજિયાત એક સફેદ યુનિફોર્મ બનાવી દેવાય. માથે હોટલના કૂક જેવી સફેદ ટોપી તો જોઈશે જ ! આ બધા માટે ચોખ્ખુ પાણી ફરજિયાત બનાવવા, ખાણીપીણીમાં એમણે પાણી ક્યાંથી લીધું વાપર્યું છે, એનુ બોર્ડ ગ્રાહક વાંચી શકે, એ પહેલી શરત. તમામ ખાણીપીણીવાળાઓએ ગ્રાહકોએ વાપરી લીધેલી ડિશ એકની એક ડોલમાં બોળીને 'સાફ'કરીને નવા ગ્રાહકોને આપે છે, એ શું કામ ચલાવી લેવાય ? હૉસ્પિટલો કે દવાખાનાઓ બાયો-વેસ્ટ (દવાવાળો કચરો) જે તે ડૉક્ટરો કે હોસ્પિટલોની જવાબદારી છે, તો એ જ કાયદો લારીગલ્લાવાળાઓને કેમ લાગુ ન પડે ? બધું એંઠુજુંઠું ક્યાં નાખે છે ને કેવો ગંદવાડ ઊભો થાય છે, એ પણ મ્યુનિ.વાળાઓ કેમ ન જુએ ? બહુ સ્વાભાવિક છે કે, લારીનો તમામ માલ તો વેચાઈ જવાનો નથી, તો વધેલો માલ એ ઘેર લઈ જઈને બીજે દિવસે પાછો લાવવાનો છે, જેની ગ્રાહકને ક્યારેય ખબર પડવાની નથી. યસ. આ કાયદો ફરજિયાત બનાવી શકાય કે, રાત્રે ઘેર પાછા જતા તમામ લારી-ગલ્લા કે દુકાનોવાળાએ વધેલો પૂરો માલ નાશ કરવો પડશે. બધી સાવચેતી રાખવાની અપેક્ષા ગ્રાહકો પાસેથી ન રખાય.. સુંઉ કિયો છો ?

હવે ચિંતા એક જ પીણાની રહે છે..પાણી-પુરીની માફક સરકારે છાનો માનો મળતો'તો એ શરાબ પણ બંધ કરાવી દીધો... હવે જમાનો 'શિકંજી'વેચનારાઓની લારીઓનો આવવો જોઈએ.

 
સિક્સર
- અરે પટેલ સાહેબ... અત્યારે અહીં નડિયાદ હાઇ-વે ઉપર ક્યાંથી ?
- અરે ભ', મારે તો અમદાવાદના સી.જી. રોડ ઉપર ગાડી પાર્ક કરવી હતી... પોલીસવાળા, 'અહીં નહિ.. આગળ જાઓ'કહી કહીને મને અહીં સુધી લાંબો કરી દીધો છે...વડોદરા સુધીમાં કદાચ પાર્કિંગ મળી જાય ને ?

'અમરદીપ'('૫૮)

$
0
0

ફિલ્મ : 'અમરદીપ'('૫૮)
નિર્માતા     : શિવાજી ફિલ્મ્સ
દિગ્દર્શક     : ટી. પ્રકાશરાવ
સંગીતકાર     : સી.રામચંદ્ર
ગીતકાર     : રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ     : ૧૬-રીલ્સ : ૧૪૮-મિનિટ્સ.
કલાકારો     : દેવ આનંદ, વૈજ્યંતિમાલા, પદ્મિની, રાગિણી, પ્રાણ, જ્હૉની વૉકર, ડૅવિડ, બિપીન ગુપ્તા, મુકરી, શિવરાજ, રાધેશ્યામ અને મેહમાન કલાકારો - ઓમપ્રકાશ, રણધીર, અનવર હૂસેન.

ગીતો
૧.લાગી અપની નજરીયા કટાર બન કે... આશા ભોંસલે-સાથી
૨.લેને સે ઈન્કાર નહિ ઔર દેને કો તૈયાર નહિ...    મુહમ્મદ રફી
૩.દેખ હમેં આવાઝ ન દેના, ઓ બેદર્દ જમાને...    આશા ભોંસલે-રફી
૪.તુમ સુને જાઓ, હમ કહે જાએં... આશા ભોંસલે
૫.દિલ કી દુનિયા બનાકે સાંવરીયા, તુમ ન જાને...    લતા મંગેશકર
૬.મેરે મન કા બાંવરા પંછી, ક્યૂં બાર બાર બોલે...    લતા મંગેશકર
૭.અબ ગમે હૈ કિસકા પ્યારે, ગમ ભાગે બેટા સારે...    મુહમ્મદ રફી
૮.કિસી દિન જરા દેખ મેરા ભી હો કે...    આશા ભોંસલે
૯.ઇસ જહાં કા પ્યાર ભી જૂઠા... આશા-મુહમ્મદ રફી-મન્ના ડે
૧૦.યે જી ચાહતા હૈ... (ફિલ્મમાં આ ગીત નથી)...    આશા ભોંસલે
૧૧.દેખ હમેં આવાઝ ન દેના, ઓ બેદર્દ (ધીમી લયમાં)... આશા-રફી

અશોક (એટલે કે, દેવ આનંદ) એક ગરીબ, બેકાર અને રખડુ યુવાન છે. છટ્...! ફિલ્મમાં આવા ત્રણ ક્વૉલિફિકેશન્સ રાખવાના હતા તો નામ 'અશોક'શું કામ રાખ્યું હશે? આવું પવિત્ર નામ દેવ આનંદે અગાઉ ફિલ્મ 'સઝા'અને પછી ફિલ્મ 'ઘર નં.૪૪'માં ય રાખ્યું હતું. ત્રણેય ફિલ્મોમાં એ આવો જ રખડુ અને બેકાર... એમાં ય પાછી યાદદાસ્ત જતી રહે..! આવા કામો માટે જગતના સર્વોત્તમ નામ 'અશોક'વાપરવાની શી જરૂર હતી? આ તો એક વાત થાય છે.

'
અમરદીપ'ની વાર્તા જેવું કંઈક આવું હતું. મા-બાપ નાનપણમાં ગુમાવી બેઠેલો અશોક અનાથાશ્રમમાં ઉછરી ગ્રેજ્યુએટ થાય છે. (આપણું સાવ એવું નહિ..!) પણ ગરીબીને કારણે દરિયાકિનારે ભંગારમાં ગયેલી એક સિટી-બસને ઘર બનાવીને રહે છે, જ્યાં ઘેરથી ભાગી આવેલી (અરૂણા) વૈજ્યંતિમાલા અજાણતામાં આશરો લે છે. બન્ને વચ્ચે પરિચય ને પછી પ્રેમ થાય છે. બેનને ઘેરથી ભાગવું એટલે પડે છે કે, એના કરોડપતિ નાનાજી (બિપીન ગુપ્તા) વર્ષો પહેલા અપાયેલા એક વચનને ખાતર દીકરીના લગ્ન ફરજીયાત દુષ્ટ પ્રાણ (પ્રાણ) સાથે કરાવવા માંગે છે, જે સહન ન થવાથી બેન ઘર છોડીને ભાગે છે.

હિંદી ફિલ્મોમાં એક ઍક્સિડૅન્ટથી હીરો કે હીરોઇનની યાદદાશ્ત જતી રહે અને ફિલ્મ પૂરી થવા આવે તે પહેલા બીજા એક્સિડેન્ટમાં એની યાદશક્તિ પાછી આવી જાય. (આવી સ્ટોરીવાળી દસેક હજાર હિંદી ફિલ્મો તો તમે ય જોઈ હશે! આ ગુમનામ યાદદાશ્ત દરમ્યાન અશોક એક જીપ્સી (ફિલ્મી ભાષામાં ખાનાબદૌશ) યુવતી રૂપા (પદ્મિની)ના પ્રેમમાં પડે છે. એની બહેન રાગિણીનું ફિલ્મમાં કે લાઇફમાં કોઈ કામ ન હોવાથી ખુદ ફિલ્મના દિગ્દર્શકે ય ચકરાવામાં પડે રાખે છે કે, વાર્તામાં આનું કામ શું છે? આને કામ શું આપવું?

પણ એ પદ્મિનીની બહેન હોવાને કારણે-ઉપરાંત સાઉથમાં એ જમાનામાં અત્યંત નામ કમાયેલી 'ત્રાવણકોર-સિસ્ટર્સ'પૈકીની ત્રીજી લલિતાને આ ફિલ્મમાં બોલાવાય એવું નહિ હોય, એટલે વધેલી બહેન રાગિણી કૉમેડિયન જ્હૉની વૉકરને ફાળવી દેવાય છે, પણ એમાં કાંઈ પ્રેમ-બ્રેમ પાંગરતો નથી. પ્રાણ વચ્ચે વચ્ચે લેવાદેવા વગરના હલાડા કરે રાખે છે અને ભારતભરની કોઈ પણ હિંદી ફિલ્મમાં બીજી સાઇડ-હીરોઇન હોય તો લીડ-હીરોઇન તો હીરોને જ મળે, એટલે વિલનનું બીજું કામે ય શું? પરિણામે, ફિલ્મ પૂરી કરવા પદ્મિની વિલન પ્રાણની ગોળીથી મરીને આ બન્ને હૈયાઓને ભેગા કરે છે. આ પદ્મિની એટલે, 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'વાળી...!

ફિલ્મ 'અમરદીપ'અગાઉ ૧૯૪૨-માં આવેલી હૉલીવૂડની ફિલ્મ 'રૅન્ડમ હાર્વેસ્ટ'ઉપરથી બની હતી, જેના હીરો-હીરોઇન હતા, રૉનાલ્ડ કૉલમેન અને ગ્રીયર ગાર્સેન. દેવ આનંદ એના સમયનો સૌથી વધુ લોકપ્રિય હીરો હતો. જો દિગ્દર્શક સારો મળ્યો હોય તો એ ઍક્ટર પણ સારો હતો... રાજ ખોસલાએ દિગ્દર્શિત કરેલી ફિલ્મ 'કાલાપાની'અને વિજય આનંદે બનાવેલી ફિલ્મ 'ગાઇડ'માટે એને શ્રેષ્ઠ અભિનેતા'નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. વૈજુ સાથે એની ત્રણ ફિલ્મો જ આવી. 'અમરદીપ', 'દુનિયા'અને 'જ્વૅલ થીફ'. આ ફિલ્મના દિગ્દર્શક સાઉથના ટી. એટલે કે, 'તટ્ટીનેની'પ્રકાશરાવ-જેણે વૈજ્યંતિમાલા-રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'સૂરજ'બનાવી હતી, તેમણે જ દેવ-વૈજ્યંતિ સાથે 'દુનિયા'બનાવી હતી.

દેવ પોતે કેવો સમર્થ અભિનેતા છે, એની એને પોતાને ખબર નહિ હોય, માટે જ એણે દિગ્દર્શિત કરેલી 'હરે રામા, હરે ક્રિષ્ણા'સુપરહિટ ગયા પછી એણે મનમાં ઠસાવી દીધેલું કે, ભારતભરમાં દિગ્દર્શક તરીકે ય એ જ સર્વોત્તમ છે, એમાં આટલી ઝળહળતી કરિયર છતાં, જીવનની છેલ્લી ૧૫-૨૦ ફિલ્મો સાવ કચરાછાપ બનાવી બેઠો... જાણવા છતાં કે, એનો ભાઈ ગોલ્ડી (વિજય આનંદ) એના કરતા જ નહિ, ફિલ્મનગરીના મોટા ભાગના દિગ્દર્શકો કરતા વધુ કાબિલ હતો, છતાં દેવે  બધું પોતાના નામે જ રાખ્યું.

દેવ આનંદ ક્યાં કોઈ હીરોથી કમ હતો? એણે ય એની છેલ્લી ફિલ્મ સુધી બદન પર ક્યાંય ચરબી આવવા દીધી નહિ. ઉંમરે એના ચેહરાનો સુંદર દેખાવ તો છીનવી લીધો, પણ અમિતાભ બચ્ચનની જેમ ચેહરો યુવાન જ દેખાય એ માટે દેવ આનંદ પણ બચ્ચનની માફક માથે વિગ પહેરતો. ગળાની કરચલીઓ ન દેખાય, એ માટે બચ્ચન યા તો ઉપલું બટન બંધ રાખે કાં તો સ્કાર્ફ પહેરી રાખે. દાંત તો બધા પડી ગયા એટલે દેવ આનંદ કે બચ્ચન પણ ચોકઠું પહેરે.

હોઠના ખૂણાઓ નીચે કરચલીઓ ન દેખાય માટે બકરા-દાઢી ઘણી કામમાં આવે. કોઈના ગળે ઝટ નહિં ઉતરે, પણ અભિનયની વાત આવે, ત્યારે એ જમાનામાં ઍક્ટરો કરતા આજના વાળાઓને મૅનરિઝમ્સ પોસાય પણ નહિ અને કોઈ ચલાવે પણ નહિ. રાજ કપૂરનું 'જી...જી', દિલીપ કુમારનું ખૂબ ગંભીર થઈને દાઢી ઉપર હાથ મૂકવો કે દેવ આનંદનું ટેઢા ચાલવું.

આજના ઍક્ટરો પણ આવા મૅનરિઝમ્સ કરે છે, પણ એ જમાનામાં વધારે પડતું હતું જેમ કે, આ ફિલ્મના 'દેખ હમેં આવાઝ ન દેના, ઓ બેદર્દ ઝમાને...'ગીત વખતે દેવ આનંદ કયા કારણથી પૂરા ગીત દરમ્યાન ઢીંચણોથી વળેલો જ રહે છે? આ કઇ અદા થઈ? દેવના હાથમાં એક પત્ર આવે તો સીધેસીધો પકડીને વાંચવાને બદલે, પહેલા તો ઝીણી આંખો કરીને પત્રના ચારે ય ખૂણાઓ ગોળ ગોળ ફેરવે શેના માટે?

અલબત્ત, આપણા આ બધા વાંધાવચકા અત્યારે કઢાય છે, પણ એ જમાનામાં તો દેવ આનંદની આ જ અદાઓ ઉપર આપણે સહુ ફિદા હતા... આપણને ય અભિનય નહિ, અદાઓ જોઇતી હતી. કમનસીબી એટલી જ નીકળી આવી કે, પોતાની છેલ્લી ફિલ્મ 'ચાર્જશીટ'સુધી દેવ એવું જ સમજતો રહ્યો કે, આજે ય લોકોને એની એ અદાઓ પસંદ છે! ભાઈ, એ જમાનામાં જે છોકરીઓ આ અદાઓ ઉપર ફિદા હતી, એ બધી પોતે ય ૭૦-૮૦ની ઉંમરની થઈ ગઈ... એના ગ્રાન્ડ-ચિલ્ડ્રનને આ અદાઓ સાથે કોઈ લેવાદેવા નહિ!

એવા ગમે તેવા વાંધાવચકા તમે કાઢો, એ હકીકત છે કે, ફિલ્મ હીરો-હીરોઇનો પાસે વૈભવ હોવા છતાં, ખાસ કરીને ખાવા-પીવામાં મજબુત સંયમો રાખ્યા, ત્યારે આવા શરીરો સચવાયા હોય! વૈજ્યંતિમાલા આ ઑગસ્ટની ૧૩મીએ ૮૩- વર્ષની થશે અને હમણાંનો એનો કોઈ ફોટો જોયો હશે તો શરીરની આટલી અદ્ભુત જાળવણી માટે એને માટે પ્રચંડ આદર થશે કે, કેવું સુંદર શરીર  એણે હજી જાળવી રાખ્યું છે!

અલબત્ત, જાળવણીની આ પ્રશંસા ઑલમોસ્ટ બધા ફિલ્મ કલાકારો માટે કરવી પડે એમ છે. તમારો મનગમતો હીરો કે હીરોઇન યાદ કરો... સળંગ કેટલા વર્ષોથી-આપણે એમને પહેલી વખત કોઈ ફિલ્મમાં જોયા હતા, તે એની છેલ્લી ફિલ્મ સુધી શરીર સૌષ્ઠવમાં કોઇ બદલાવ નહિ. અર્થાત્, રોજની નિયમિત કેટલી કસરતો, ખાવા-પીવામાં કાબુ અને કાળજી! આપણે પાણી-પુરીની લારીઓ કે ક્લબોમાં તૂટી પડીએ છીએ, એ બધા માટે એ લોકોએ જીવનભર કેવો કન્ટ્રોલ રાખ્યો હશે? ડાન્સ કરતી તો નથી, પણ હજી ડાન્સ કરી શકે, એવું શરીર વૈજુએ હજી જાળવી રાખ્યું છે-સ્ફૂર્તિવાળું! આ ફિલ્મનું સૌથી ઊજળું પાસું આ ત્રણે સાઉથી હીરોઇનોના ક્લાસિકલ ડાન્સીઝ છે. ફિલ્મના ડાન્સ-ડાયરૅક્ટર હતા, હીરાલાલ. ઘણું મોટું નામ.

જ્હૉની વૉકરની કહેવાતી કૉમેડી કાંઈ ઉકાળી શકી નથી. યસ. પ્રાણને ભાગે પૂરી ફિલ્મોમાં કોઈ ઍક્ટિંગ કરવાનો ચાન્સ નથી આવ્યો, છતાં એ પ્રભાવશાળી તો ખૂબ લાગે છે. એના જેવા કપડાં ભાગ્યે કોઇ હીરોને પણ શોભતા હતા. યસ. મોટા ભાગની ફિલ્મમોમાં એક વાતે તો સહુને હસવું આવે. જ્યારે પણ હીરોને કપાળમાં વાગે (કપાળમાં જ વાગે...!) ત્યારે ઘરમાં હજાર ગાભા અને ડૂચા પડયા હોય એને રહેવા દઈ, ફર્સ્ટ-એઇડ તરીકે બાજુમાં ઊભેલી હીરોઇન તાબડતોબ પોતાની સાડીનો પલ્લુ ફાડીને હીરોના કપાળે બાંધી દે... હસવું એટલે આવે કે, તરત જ બીજા દ્રષ્યમાં હીરોનું કપાળ જુઓ તો પાટો પેલીના સાડીના કટકાનો નહિ, બજારમાં મળતા ફર્સ્ટ-એઇડવાળો તૈયાર પાટો બંધાયો હોય! એટલું જ નહિ, જરા ધ્યાનથી જુઓ તો પછીના દ્રષ્યમાં હીરોઇનની સાડી ય ફાટલી ન દેખાય!

કમનસીબે, ફિલ્મના સંગીતકાર સી.રામચંદ્ર આવી વૈભવશાળી સ્ટારકાસ્ટ હોવા છતાં કાંઈ ઉકાળી શક્યા નથી. આપણી વખતના તમામ મોટા સંગીતકારો પૈકી સૌથી નબળો સ્ટ્રાઈક-રેટ અન્ના (સી.રામચંદ્ર)નો હતો. અર્થાત, એક ફિલ્મના ૮-૧૦ ગીતો હોય, એમાંથી માંડ એકાદ-બે સુંદર બન્યા હોય. મતલબ તો એવો થયો કે વર્ષમાં ૫-૭ ફિલ્મો આવી હોય તો બધું મળીને ૮-૧૦ ગીતો આજ સુધી યાદ રહ્યા હોય! વધુ આસાનીથી સમજવા માટે શંકર-જયકિશન કે નૌશાદના સ્ટ્રાઈક-રેટ્સ યાદ કરી જુઓ. ઈવન, મદન મોહન પણ નહિ! એક માત્ર અપવાદ ઓ.પી. નૈયર જ હતા, જેમની એક ફિલ્મના તમામે તમામ ગીતો હિટ થયા હોય, એવા તો અનેક દાખલા છે.

અન્ના માટે થોડી નવાઈ પણ લાગે કે, બે-ત્રણ અપવાદોને બાદ કરતા બધા ગીતો લતાને બદલે આશા ભોંસલે પાસે ગવડાવ્યા છે. (ફિલ્મમાં સી. રામચંદ્ર અને રાજીન્દર કિશનની જોડીનું કિશોર કુમારની ફિલ્મ 'પહેલી ઝલક'નું લતા મંગેશકરે ગાયેલું 'ના મારો નજરીયા કે બાણ, અકેલી આઇ પનિયા ભરન...'વૈજ્યંતિમાલાને રેડિયો પર સાંભળતી બતાવાઇ છે. રાતના દસ વાગ્યા છે ને પ્રાણને સુઇ જવાનો ટાઈમ થયો હોવાથી એ આખો રેડિયો ઉપાડીને જમીન પર પટકી દે છે.) કારણ એ હોઈ શકે કે, આ ફિલ્મ ૧૯૫૮-ની હતી ને એ જ અરસામાં લતા-અન્ના વચ્ચે કાયમી અબોલા થઈ ગયા હતા.

મુહમ્મદ રફી અનિલ બિશ્વાસ કે સલિલ ચૌધરીની જેમ સી.રામચંદ્રના માનિતા ગાયક ક્યારેય નહોતા. પણ રફીએ ઢગલો ગીતો એવા ગાયા છે, જે અન્ય ગાયકો માટે અઘરા જ નહિ, શક્ય પણ નહોતા ને ત્યારે આ સંગીતકારોને રફી પાસે જવું પડયું હતું. એક અર્થ એવો પણ થયો કે, રફીને કોઈ જરૂરત નહોતી આ સંગીતકારો પાસે જવાની, પણ આ લોકોને રફી વિના ચાલે એવું ય નહોતું. બધો ખેલ લતા મંગેશકરને ખુશ રાખવાનો ચાલતો હતો. એમાં વાંક અન્નાનો નહિ હોય પણ, 'ઇસ જહાં કા પ્યાર ભી જૂઠા...'ગીતમાં જ્હૉની વૉકરને રફી પ્લેબેક આપે છે અને દેવ આનંદને મન્ના ડે! ટુંકમાં... ઘણી મહેનત પછી બનાવેલી ફાલતુ ફિલ્મ!

ગાડી વેચવાની છે .

$
0
0

પોતાના પિન્ટુ માટે સેકન્ડ-હેન્ડ સ્કૂલ-બેગ લેવા આવ્યા હોય એમ એ બન્ને મારી ખખડધજ ફિયાટ ખરીદવા આવ્યા હતા. મને ફિયાટો વેચવાનો ને એમને ખરીદવાનો કોઈ અનુભવ હોય એવું બન્ને પાર્ટીઓને લાગ્યું નહિ. જુવાનજોધ દીકરી વળાવતી વખતે બાપ કેવો લાગણીભીનો થઇ જાય, એવો ભીનો હું લગરીકે થયો નહતો.

મરે તો માલ વળગાડવાનોહતો... આઈ મીન,મારા સ્વર્ગસ્થ સસુરજી પાસેથી શીખેલું બધું અત્યારે કામે લગાવવાનું હતું.

એમણે કારનો દરવાજો ખેંચી જોયો. મજબુત હતો, એટલે બાકીના ત્રણ દરવાજા ખેંચી જોવા એ બન્ને ગાડીની ગોળગોળ ઘુમ્યા. ગાડીને બદલે એમના કમ્પાઉન્ડનો ઝાંપો ખરીદવાનો હોય એમ એક એક દરવાજો હલાવી જોયો.થોડો ઝૂલતો હતો. હરપળે એમનું મોઢું કટાણું થયે જતું હતું.

'રંગ ઊખડી ગયો લાગે છે...!'એક આંગળી કારની બોડી ઉપર ઘસીને આંગળીના ટેરવાને નજીકથી જોઇને એ બોલ્યા. મારે તો દીકરી પરણાવવાની હોય, એમ ગાડીના તો ગુણગાન જ ગાવા પડે, 'રંગ ઊખડી ગયો નથી...થોડી ધૂળ ચઢી છે. એ તો બીજા બે-ચાર હાથ મરાવશો એટલે ગાડી નવા જેવી થઇ જશે.'

'છેલ્લે... શું લેવાનું છે, એ બોલી નાંખો ને...!'

'
જી...છેલ્લે નહિ... પહેલે જ પચાસ હજાર લેવાના છે... મેં અઢી લાખમાં લીધી'તી...'

'
બહુ કે'વાય... આવી ઠાઠીયા જેવી ફિયાટના પચ્ચા હજાર તે હોતા હશે ?... ગાડી તો ચારેબાજુથી ખવાઈ ગઈ છે... આ ગાડી એમાં બેસીને ચલાવવાની કે ઉપર છાપરે બેસીને...? ગાડીની સાથે બીજું શું શું આપશો ?'મારી ફિયાટ ખરીદવા આવેલા ગુજરાતી પતિ-પત્નીએ ફિયાટ સામે તુચ્છકારથી જોઇને પૂછ્યું.

'બીજામાં તો...મારૂં આખું ફેમિલી લઇ જાઓ...!'એવું ચોપડાવી દેવાનો ગુસ્સો તો આવ્યો, પણ રતન પોળના વેપારીઓ પાસેથી શીખ્યો હતો કે, ઘરાક તો ગમે તે કહે, આપણે ગુસ્સે નહિ થવાનું. ઊભેલી કારમાં બેસી સ્ટીયરિંગ મચડતા પેલાનીવાઇફે બીજો પ્રસ્તાવ મૂકી જોયો, 'દસહજાર તો બહુ કે'વાય..પણ પેટ્રોલની ટાંકી તો ફૂલ કરાવીને આપશો ને ?'હું ભૂલમાં પહેલા પચાસને બદલે દસ હજાર બોલી ગયોહોઉં, એવી સ્માર્ટનૅસથી બેનજી બોલ્યા.

મેં હિમ્મતપૂર્વક કહ્યું, 'બેનજી... પચાસ હજારથી ઓછું કાંઈ નહિ થાય... દસ હજારમાં તો આજકાલ ગાડીના ટાયર-ટયુબે ય નથી મળતા.'

'નાંખી દેવાનો ભાવ ના કહો... દસ હજાર બરોબર છે... રાખો, હવે. અમે કાયમ અહીંથી જ ગાડીઓ લઇએ છીએ..'પેલો ઢાલગરવાડમાં કપડાનો તાકો લેવા આવ્યો હોય, એવી બેરૂખીથી બોલ્યો.

પાછો મનમાં ગુસ્સો આવ્યો,'બહેનજી, આ દસ હજારમાં ડ્રાયવરનો પગારે ય આવી ગયો... રોજ હું ટાઈમસર આવી જઈશ...'એવું પણ થોડું કહેવાય છે ? ધંધો લઇને બેઠા છીએ તો ! તો ય એમના સવાલનો જવાબ તો મેં આપ્યો, 'કાયમ અહીંથી ગાડીઓ તમે લેતા હશો, પણ મારે કાર વેચવાનો ધંધો નથી... દસ હજારમાં તો મને ઘરમાં ય નથી પડી...પચાસથી ઓછું તો નહિ થાય...!'

મારા કરતા મારી ગાડીને વધુ ઓળખનારા દોસ્તોએ સલાહ આપી કે, 'આ ગાડી વેચવી જ હોય તો સાથે કોઈ ભેટયોજના મૂક...

પંદર-વીસ જણાને ભેગા કરીને 'હાઉસી'રમાડ ને ફૂલ-હાઉસવાળાને આખી ગાડી ઈનામમાં આપી દેવાની... ૨૦-૨૫ હજાર તો રમતા રમતા મળી જશે... આમ તો કોઈ નહિ અડે !'

'હા, પણ ઈનામમાં ગાડી લઇ ગયાપછી તો એ મરવાનો થાય ને ? ઠેઠ ઘેર મારવા આવે તો...?'
જમાનો એ હતો કે, પૂરા શહેરમાં માંડ કોઈ ૨૫-૫૦ ગાડીઓ (કાર) હતી. સ્કૂટરવાળા સામે અહોભાવથી જોવાતું કે, 'પૈસો બૈસો સારો કમાયો લાગે છે.. .

સ્કૂટર પોસાય છે તે...!'સાલ હશે કોઈ સિત્તેર-બિત્તેરની... અમે કૉલેજમાં હજી તો આવું-આવું કરતા હતા ને ફાધરે નવી નક્કોર સાયકલ રૂ. ૨૧૬/-માં અપાવી હતી.

બ્રાન્ડ ન્યુ વૅસ્પા સ્કૂટર પાંચ હજારમાં મળતું. નોંધાયા પછી છ વર્ષે આવતું એટલે જેની પાસે વધારાના હજાર-બે હજાર પડયા હોય, એ પૈસા કમાવા માટે વૅસ્પા નિયમિત બૂક કરાવી રાખતા.. પાંચના સીધા છ-સાડા છ હજાર આરામથી મળી જતા.

બે-અઢી હજારનો નફો એ જમાનામાં ફાલતુ નહોતો ગણાતો... (ફાલતુ તો આજે ય નથી ગણાતો !) સૉરી, પણ લેમ્બ્રેટાનો કોઈ ભાવ નહોતું પૂછતું.

અમે પહેલું સ્કૂટર સેકન્ડ-હૅન્ડ અઢી હજારમાં લીધું હતું. એ પછી મારા માટે કન્યા જોવાની ઘરવાળાઓમાં હિંમત આવી હતી, કે હવે તો છોકરાને કોઈ આપશે...! છોકરીવાળાઓએ પણ હવે હિંમત બતાવવા માંડી હતી.

મને જોવા આવનારાઓ પહેલા મારૂં સ્કૂટર જોવા માંગતા, ઊભેલા સ્કૂટરનું ગીયર બદલી જોતા, બ્રેકો મારી જોતા અને ખાસ તો પાછલી સીટની મજબુતાઈ જોઈ લેતા. એ જમાનો એવો હતો કે, કન્યાઓને સ્કૂટરવાળા છોકરાઓ જવલ્લે જ મળતા.

'સર-જી, આપને આ ફિયાટ શેને માટે જોઇએ છે ? આઈ મીન...ગાડી તો રોડ ઉપર ચલાવવા જ જોઇએ છે ને ?'મેં ઘણી નમ્રતાથી પૂછ્યું, એમાં એ ખીજાયા. 'શેને માટે એટલે...?'બાળમેળામાં મોતના કૂવામાં લાકડાના ખપાટીયા ઉપર ગોળગોળ ચક્કરો મારવા તો ગાડી નહિ જોઇતી હોય ને !'

'આપ ખોટું સમજ્યા. જો લગ્નના પર્પઝ માટે દીકરો પરણાવવા (આઈ મીન, દીકરાનું માર્કેટ ઊભુંકરવા) ગાડી જોઇતી હોય તો હું તમને દસ હજારમાં ય આ ગાડી આપી દેવા તૈયાર છું, સર-જી...! ગાડી જોઇને તો તો ભલભલી કન્યાઓ તમારા દીકરા માટે દોડી આવશે...

આજકાલની છોકરીઓને ગાડી વિનાનો તો મહારાજે ય જોઇતો નથી.'પહેલી વખત એની વાઇફને લાગ્યું કે, હું કોઈ સૅન્સની વાત કરી રહ્યો છું. એણે જમીન તરફ જોઇને કરૂણ સ્વરે કીધું, 'જોવા તો બધીઓ બહુ આવે છે, પણ પહેલો સવાલ એ પૂછે છે કે, 'કાર કઇ છે ?

...
આ તો મેં 'કુ... આવી ઠાચરા જેવી લઇ લઇએ તો બે-ત્રણ મહિનામાં ભંગારમાં વેચીય દેવાય...બાર માસના પેટ્રોલનો ખર્ચો ના પોસાય, 'ઇ... એટલે મેં...'કુ...પાંચ હજારમાં આપી દો તો અબ ઘડી પૈસા આલી દઉં...'
*  *  *
આમ તો ટૅમ્પો મંગાવીને માલની ડીલિવરી એમના ઘર સુધી કરી આપી. ઘેર ગયા પછી એ લોકોને તો છેતરાયાનો ભાવ લાગ્યો કારણ કે, મારી ફિયાટ હજી પોતાના પૈડાં ઉપર ઊભી થઇ નહોતી. એને રોડ ઉપર ચલાવવા માટે આવા ટેમ્પા જેવા વાહનની જરૂર પડતી, જેની ઉપર મૂકીને ફિયાટની બારીમાં અડધો હાથ બહાર રાખીને ફરવા નીકળી શકાય !

અમે લોકોએ મકાન તો ફૅમિલી સાથે તાત્કાલિક બદલી નાંખ્યું હતું... પેલો ગાડીના છુટા પડેલા સ્ટીયરિંગ સાથે મને મારવા નીકળ્યો છે.

સિક્સર
 -
ગઠબંધન ?
 - ઠગબંધન !


ઍનકાઉન્ટર : 19-08-2018

$
0
0

* ક્યારેય સંસદ કે ધારાસભ્યોને ત્યાં ઈન્કમટૅક્સની રેડ પડી હોવાનું સાંભળ્યું નથી !
- સહઅસ્તિત્વનો સવાલ છે.
(ધવલ જે. સોની, ગોધરા)

* બટાકા છોલી નાંખ્યા પછી એમાંથી સોનું નીકળશે, એવું રાહુલ ગાંધી કહેતા હતા... એ મશિન આવી ગયું ?
એ બટાકા કોને માને છે, એ જોયા પછી ખબર પડે.
(રઘુવીર પઢિયાર, મેહસાણા)

* આત્મહત્યા કરવા કરતા સરહદ પર જઇને દેશ માટે મરી ફીટવું જોઇએ... સાચું ?
જાઓ ત્યારે કહેતા જજો.
(જતિન દેસાઇ, વલસાડ)

* એ સમજાતું નથી કે, ૨૦૧૯-ની ચુંટણી પછી કોંગ્રેસવાળા ક્યાં જશે ?
- ગઠબંધનવાળા બધા અત્યારથી લડવા માડયા છે... જોવાનો મજો પડે છે !
(રાજન ચૌધરી, સુરત) અને (નૅવિલ ભરોદિયા, પોરબંદર)

* જીન્સ, શૉર્ટ્સ કે કૅપ્રી પહેરતી આજની મમ્મીઓ સંતાનોને પહેલાની સીધીસાદી મમ્મીઓ જેવા સંસ્કાર આપી શકે ?
- એમનો પપ્પો પહેલાની મમ્મીનું વધારે ધ્યાન રાખે છે કે આજનીનું...એ જોવું પડે.
(ડૉ. શૈલજા એ. ઠક્કર, અમદાવાદ)

* ખારી સિંગનું હવે બહુ મહત્વ કેમ રહ્યું નથી ?
- એનો સ્વભાવ ! સિનેમામાં બેઠા પછી બધા ભાંડા ફોડવા માંડે છે.
(જગદિશ કપૂરીયા, વટવા)

* 'યોગ'માટે મન શાંત જોઇએ ને મન માટે આર્થિક સ્થિરતા...! મેળ ના પડે...!!
-આવું હોય ત્યારે લગ્ન તાબડતોબ કરી લેવા જોઇએ.  
(ચિરાગ સુવેરા, મેઘરજ)

* બ્રહ્માંડના બીજા ગ્રહોવાળા આપણા વિશે જાણતા હશે ?
- જાણતા હોય તો ય શું તોડીને ભડાકા કરી લીધા ?
(જગજીવન મેતલીયા, ભાવનગર)

* આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દુનિયા આખીએ ભાગ લીધો... રાહુલે કેમ નહિ ?
- લીધો હતો...! એ દિવસે એમણે 'જીવબાળાસન'નામના યોગ ચાલુ રાખ્યા હતા.
(રજનીકાંત ભૂંડીયા, દ્વારકા)

* ભારતીય લશ્કર માટે બુલેટપ્રૂફ જૅકેટ્સ પૂરતા પ્રમાણમાં છે ?
હતા... પણ મોટા ભાગના જૅકેટો નેતાઓ વાપરે છે.
(મહેશ આર. રાવલ, અમદાવાદ)

* ડાયરામાં કાંસીજોડાં લોકસંગીતનો અપૂર્વ તાલ છે ને ?
- નાનકડાં મંજીરાનું મહત્વ સહેજે ઓછું નથી
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

*
સ્ત્રીસશક્તિકરણના પ્રમાણમાં પુરૂષશક્તિકરણ વધી રહ્યું હોય, એમ નથી લાગતું ?
જાહેરમાં કોઇ પરણેલો પુરૂષ આનો જવાબ આપી ન શકે.
(આંગી દોશી, વડોદરા)

* 'ઊલટા ચશ્મા'માં ટપુના જન્મ પહેલા દયા જેઠાલાલને શું કહીને બોલાવતી હતી ?
- ભારતીય સંસ્કૃતિને જે શોભે એવા સંબોધનથી.
(જીગર જૈન, ગાંધીનગર)

* ઇ.સ. ૨૦૧૯-ની ચૂંટણીમાં ભાજપને કોણ જીતાડશે ? મોદી કે રાહુલ...?
સરખામણી કરવી યોગ્ય નથી. રાહુલજીનું મોદી કરતા તો લાખગણું ઊંચું નામ છે... હારવા અને હરાવવા માટે !
(ઍલ.ડી. ભરવાડ, રાધનપુર)

* શાકાહાર અને માંસાહાર... કયું વધુ યોગ્ય ?
- ભારત સિવાયની મોટા ભાગની દુનિયા માંસાહારી છે ને એ બધા તંદુરસ્ત છે. હું પોતે સ્ટ્રિક્ટ-શાકાહારી છું, પણ તેથી માંસાહારનું મહત્વ ઓછું સમજતો નથી.
(વિપીન એચ. મેહતા, રાજકોટ)

* અમદાવાદમાં પહેલો વરસાદ થતા જ બાળકો અને રોડ-કૉન્ટ્રાકટરોમાં આનંદની લાગણી...!
- હા, પણ પહેલો પડે પછી વાત !
(ભૌમિક શાહ, વલસાડ)
* 'બાહુબલિ-૩'માં હીરો તમને લે, તો હીરોઇન માટે કોનું નામ સૂચવશો ?
-મારા માપમાં હીરોઇન તમન્ના નહિ, માહિષ્મતિની રાજરાણી શિવગામી (રમ્યા ક્રિષ્નન) આવે... ચલાવી લઇશું એ તો !
(હિતેશ ઓઝા, રાજકોટ)

* રાહુલ ગાંધીને લાયકાત કરતા વધુ મહત્વ મળી રહ્યું હોય એવું નથી લાગતું ?
- ના. ગમે તેમ તો ય એ પરાજીત સેનાનો પતિ છે.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* આરક્ષણ અંગે શું માનો છો ?
- હવે બ્રાહ્મણો અને વૈષ્ણવો બાકી રહ્યા...
(પાર્થ દેસાઇ, જૂનાગઢ)

* સાઠે બુધ્ધિ નાઠે... તમને તો ૬૭-થયા. કેમનું છે ?
- હા. હજી બાળોતીયાં ભીના કરી નાંખતા બાળકોના જવાબ આપું છું.
(કંદર્પ દેવાશ્રયી, દુબાઇ-યુએઇ)
* મારા પત્ની જામનગરના છે. ક્યારેય સખણા રહેતા નથી. મારે શું કરવું ?
- હાઆ...શ ! મારા જામનગર માટે મારૂં માન વધ્યું.
(આર.જી. ચૌહાણ, ભૂજ)

* તમારૂં મનપસંદ પર્યટન સ્થળ કયું ?
- કોઈ લઈ જતુ હોય તો સ્વર્ગ - નર્ક સિવાયનું બધું
(દિલીપ ડાભી, ભાભર)

* પૅટ્રોલના ભાવ ક્યારે ઘટશે ?
- યુ.એ.ઇ. સિવાય બધે વધશે.
(રવિ સુહંદા, જામનગર)

* જેલમાં શું હોય ?
કયારેક કેદીઓ હોય પણ ખરા    
(કલ્પેશ તળપદા, વણથલી)

બસ કરો, બચ્ચન.

$
0
0

રોજ વહેલી પરોઢે કેડ ઉપર સૂંડલો ભરાવીને કાગળના ડૂચા વીણનારી બાઈ, હાથમાં જે આવે એ ડૂચા ઉપાડીને ટોપલામાં નાંખતી જાય એમ, આજકાલ આપણા બચ્ચનબાબુ ટીવી પર જે મળે એ એડ.ભેગી કરવા માંડયા છે. શંકા પડે કે, કાલ ઉઠીને પૈસા મળે તો અમિતાભ બચ્ચન રસ્તા ઉપરથી કાગળના ડૂચા વીણવાની ય એડ. કરે.

આવા ડૂચામાં તો ગઈ કાલે રાત્રે કોઈએ ફેંકી દીધેલી એંઠી ભેળનુ પડીકું ય હોય ને કચરાવાળો રદ્દી કાગળ પણ હોય ! 'તમે લઈ ગયા ને અમે રહી ગયા'જેવી નૌબત બચ્ચનબાબુની આવી ગઈ હોય એમ સાપને નોળીયા મળી રહે છે. કમબખ્તી એ છે કે, લેવલ પ્રમાણે બચ્ચનની સરખામણી જંગલના શેર (સિંહ-વાઘ) સાથે થવી જોઈએ, એને બદલે એ પોતે જ ઉંદર- બિલ્લીના લેવલે આવી ગયો છે.

કોઈ જાજરમાન જોધપુરી શૂટ કે હિંદી ફિલ્મોની ભાષામાં 'પચાસ લાખ ના હીરા'ની એડ. ફિલ્મ કરતા હોય ત્યાં સુધી સહન થઈ જાય એવું છે કે, ''ઇ... આ માણસની પર્સનાલિટી એવી શાહી છે કે, આવો શૂટ અને આવો ડાયમન્ડ એને જ શોભે.

પણ માણસ બદલાયો છે. પૈસા મળે છે ને, એટલે બજારમાં મળતા તદ્દન ફાલતુ માલસામાનની જાહેર ખબરે ય આ માણસ છોડતો નથી. હાલમાં ભૂખે મરવાના દિવસો ચાલી રહ્યા હોય તો સમજીએ કે, 'બેગર્સ આર નો ચૂઝર્સ', (ગુજરાતી અનુવાદ : ભિખારીઓને ભીખનો માલસામાન પસંદ કરવાનો હક્ક નથી.) એનો ટેસ્ટ જોઈને લાગે છે કે, બચ્ચન પાસે તમે ખિસ્સાં કાપવાની બ્લેડની જાહેરાત કરાવો તો ય ના નહિ પાડે. ઘરમાં ચાર જણા છે અને ચારે ય તગડું કમાય છે.

પત્ની જયા બચ્ચનની સંપત્તિ તો એના ગોરધન અમિતાભ કરતા ય અનેકગણી વધારે છે. પુત્ર અભિષેક અને વહુ ઐશ્વર્યાની એક દિવસની કમાણી આપણા જેવા કરોડોની વર્ષની કમાણી ય નથી હોતી. જે લેવલની જાહેરાતોમાં બચ્ચન મોડેલિંગ કરે છે. એ જોતા તો આખું કુટુંબ અનાજના દાણે દાણે ભૂખે મરતું હશે, એવું લાગે. યસ.

એક જાહેર ખબરમાં ચમકવાના હાલમાં એ જે કાંઈ પૈસા લેતો હશે, એનાથી ચાર ગણા કોઈ સન્માનભરી પ્રોડક્ટ માટે કરે તો કાંઈ ખોટું નથી. એની જ અદભુત ફિલ્મ 'શરાબી'નો એક સંવાદ એના (એ વખતના) વ્યકિતત્વને ઉજાગર કરે છે. અબજોપતિ બાપના દીકરામાથી સડક પર આવી ગયેલા અમિતાભને ઉદ્યોગપતિ (સત્યેન કપ્પૂ) પોતાની સાથે જોડાવવા ઓફર કરે છે, ત્યારે સદીઓ સુધી યાદ રહી જાય એવો સંવાદ બચ્ચન બોલે છે, 'ગોવર્ધન સેઠ.. મૈં ભી બિઝનેસમેન કા બેટા હૂં... અભી અભી સમંદર છોડકે આયા હૂં... ઔર સમંદર મેં તૈરનેવાલે કૂઓં ઔર તાલાબોં મેં ડૂબકીયાં નહિ લગાયા કરતે.

જે બચ્ચનને આપણે 'ચીની કમ'કે 'સરકાર'ના સમન્દરમાં તરતો જોયો છે, એને ભોજપુરી ફિલ્મના ખાબોચીયામાં સાઈડ-એક્ટર તરીકે જોવા પડે, એ એનાથી સહન થતું હશે, આપણાથી ન થાય !

અર્થાત, અમિતાભ બચ્ચન એક એવું વ્યકિતત્વ છે કે, દાંતના ચોકઠાંની જાહેર ખબરમાં ન શોભે. લખનૌના નવાબની પર્સનાલિટીમાં જોવો ગમે... ગરબડ એ વાતની ચાલે છે કે, એના ઉપર આપણો આદર એના કયા વ્યકિતત્વથી વધે ? 'ગલે કી ખરાશ મીટાને કે લિયે'કોઈ પ્રોડક્ટની જા.ખ.માં એને કોગળા કરતો કે ઊલ ઉતારતો જોવાથી કે દુનિયાની સૌથી મોંઘી કાર 'બુગાટી'ની જાહેર ખબરમાં ? આપણા બચ્ચનબાબુ પાસે હજી સુધી કોઈ જુલાબની ગોળી બનાવનારી કંપની ગઈ લાગતી નથી... 'એંએંએ... રાત કો એક ગોલી ખાઈયે ઔર સુબહા અપને આપ ઉઠ જાઈએ..'હા-પેટ સાફ કરવાના ચૂરણની જા.ખ.માં એ આવે છે.

ખલનાયક એકટર પ્રાણે એમના જમાનાના એકટરોની સરસ વાત કરી હતી કે, એમના વખતની ફિલ્મોમાં હીરો-હીરોઈનો જ નહિ, સાઈડ-એક્ટરો પણ જાહેરમાં ભાગ્યે દેખાતા. એમની એક એક તેહઝીબ જળવાતી. હવેના ફિલ્મસ્ટાર્સ ચોપાટી ઉપર ભેળપુરી ખાતા કે પાનના ગલ્લે ઉભેલા જોવા મળે.

ફાલતુ ટીવી-શોમાં એ લોકો એટલી બધી વખતે હાહાહિહિહૂહૂ કરતા જોવા મળે છે કે, એમના ચાહકોને એમને જોવાની તલબ ન રહી. રાજ કપૂર, દિલીપ કુમાર કે દેવ આનંદ મુંબઈમાં ય જાહેરમાં જવલ્લે દેખાતા.

ટીવી તો હતા નહિ, પણ મેગેઝિનોની જાહેરખબરોમાં એ ત્રણે કદી નથી આવ્યા. અશોક કુમાર સિગારેટની કે કિશોર કુમાર 'બ્રિલ્ક્રીમ'ની જા.ખ.મા એકાદ વખત ચમક્યો હતો. માત્ર હીરોઈનો તરસતી રહેતી કે નહાવાના એક સાબુની જા.ખ.માં ક્યારે એમનો ચાન્સ લાગે ! ને તો ય, એમની એક ગરિમા જળવાતી.

એ જ નંદાઓ, સાધનાઓ કે વૈજ્યંતિમાલાઓ અગાશીના દોરડા ઉપર કોઈ વોશિંગ પાવડરથી ધોયેલા લેંઘા-ઝભ્ભા સૂકવતી હોય, એ ક્યાંથી સહન થાય !

ઘણા બધાનો રોષ-ગુસ્સો અમે વર્ષોથી વહોરી રહ્યા છીએ, ખુલ્લેઆમ એવો મત પ્રગટ કરવા માટે કે, હિંદી ફિલ્મોમાં આજ સુધી અમિતાભ બચ્ચનથી વધારે સારો 'અભિનેતાકોઈ આવ્યો નથી. અમારા સૌથી વધુ લાડકવાયા એક્ટર તો દાદામોની-અશોક કુમાર છે, પણ એમના કરતા ય અમિતાભ બચ્ચન એક 'એક્ટર'ની હૈસિયતથી માઈલો આગળ છે.

રાજ, દિલીપ કે દેવ પણ નહિ. નમ્રતા કે દંભથી ખુદ અમિતાભે ય કોઈ બીજા એકટરને પોતાનાથી વધુ ઉમદા ગણાવતો હોય તો એની સાથે ય સહમત થવું અમારા માટે જરૂરી નથી. પેલા લોકોના જમાનામાં ફિલ્મો એવી બનતી હતી કે, પ્રેમલા-પ્રેમલીથી આગળ ભાગ્યે જ કોઈ અભિનય કરવાનો આવતો, જ્યારે બચ્ચનબાબુએ હિંદી ફિલ્મોમાં માની ન શકાય એટલા વિવિધ કિરદારો તગડી સંખ્યામાં કર્યા છે. 

એના હાઈટ-બોડી, ઘટ્ટ છતાં મીઠા લાગે એવા રોકડા રૂપિયા જેવો અવાજ, તદ્દન અલગ હેરસ્ટાઈલ અને ફિલ્મે ફિલ્મે એકબીજાથી ભિન્ન કિરદારો કરવામાં બચ્ચનનો કોઈ સાની નથી.

ફિલ્મ 'આનંદ'અને 'ઝંજીર'થી શરૂ કરીને 'ચીની કમ'કે 'વઝીર'જેવા રોલ બીજા ક્યા એકટરોએ કર્યા છે ? લતા મંગેશકરના આવ્યા પછી સંગીતકાર અનિલ બિશ્વાસે કહ્યું હતું કે, 'હવે અમારી તર્જોને ન્યાય આપી શકે એવો એક કંઠ મળી ગયો.'એજ થીયરી બચ્ચન માટે ય લાગુ પડી શકે. એકટરો તો પહેલા ય હતા, પણ ફિલ્મો માટે જે તે કેરેક્ટર વાસ્તવિક બનાવી શકે, એ તો એક માત્ર બચ્ચન જ આવ્યો, તે પછી ખાસ એને માટે રોલ લખાતા થયા. તે પણ કોઈ બે- ચાર ફિલ્મોના કિરદારો માટે નહિ, 'સરકાર', 'દીવાર, 'અગ્નિપથ'પિન્ક' કે 'ત્રિશૂલ'જેવા રોલ બીજા કયા હીરોને સેટ થાત ?


'આ લેવલ'નો અમિતાભ પેટ સાફ કરવાના ચૂરણની પડીકીઓ વેચવાનું મોડેલિંગ કરે ? કબુલ કે, આમાં અનૈતિક કાંઈ નથી. પૈસા મળતા હોય તો અજય દેવગન પણ 'દાને દાને મેં હૈ કેન્સર કા દમ'ની એડ. કરે, આપણે ક્રિકેટ જોવાનું પર્મેનેન્ટલી બંધ કરીએ ત્યાં સુધી શુધ્ધ પાણી પીવડાવવા માટે હેમા માલિની ક્રિકેટ મેચમાં વચ્ચે પચાસ વખત આવીને, સબ સે શુધ્ધ પાણીના કોગળા કરે છે. 'મરીશું ત્યાં સુધી આ 'સબ સે શુધ્ધ પાની'તો નહિ જ પીએ, એવો ત્રાસ આપે છે. ઇંગ્લેન્ડમાં હેમા માલિનીવાળું 'સબ સે શુદ્ધ પાની'પીવાને કારણે તો આપણે હાર્યા, એવું ઘણા ક્રિકેટ- ફેન્સ માને છે... એ લોકો હેમામાં ધ્યાન રાખે કે 'સબ સે શુધ્ધ પાની'માં !

અમિતાભના સ્વર્ગસ્થ પિતા શ્રી.હરિવંશરાય 'બચ્ચન'કવિ હતા. 'મધુશાલા'વિષયે એમનો કાવ્યસંગ્રહ જગપ્રસિધ્ધ છે. એમણે જો કે, કવિતાઓ કે મધ અથવા શરાબના પ્રચાર માટે મોડેલિંગ કર્યું નહોતું. ગુજરાતનો ઇતિહાસ બતાવે છે કે, આજ સુધી એકે ય કવિ-લેખક પાસે કોઈ બુધ્ધિમાન કંપનીએ મોડેલિંગ કરાવ્યું નથી, ખાદીના લેંઘા-ઝભ્ભાનું કે બોલપેનનું ય નહિ ! આ અછત જીંદગીભરની રહી ગઈ હોવાને કારણે અનેક કવિ-લેખકોના ફોટા એમના પોતાના ગાલ ઉપર ફાઉન્ટન-પેન અડાડીને પડાવેલા તમે જોયા હશે.

એમાં ય પાછા જોતા હોય, વિચારમગ્ન દશામાં છત ઉપર ! ખાદીગ્રામોદ્યોગવાળાઓને ય પોતાનો માલ વેચવો હોય છે, એટલે કોઈ કવિ- લેખકોને રેમ્પ-વોક કરાવ્યું નથી કે સિલ્કના ઝભલાં પહેરાવીને મોડેલિંગ કરાવ્યું નથી, ત્યારે આટલો ય માલ વેચાય છે.

પણ જે ને તે પ્રોડક્ટ માટે મોડેલિંગ કરતો હોવાથી સરખો ભાવ કરાવીને ગુજરાતી કવિ- લેખકોએ બચ્ચનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. વ્યાજબી ભાવે કરી આપતો હોય તો બચ્ચનના કંઠે ગુજરાતી કવિઓએ પોતાની રચનાઓ ટીવી પર ગાવા બચ્ચનબાબુનો સંપર્ક કરવો જોઈએ. જે દંતમંજન માટે જાહેર ખબર કરતો હોય તે કાવ્યમંજન માટે શું નહિ કરે ? એને તો પૈસા સાથે મતલબ છે ને !

અલબત્ત, બચ્ચનને વિષય-વૈવિધ્યનો વાંધો ન હોવાથી ખાસ તો અમદાવાદ શહેરમાં ગેરકાયદે લારીગલ્લાની તોડફોડ કે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા, સમયસર ટેક્સ ભરવા કે પાણીનો બગાડ ન કરવાની ટીવી પર જાહેરખબરો આપી શકાય... અને અપીલ અમિતાભ નામનો બચ્ચન કરતો હોય તો પાનની પિચકારી મારનારો અડધી પિચકારી પાછી ખેંચી લેશે, એની તો ગેરન્ટી !

સિક્સર
ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટ હાર્યા, એમાં અડધા ભારતને ક્રિકેટ આવડી ગયું.. કોને કાઢવા જેવો છે ને ઇન્ડિયાએ હવે ક્રિકેટને બદલે તીનપત્તી રમવા જેવી છે, એ બધી સલાહો વગર માંગે મળશે !
- ને તો ય, આજે ટેસ્ટ- ક્રિકેટ અને વન-ડેમાં આપણે વર્લ્ડ- નંબર વન છીએ..!

'છોટી બહેન'('૫૯)

$
0
0

ફિલ્મ   :  'છોટી બહેન'('૫૯)
નિર્માતા- દિગ્દર્શક    :   પ્રસાદ પ્રોડક્શન્સ (મદ્રાસ)
સંગીતકાર  :   શંકર- જયકિશન
ગીતકારો   :   શૈલેન્દ્ર- હસરત
રનિંગ ટાઈમ: ૧૫- રીલ્સ
થીયેટર   :    લાઇટહાઉસ (અમદાવાદ)
કલાકારો  :  નંદા, બલરાજ સાહની, રહેમાન, મેહમુદ, શુભા ખોટે, ધૂમલ, રાધાકિશન, શ્યામા, સુદેશ કુમાર, વીણા, બદ્રીપ્રસાદ, હરિ શિવદાસાણી, ત્રિદીપ કુમાર, કઠાના, શીલા વાઝ, રવિકાંત, કુંવર કેશવ (કેશવ રાણા), જીવનકલા અને કંચનમાલા

ગીતો
         ભૈયા મેરે, રાખી કે બંધન કો નિભાના...    લતા મંગેશકર
         ઓ કલી અનાર કી નાઇતના સતાઓ...   આશા- મન્ના ડે
         બડી દૂર સે આઈ હૂં, મૈં તેરા દિલ બહેલાને...      લતા મંગેશકર
         મૈં રંગીલા પ્યાર કા રાહી, દૂર મેરી મંઝિલ...        લતા- સુબિર સેન
         બાગોં મેં બહારોં મે ઇઠલાતા ગાતા આયા કોઈ...           લતા- કોરસ
         મૈં રીક્ષાવાલા, હૈ ચાર કે બરાબર...            મુહમ્મદ રફી
         યે કૈસા ન્યાય તેરા દીપક તલે અંધેરા...  લતા મંગેશકર
         જાઉં કહાં બતા અય દિલ, દુનિયા બડી હૈ સંગદિલ..      મુકેશ
ગીત નં ૧ અને ૭ શૈલેન્દ્રના, બાકીના હસરત જયપુરીના.

પોકો મૂકી મૂકીને રડવું હોય તો હિંદીમાં બનેલી મદ્રાસની કોઈ પણ ફિલ્મ જોવી. સિનેમાના એવરેજ ૭૦૦-પ્રેક્ષકોની આંખોમાં ચારે ચાર શોમાં મરચાની ભૂકી નાંખીને રડાવવાનું મદ્રાસી નિર્માતાઓને મોંઘુ પડે, એટલે સામાજીક ફિલ્મોમાં મારીમચડીને કરૂણા લાવીને તમને ધરાર રોવડાવે. તદ્દન અવાસ્તવિક લાગે, એવી કરૂણ ઘટનાઓ ઉમેરી ઉમેરીને પ્રેક્ષકોને અધમૂવા કરી નાંખે.

ફિલ્મ 'ભાભી'ના રીવ્યૂ વખતે તમને ચેતવણી આપી દીધી હતી કે, મદ્રાસની ફિલ્મોમાં આવી રોક્કળ તો રહેવાની. આમાં તો કોમેડીના ત્રણ ગજરાજો મેહમુદ, ધૂમલ અને ધી ગ્રેટ રાધાકિશન હોવા છતાં એકાદ અપવાદને બાદ કરતા મોંઢું ય મલકાય નહિ, એવી ફાલતુ કોમેડી હતી. ફિલ્મની કહેવાતી વાર્તા, ઇન્દર રાજ આનંદે (લેખક-દિગ્દર્શક, એકટર ટીનુ આનંદના ફાધરે) લખી હતી.

આ રાધાકિશનના નામની આગળ ખાસ વિશેષણ 'ઘી ગ્રેટ'લખ્યું છે, પણ આજના મોટા ભાગના વાચકોએ તો એનું નામ પણ નહિ સાંભળ્યું હોય. કોમિક-વિલન તરીકે એવા જ એકટર યાકુબ કરતા ય રાધાકિશન પ્રેક્ષકોનો વધુ લાડકો. નાકમાંથી 'રામરામરામ'બોલવાની એની મેનરિઝમ્સ પૂરા દેશમાં મિમિક્રી- આર્ટિસ્ટો માટે બ્રેડ-બટર હતી. ખાસ કરીને મારવાડી કંજૂસ શેઠના કિરદારમાં તો રાધાકિશન જ હોય ! મેહમુદ તો ચાલુ ફિલ્મે પણ એની મિમિક્રી કરતો. (આ ફિલ્મના એક દ્રષ્યમાં મેહમુદે રાધાકિશન જેવું મોઢું અને અવાજ કાઢીને પ્રેક્ષકોને હસાવ્યા છે.) વર્ષો પહેલા, આ જ કોલમમાં એક કરૂણ- રમુજ બની ગયેલી.

મોટા ભાગે આર્થિક તંગીથી કંટાળીને રાધાકિશને મુંબઈમાં પોતાના ફલેટના ૧૪-મા માળેથી રસ્તા ઉપર કૂદીને આત્મહત્યા કરી હતી. સામાન્ય રીતે, જે તે લેખ વાચકને ગમ્યો/ન ગમ્યો, એવું મોટા ભાગે કોઈ ન કહે, પણ લેખમાં જો એકાદી ભૂલ તેમને પકડાઈ કે તરત જ ટપાલ લખીને લેખકનું 'નમ્રતાપૂર્વક'ધ્યાન દોરે. 'સાહેબ, રાધાકિશને ૧૪-મા નહિ, ૧૩-મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.. !'દેવ આનંદનો લાડકો અદાકાર હોવાથી શરૂઆતની ઘણી ફિલ્મોમાં રાધા હતો, ખાસ કરીને ફિલ્મ 'એક કે બાદ એક'માં એની ખલનાયકી પ્રેક્ષકોમાં રાડ નંખાવી દેતી હતી.

અલબત્ત, અદાકારી અને દેખાવમાં મને રહેમાન ખૂબ પ્રભાવશાળી લાગતો હતો... એટલે સુધી કે, રાજકુમાર જેવા બાદશાહ સામે ફિલ્મ વક્તમાં ચિનોય સેઠનો રોલ કેવળ રહેમાનને જ શોભે. નવાઈ લાગી શકે એમ છે, પણ ફિલ્મનગરીમાં બે કલાકારો એવા હતા. જેમણે પૂરી કરિયરમાં એકાદ- બે નાના અપવાદોને બાદ કરતા ગરીબોના રોલ જ ન કર્યા, જેમ કે મીના કુમારી- અશોક કુમાર સાથેની ફિલ્મ 'આરતી'માં પ્રદીપ કુમાર અને રાજ કપૂરની ફિલ્મ 'ફિર સુબહ હોગી'માં રહેમાન. બાકી આ બન્નેએ શહેનશાહો કે ઉદ્યોગપતિ કે બોસના કિરદારો વધુ કર્યા છે. રહેમાન દેખાવડો ખૂબ હતો. પહોળા ખભા, દાણાદાર અવાજ, સાવ વિચિત્ર અને ભરપુર તેલ નાંખેલી લાંબા વાળ સાથેની હેરસ્ટાઈલ અને આપણા બધાથી ઊંધા આકારે અર્ધગોળાકાર ફરે, એવી આંખોની ભ્રમરો આ પશ્તુન પઠાણ પાસે હતી.

આ બધામાં અભિનય લાજવાબ ! એ યાદ તો રહી જશે, ગુરૂદત્તની ફિલ્મો ને ખાસ તો 'સાહિબ, બીબી ઔર ગુલામ'ના એના અનોખા કિરદાર અને લીલા નાયડુ- સુનિલ દત્તની ફિલ્મ 'યે રાસ્તેં હૈ પ્યાર કે'માં એની ખલનાયકી માટે. એ લાહૌરનો પઠાણ હતો. ગ્રેજ્યુએટ થયેલા આ 'સઈદ રહેમાન ખાન'નું સાસરૂં અમદાવાદના દરિયાપુરમાં હતું. કહે છે કે, પાછલી અવસ્થાની બિમારી અને બેહદ શરાબને કારણે બહુ દયાજનક અવસ્થામાં એનું મૃત્યુ થયું... એટલે સુધી કે, એની છેલ્લી બિમારીના ઇલાજ માટે એની પ્રેમાળ પત્ની પાસે ફૂટી કોડી પણ નહોતી. એક મજાની નવાઈ લાગી શકે છે કે  ૪૦- ના દશકમાં ફિલ્મોમાં કોઈ કામ મેળવવા નવા નવા આવ્યા ત્યારે પૂણેંના ખોબા જેવડા એક મકાનમાં દેવ આનંદ, ગુરૂદત્ત અને રહેમાન સાથે રહેતા હતા. દેવ અને રહેમાનને જીવનભર ખાસ કાંઈ બન્યું નહિ, પણ ગુરૂદત્ત અને રહેમાન આજીવન દોસ્તો રહ્યા.

ફિલ્મ 'છોટી બહેન'નો ટ્રેડિશનલ હીરો તો બલરાજ સાહની કહેવાય. ચહેરો સુંદર અને પ્રભાવશાળી, પણ હીરો માટે ન ચાલે એટલું મોટું કપાળ... ખાસ તો કાયમી ઘરડો લાગે એવો ચેહરો. આ ફિલ્મ 'છોટી બહેન'ની છોટી એટલે નંદા અને એના ત્રણ ભાઈઓ એટલે બલરાજ અને રહેમાન. મેહમુદ કઝિન એટલે કે નાલાયક રાધાકિશનનો હોનહાર સુપુત્ર, જે નંદાને સગી બહેનની જેમ રાખે છે. મેહમુદ હસાવી શકે, એવા નથી તો એને કોઈ સંવાદો અપાયા, નથી સીચ્યુએશન અપાઈ.

ધૂમલને પરાણે ઉભો રાખ્યો છે. અલબત્ત, શુભા ખોટે સાથેની આ ત્રિપુટીની શરૂઆત આ ફિલ્મથી થઈ હતી. સારો લેખક અને દિગ્દર્શક મળી જાય તો આ ત્રણે પ્રેક્ષકોને હસાવી હસાવીને પિદુડી કાઢી નાંખે, એની મોટી સાબિતી આશા પારેખ- જોય મુકર્જીવાળી ફિલ્મો 'ઝીદ્દી'અને 'લવ ઇન ટોક્યો.'નો ડાઉટ એમની બધી કોમેડી સ્થૂળ હતી. પણ ખડખડાટ હસવું તો સ્થૂળ કોમિકમાં જ વધુ આવે !

શ્યામાં ખૂબસુરત કરતા સેકસી દેખાવની વધુ હતી. હર્યુંભર્યું શરીર એની મોટી એસેટ હતી. બુધ્ધિમાં બેવકૂફ નીકળી, એટલે બધા એનો લાભ લઈને છુ થઈ ગયા. એ વાત જુદી હતી કે, શ્યામા સામે ચાલીને લાભ લેવા પણ દેતી હતી.

એ જમાનામાં મોટા ભાગની ફિલ્મોમાં જયારે કોઈ સુશીલ, હેન્ડસમ, જરા સ્ત્રૈણ્ય લાગે અને બારમાસી રોતડ લાગે એવા સાઈડીની જરૂર પડતી, ત્યારે મદ્રાસ બાજુના એક સામાન્ય એક્ટર સુદેશ કુમારને લેતા. એનું મોટામાં મોટું પ્રદાન ગણવું હોય તો એ કે, સુરીલા સંગીતકાર સરદાર મલિકે (અનુ મલિકના ફાધર) મૂકેશ પાસે આજીવન અમર રહે, એવા બે ગીતો ગવડાવ્યા, 'સારંગા તેરી યાદ મૈં, નૈન હુએ બેચૈન...'અને હાં દીવાના હૂં મૈ, ગમ કા મારા હુઆ, એક ફસાના હૂં મૈં.. (૧૯૬૦- માં બનેલી ફિલ્મ 'સારંગા') સુદેશ કુમાર ઉપર ફિલ્માયા હતા. છોટી બહેનમાં એ નંદાનો ડોક્ટર પ્રેમી બને છે. 

સમય સમયના ખેલ છે. એક જમાનામાં પોતાના ધાગધાગ રૂપથી ભારત- પાકિસ્તાનના પ્રેક્ષકોને જંગલી બનાવી મૂકતી હીરોઈન વીણા આ ફિલ્મમાં બલરાજ સાહનીની પ્રેમીકા બને છે. ફિલ્મ 'હૂમાયું'અને 'નજમાજેવી ફિલ્મોમાં દાદામોની અશોક કુમારની આ હીરોઈન રૂપના એના ઠસ્સા અને ક્રોધ સાથેના દમામદાર ચેહરાને કારણે વધુ ફેમસ હતી. એ.આર.કારદારની ફિલ્મ 'દાસ્તાન'ના પહેલા જ દ્રષ્યમાં વૃધ્ધ અને ખખડી ગયેલો રાજ કપૂર આ વીણાની લાશ જોઈને ઘણા દર્દ સાથે પરિચય પણ કેવા શબ્દોમાં આપે છે, 'રસ્સી જલ ગઈ, પર બલ નહિ ગયા... વો હી અકડી હુએ ગરદન, વો હી તની હુઈ ભવેં, વો હી રૌફ, વો હી ગુસ્સા... મરને કે બાદ ભી દિખાઈ દેતા હૈ... આ વીણાને ફિલ્મ 'પાકીઝા'માં મીના કુમારીની બહેન નવાબજાનના ઠસ્સાદાર રોલમાં તમે જોઈ છે. મૂળ એ બલુચિસ્તાનના કવેટા (પાકિસ્તાની ઉચ્ચાર, 'કોયટા')માં તાજૌર સુલતાના નામે જન્મેલી વીણા ફિલ્મ 'દાસ્તાન'માં રાજ કપૂરના ભાઈ બનતા પાકિસ્તાની કલાકાર ઊંચા અને પડછંદ અલ નાસિર સાથે પરણી હતી.

આ દસકાના આવતા દસકા સુધી જમાનો શંકર- જયકિશનના પૂરબહાર સંગીતનો હતો. માત્ર એ જમાના પુરતો નહિ, આજે પણ આ બન્ને સંગીતકારોનો હજી સુધી કોઈ સાની થયો નથી. કોને ક્યારે અને કેવું કામ અપાય, એ આ બન્નેને વધુ ખબર હતી, નહિ તો જુઓ...૧૯૫૯ ની આગળ પાછળના આ એ વર્ષો હતા, જયાં રાજ કપુરે મુકેશની એક નાનકડી ભૂલ માટે હાંકી કાઢ્યો હતો અને મૂકેશ માટે બાળકોની સ્કૂલની ફી ભરવાના વાંધા આવી ગયા હતા. ( એ કિસ્સો આ કોલમમાં અગાઉ લખાઇ ચૂક્યો છે) પણ શંકર- જયકિશનને જરૂર પડે, ત્યારે કોઈની શેહશરમ રાખ્યા વિના મન્ના ડે કે મૂકેશને લેતા.

ફિલ્મમાં રહેમાનને કંઠે ગવાયેલું મૂકેશનું 'સદાઅંદર''ગીત જાઉં કહાં બતા અય દિલ, દુનિયા બડી હૈ સંગદિલ..'મન્ના ડે પાસે ફક્ત એક જ ગીત 'કલી અનાર કી ન ઇતના સતાઓ'અને ઇવન મુહમ્મદ રફીનું ય એક ગીત, 'મૈં રીક્ષાવાલા , હે ચાર કે બરાબર..'જેમાં રિધમના મદમસ્ત ઠેકા માટે આસિસ્ટન્ટ સંગીતકાર દત્તારામને વહાલથી યાદ કરવા પડે. લતા મંગેશકર તો એસ.જે.માટે 'ઘરનું માણસ'કહેવાય, એટલે લતા પાસે ગવડાવવામાં આ બન્ને ભાઈઓને જાણે કોઈ પ્રયત્ન જ કરવો પડતો નહોતો.

એમ ને એમ જ અદ્ભુત ધૂનો બને જતી હતી. જયકિશન ઉપર તો મીઠું મીઠું ખીજાવાનો લતાને હક્ક પણ હતો ને 'લયબધ્ધ ફરિયાદો કરતી કે, આ બન્ને એની પાસે હાઈ-પિચના ગીતો જ વધુ ગવડાવે છે. પણ ભાઈ, આ તો લતા મંગેશકર છે. ફિલ્મ'જંગલીના 'એહસાન તેરા હોગા મુઝ પર...'ગીતમાં જે તીવ્ર સ્વરોમાં મુહમ્મદ રફીએ ગાયું છે, એની એક નોટ પણ બદલ્યા વગર લતાએ. 'તુમને મુઝકો હંસના સીખાયા..'ગાયું છે. પણ લતા કે એસ.જેના ડાયહાર્ડ ચાહકોના ધ્યાન બહાર ગયો હોય એવો એક આલાપ, ફિલ્મ 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'ના 'આ અબ લૌટ ચલે.'ગીતમાં લતાએ જે ઊંચા સ્વરોમાં દીર્ઘ આલાપો ગાયા છે, એવો જ એક મધુરો આલાપ આ ફિલ્મના 'યે કૈસા ન્યાય તેરા, દીપક તલે અંધેરા..'ગીતના અંતે લતાબાઈએ ગાયો છે... પ્રણામ સિવાય બીજું કાંઈ ન સૂઝે !

આ બન્ને ભાઈઓએ આપણને મસ્તમજાના આશ્ચર્યમાં નાંખી દીધા હતા. ફિલ્મ 'કઠપૂતલી'ના 'મંઝિલ વો હી હૈ પ્યાર કી, રાહી બદલ ગયે.'જેવા પિયાનો આચ્છાદિત ગીત વખતે તો માની બધા ગયા હતા કે આ કંઠ તો હેમંત કુમારનો છે. એ તો આનંદથી ચોંકી જવાયેલું કે, એ હેમંત દા નહિ, સુબિર સેન નામના બેંગોલી ગાયકનો અવાજ હતો. એ જ સુબિર સેનનો ફરી ઉપયોગ આ ફિલ્મ 'છોટી બહેન'ના યુગલ ગીત 'મૈં રંગીલા પ્યાર કા રાહી, દૂર મેરી મંઝિલ...'( લતા સાથે) માં કર્યો છે.

બહુ બહાર નહિ આવેલી વિવાદાસ્પદ વાત એ પણ છે કે, શંકર-જયકિશનના કાયમી ગીતકારો શૈલેન્દ્ર અને હસરત જયપુરી વચ્ચે એ જમાનામાં કેવા મીઠા-કડવા સંબંધો હતા, એ અધિકૃતતાથી તો કોઈ કહી શકે એમ નથી, પણ એ બન્નેના ગયા પછી એમના દીકરાઓ વગર તલવારે-એટલે કે વગર મ્હોં-માથાએ યુધ્ધે ચઢી ચૂક્યા છે કે, 'ફલાણું ગીત મારા ફાધરે લખ્યું હતું. તારા ફાધરે નહિ !''આ વાત જુદી છે કે, શંકર-જયકિશને દાયકાઓ સુધી પ્રોફેશનલી ખૂબ ગુપ્તતા જાળવી હોવા છતાં છેવટે એ વાત તો જાહેર થઈ ચૂકી હતી કે, શંકર-જયકિશનના ગીતો પૈકી જે શૈલેન્દ્રએ લખ્યા હોય તેનું સ્વરાંકન શંકરે કર્યું હતું ને હસરતના બધા ગીતો જયકિશનની કમાલ હતી. (બે-ચાર નાનકડા અપવાદો સિવાય !) આ ઝગડાવાળી વાત સાચી હોય તો બન્નેને અડબંગો કહેવા પડે કે, સંગીતના ચાહકોને આજે ય પડી નથી કે, ક્યું ગીત શંકરે બનાવ્યું હતું ને ક્યું જયકિશને ! એમને તો 'શંકર-જયકિશન'નામની સ્વરોની મહાસત્તા પુરતો જ રસ હતો અને છે. બન્ને ગીતકારો વચ્ચે એક ફર્ક તો સામાન્ય સાહિત્ય સમજનારો વાચક કે દર્શકે ય જાણે છે કે, હસરત જયપુરી ગીતકાર હતો, જ્યારે શૈલેન્દ્ર કવિ પણ હતો.

...ને આપણે એ જાણવા છતાં, બન્નેના ગીતો માટે આપણામાં કોઈ ભેદભાવ નથી તો એ બન્ને વચ્ચે શું કામ હોય ?

ઍનકાઉન્ટર : 26-08-2018

$
0
0

* પાપ આસ્તિકો વધારે કરે છે કે નાસ્તિકો?
- પૂણ્ય પણ એ બન્ને જ કરે છે.
(જીજ્ઞોશ ચૌહાણ, સુરત)

* મુંબઇમાં ખૂબ વરસાદ છે... તમારા શહેરમાં જોઈતો હોય તો અહીં લેવા આવવું પડે!
- અમદાવાદીઓને હવે પલળવાની બીક રહી નથી.
(જીજ્ઞાસા માંકડ, મુંબઈ)

* ફાવે ત્યાં પાનની પિચકારી મારનારાઓ માટે શું સજા સૂચવો છો?
- એ વખતે સ્થળ પર પાંચ-સાત જણા ઉપસ્થિત હોય તો 'આપણે શું?'ને બદલે પેલાને પકડીને એ પિચકારી એની પાસે ચટાવવી જોઈએ.
(મનિષ નિ. વર્મા, ગોધરા)

* 'ઍનકાઉન્ટર'નામ કેવી રીતે સૂઝ્યું?
- ગુજરાતી ભાષામાં પોતાનું સરનામું ય લખી-વાંચી ન શકતા મહાત્માઓને જોઈને!
(દેવલ ભદ્રેશ્વરા, વલસાડ)

* પ્રજાને પૂણ્ય કમાવાનો શ્રેષ્ઠ રસ્તો કયો?
- દેશભક્તિ.
(દીપક એ. પંડયા, બિલિમોરા)

* કેવળ અંધશ્રધ્ધાને કારણે દિલ્હીમાં ૧૧-જણા લટકી ગયા..!
- 'લટકી જવું'દિલ્હી માટે કોઈ નવી વાત નથી... ચૂંટણીઓ આવવા દો!
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

* તમે કરેલી ભૂલનો પસ્તાવો થાય તો પોતાને કઈ સજા આપો?
- જવાબો આપવાની.
(જયેશ અંતાણી, ભાવનગર)

* અવારનવાર સમાચારોમાં ચમકતી 'અઘોષિત કટોકટી'અંગે તમારો શું અભિપ્રાય છે?
- એ અંગે મારો અભિપ્રાય 'અઘોષિત'છે.
(રાકેશ ડી. દેસાઈ, વડોદરા)

* ઘરગથ્થુ નૂસખાઓમાં તમને વિશ્વાસ ખરો?
- હા. છીંક ખાતી વખતે હથેળી મોંઢા પાસે રાખું છું.
(હરેશ પ્રજાપતિ, કલોલ)

* પ્રેમ એટલે શું?
- એ સવાલ પૂછવો ન પડે, એ તબક્કો.
(ડૉ. હિરેન કારેલીયા, અમરેલી)

* તમને સાહિત્યની અકાદમીના પ્રમુખ બનાવાય તો કેવું ફીલ કરો?
- મને 'ભારત રત્ન'પણ મળે, એ પછીના દિવસથી હું વધારે સારૂ લખતો થઈ જઈશ, એવું ન બને.
(નિલેશ પ્રેસવાળા, ભરૂચ)

*
વિશ્વાસઘાતથી મોટું કોઈ બીજું પાપ ખરૂ?
- અંધવિશ્વાસઘાત.
(શશિકાંત પટેલ, જૂનાગઢ)

* ભારતમાં રામરાજ્ય ક્યારે પ્રસ્થાપિત થશે?
- હમણાં મારી તબિયત ક્યાં સારી રહે છે!
(જીગર જૈન, ગાંધીનગર)

* વાંધાવચકા પડાવનાર સગાઓથી બચવા શું કરવું?
- એમને ટ્રાફિક-પોલીસ ગણવા... નજર ન પડે, એમ વાહન કાઢી લેવું.
(જીતેન્દ્ર પંચોલી, અમદાવાદ)

* લગ્નપ્રસંગે જમી લીધા પછી લોકો ટીકા કેમ કરે છે?
- લગ્નપ્રસંગે જમણવાર રાખવાનો ખર્ચો શું કામ કરવો જોઈએ?
(વિપુલ ઉકાભાઈ વળુકર, ગીરસોમનાથ)

* આવા જ જડબેસલાખ જવાબો તમારા પત્નીને આપી શકો છો?
- કોઈની પણ પત્નીને આપી શકું.
(ધાર્મિક કોઇસા, સુરત)

* તમે ઍક્ટિંગ ઉપરે ય હાથ અજમાવી જોયો હતો?
- દરેક પરણેલો પુરૂષ પરફૅક્ટ ઍક્ટર હોય છે. નવું શીખવાની જરૂરત હોતી નથી.
(ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)

* લાગણીના સંબંધ એટલે કેવા સંબંધ?
- બિલ ચૂકવવાની રાહ જોવી ન પડે એવા.        
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* અફવાઓથી બચવા શું કરવું જોઈએ?
- પહેલા તો 'વૉટ્સએપ'માંથી બહાર નીકળી જાઓ, પછી વાત!
(વિશાલ ભીમાણી, ઓખા)

* સરકાર યોજનાઓ તો બનાવે છે, પણ એ કેટલી લાગુ પડી છે કે નહિ, તે કેમ જોતી નથી?
- તમે કેટલી યોજનાઓ જોઈ?
(હર્ષદ ચામડીયા, નડિયાદ)

* ભૂલમાં તમારાથી કોઈ વખત સીધો જવાબ અપાઈ ગયો હોય, એવું યાદ ખરૂ?
- સવાલ પૂછવા માટે સરનામું કે ફોન નંબર પણ લખવો પડે, એવું ભૂલમાં ય વિચારેલું ખરૂ?
(અલીઅબ્બાસ મર્ચન્ટ, કેશોદ)

* ખારૂ હોવા છતાં નામ 'મીઠું'કેમ?
- વાંધો ક્યાં આવ્યો?
(પરેશ સુદાણી, જંબુસર)

* શું ઈ.સ. ૨૦૧૯-ની ચૂંટણીઓમાં કૉંગ્રેસ જીતશે ખરી?
- પ્રચંડ વાવાઝોડાં સામે રેતીના ઢગલા ઉપર લાકડાના અધકચરા ખપાટીયાઓથી ઊભા કરેલા ઝૂંપડાને ટકવાનું છે... ટકી પણ જાય તો એનો મકાન-માલિક કોણ? એ મૂંઝવણ તો અત્યારથી છે!
(ભાવના પટેલ, રાજકોટ)

* જેટલો જમાઈ એના સાસુ-સસરાનો આદર કરે છે, એટલો પત્ની એના સાસુ-સસરાનો આદર કેમ ન કરે?
- યૂ મીન... છએ જણાએ ભેગા રહેવાનું છે?
(કિરીટ ગોસાંઈ, ખેરવા-મહેસાણા)

* મોંઢે બુકાની બાંધીને સ્કૂટર ચલાવતી યુવતીઓ માટે શું માનો છો?
- આવી યુવતીઓ માટે મને આદર છે.... કોઈ પાછળ તો ન પડે!
(નૈષધ  અંતાણી, ભૂજ)

* સંત અને બાવા વચ્ચે શું તફાવત છે?
- બન્ને એમના ક્ષેત્રમા આદરપાત્ર હોઈ શકે...સ્ત્રીઓ એમને બગાડે નહી ત્યા સુધી.
(ઉમેશ નાવડીયા, જાળીલા-બોટાદ)

મકાન ખરીદવા નીકળ્યા છે...!

$
0
0

''તમારે કેટલા બેડરૂમનું મકાન જોઈએ?''

''ચાર.''

''ચાર? યુ મીન ફૉર..? રાત્રે સુવા કેટલી વાર જાઓ છો?''

''એવું નથી, 'ઈ. ઘણીવાર એકના એક બેડરૂમમાં ઊંઘ ન આવે તો બીજામાં જવાય ને?''

''તે... તમારે વાઇફો કેટલી છે..? આઈ મીન, ઘરમાં સુવાવાળા માણસો કેટલા?''

''એ બધું તો ગણીને કહીશ. પહેલા કિંમત બોલો.''

''લઈ જાઓ ને, સાહેબ. તમારી પાસેથી ક્યાં વધારે લેવાના છે? સમજો ને, બધું થઈને અઢીમાં પડશે.''

''ઓ ભ'ઈ... મારે ખાલી મકાન જોઈએ છે... ફૅમિલી સાથે નહિ! અઢી કરોડ તે હોતા હશે? હું મકાન લેવા આવ્યો છું, રેલ્વેનું ફાટક લેવા નહિ!''

ફૂટપાથ પર ઊભા એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં ગરમ ચાની રકાબી બેલેન્સ જાળવીને પકડી હોય, એ જ વખતે તદ્દન નાનકડું જીવડું નાકમાં ગરૂ-ગરૂ કરતું હોય ત્યારે કેવી લાચારી હોય, એવી લાચારી આ દલાલ આપી રહ્યો હતો. અઢી કરોડ વધારે પડતા હતા. એ ય શહેરમાં મકાન માટે ઘણું ફર્યો હતો. આવા મકાનના મૅક્સિમમ દોઢેક કરોડ અલાય... બહુ બહુ તો સો-બસ્સો વધારે આલીએ... પણ સીધા અઢી કરોડ?

એને યાદ આવ્યું, ફાધરે ૧૯૪૫-માં ગુજરાત કૉલેજ પાસે આખો બંગલો પાંચ હજારમાં લીધો હતો... આ તો હાળા લૂંટવા જ બેઠા છે. એ વાત જુદી છે કે, ઈ.સ. ૨૦૦૦-ની સાલમાં એ જ બંગલો 'ફાધર સાથે'૮૨-લાખમાં વેચી દીધો હતો. ફાધર વગરનો તો ૯૪-લાખ આલવા તૈયાર થયો હતો!

સોદો ના પત્યો. એ નિરાશ ન થયો. જાણતો હતો કે, મકાન ખરીદવામાં રખડપટ્ટી તો થવાની. એ એ પણ જાણતો હતો કે, મકાન મારે પૉશ ઍરિયામાં જોઈએ છે અને એ ય મિનિમમ ચાર બેડરૂમનું, એટલે દોઢ-બે કરોડથી ઓછામાં તો નહિ પતે. એની ડીમાન્ડ નક્કી હતી. મકાન આજુબાજુમાં કૂતરાવાળું ના જોઈએ. સૉસાયટીના કમ્પાઉન્ડમાં ગાયોના પોદળાં પડેલા ના હોવા જોઈએ. સોસાયટીમાં આવતા-જનારાઓ દરવાજામાંથી ડોકાં કાઢે, એ ના જોઈએ. ઘરની આજુબાજુના ચાર-પાંચ કી.મી. સુધી કોઈ મંદિર કે દેરાસર ના જોઈએ.

રાત્રે ટેરેસ ઉપર એકલા જઈએ, તો ટૅરેસ બીક લાગે એવી ના જોઈએ. ઘરની સામે શાકવાળા કે પાણીપુરીની લારીવાળા ઊભેલા હોવા ન જોઈએ... અને સૌથી મોટી વાત! આ નવરા પડયા કે, 'ચલો પટેલ સાહેબના ઘેર...'એવા મેહમાનો દસે દિશાઓમાંથી ન આવવા જોઈએ.

આવી આકરી શરતોને કારણે દલાલો ય ઢીલા પડી જતા.

રવિવારોએ છાપાઓમાં છેલ્લે પાને બધી જાહેરખબરો એ જોઈ લેતો. અલબત્ત, ફ્લૅટને બદલે એને બંગલામાં વધુ ઈન્ટરેસ્ટ હતો. સાથે સાથે એ ડરતો પણ હતો કે, બે-અઢી કરોડની ફાલતુ રકમમાં તો એને બંગલાનું કોઈનો તૂટેલો-ફૂટેલો સામાન ભરેલું કમ્પાઉન્ડે ય ના મળે!

ફ્લૅટે ય માંડ આવે. આટલા ખર્ચ્યા પછી બીજા દોઢેક કરોડ તો રૅનોવેશન કે ફર્નિચરના થશે, એ જુદા. જો કે, જાહેરખબરોએ એને દોડતો કરી દીધો, એ પછી એને ભાન થયું કે, આટલામાં તો તૈયાર બંગલો નહિ, કોઈને ખાલી કરવાનો હોય એવો જ મળે.

લંડન ગયો ત્યારે એણે બકિંગહામ પૅલેસ જોયેલો. એના ખ્યાલો ઊંચા. પણ અમદાવાદ આવીને કાંકરીયાવાળી બાલવાટીકા ય જોયેલી. બેમાંથી એકે ય ડીઝાઇન પોસાય એવી નહોતી. એનું મૂળ સપનું તો પહાડોની તળેટીમાં ખળખળ વહેતી કોઈ નદીના કિનારે ઠંડા પવનો સાથે 'વીલા'જેવો નનેકડો બંગલો હોય એવું હતું. કમ્પાઉન્ડમાં સફેદ દૂધ જેવા બે-ચાર પૉમરેનિયન ડૉગી રમતા હોય.

નદીમાંથી પસાર થતી લક્ઝુરિયસ બૉટનો માલિક ત્યાં ઊભો ઊભો આપણને હાથ ઉંચો કરતો હોય, ભારે નહિ પણ બારેમાસ હળવો હળવો-વાછટ જેવો કાયમી વરસાદ આવતો રહે અને સોનું ઊગાડયું હોય, એમ નદીની રેત સૂર્યપ્રકાશમાં ઝળહળતી હોય! ચારેબાજુ લીલોતરી તો બાપાનો માલ હોય, એવી જોઈતી હતી.

અહીં મામલો ઊલટો હતો. રેત પર ચમકતું તો ઘણું હતું, પણ બિયરના ખાલી અને ચીમળાઈ ગયેલા ડબ્બા ચમકતા હતા. નજીકની ઝૂંપડપટ્ટીવાળાઓ વહેલી સવારની વિધિઓ અહીં આટલામાં પતાવતા હતા. રખડતી ગાયોને ભગાડવા ભટકતા કૂતરાં આપણને પહેલા ભગાડતા.

નદીમાં પસાર થતી લક્ઝરિયસ-ક્રૂઝ તો દૂરની વાત છે... સ્મશાન નજીક હતું એટલે એક-બે વાર તણાતી લાશો જોઈ હતી. પોલિસવાળા ક્યારેક 'હટ જાઓ... હટ જાઓ'કરતા હાથ ઊંચા કરતા હતા.

નસીબનો બળીયો હશે કે, નદી કિનારાનો એક બંગલો જોવા મળ્યો. નદીકિનારો એટલે એ સ્થળથી નદી, જરા ઊંચા થઈને જુઓ તો દૂરદૂર દેખાતી હતી. કમ્પાઉન્ડ એને પસંદ પડી ગયું. કોઇ જગ્યાએ એક ઈંટ ખરેલી નહિ. બંગલા વગરનું એકલું કમ્પાઉન્ડ ખરીદો તો ય ગમે એવું હતું.

બંગલો એટલો રૂપાળો નહોતો. ઝાંપો ખોલીને અંદર જઈએ, એના ત્રીજા જ પગલે બંગલાનો ડ્રોઇંગ-રૂમ આવી જતો. વધુ બે કદમ ચાલો તો બંગલાની બહાર નીકળી જવાતું. રેલ્વે સ્ટેશનથી સામે દુકાનો અડોઅડ ઊભી હોય, એવા ૩-૪ રૂમો હતા, જેને તમે ડ્રોઇંગ-રૂમ, કિચન કે બૅડરૂમ... જે ગણવું હોય તે ગણી શકો.

એણે આંગળી પંપાળી જોઈ. મકાનમાં લાકડું ઉત્તમ વપરાયું હશે કારણ કે, લાકડાને સહારે બધી ભીંતો ટકી રહી હતી. અહીં રહેવા આવીએ તો દર મહિને મકાનમાલિક આપણને કેટલા આપશે, એની ગણત્રી એ વગર કૅલ્ક્યુલેટરે કરવા માંડયો. આવા બંગલાઓમાં વૉચમૅનની તો કોઈ જરૂરત પડે નહિ, તેમ છતાં વૉચમૅન લાગે એવો એક માણસ એની પાસે આવ્યો અને બન્ને હાથ પાટલૂનના ખિસ્સામાં રાખીને એ બોલ્યો, ''કેટલા દિવસ રહેવાનો વિચાર છે, સાહેબ?''

''આપ... આપ... કૌન... આપ કૌન હૈ..?''

''હિંદીમાં જરૂરત નથી. ગુજરાતીમાં જ બોલો... હું જ આ બંગલાનો વૉચમેન છું.''

''તો, માલિક કોણ છે?''

''એ ય હું જ છું, સાહેબ. અમારા શેઠ જતા પહેલા આ બંગલો મને આલતા ગયા છે...''

''તમને..? કેમ??''

''ખાસ કંઈ નહિ... કોક કહેતું'તું... અહીં ભૂત બહુ થાય છે.... કોઇ રહેવા જ આવતું નથી...!''

એણે હાથ પાછળ લઈ જઈને બંગલાના દરવાજા સામે પાછળ જોયું, કે આજુબાજુમાં કોઇ બંગલા-ફંગલા છે કે નહિ! નહોતા. પણ પેલો 'ભૂત'જેવો કોઈ શબ્દ બોલ્યો હતો, એ અચાનક યાદ આવતા પલભરમાં ફરીને વૉચમેનને જોવા ગયો, પણ ત્યાં તો કોઈ ઊભું જ નહોતું. હજી હમણાં તો વૉચમેન ઊભો હતો... ક્યાં ગયો? ''ઓ મ્માય ગૉડ... આ તો પોતે જ---!!!''૩-૪ મિનિટ સુધી કોઈ કશું દેખાયું નહિ.

ત્યાં જ વૉચમેન ફરી પ્રગટ થયો. ''કેમ ચોંકી ગયા, સાહેબ? હું તો----''એણે સહેજ શરમાઈને ટચલી આંગળી ઊંચી કરી, પણ એ ઊંચી કર્યા પછી એનું ઘટનાસ્થળ બતાવ્યું, એમાં એ વધારે ભડક્યો.

એ તો પગથીયાની પાછળની જગ્યાએ જઈ આવ્યો હતો. બંગલામાં વૉશરૂમ જેવું કંઇ હતું નહિ... 'સબ ભૂમિ ગોપાલ કી'વાળો મામલો હતો.

એણે તાબડતોબ સોદો કરી નાંખ્યો. આટલો 'મોટો'બંગલો કેવળ અઢી લાખમાં મળી ગયો. બાનાની રકમ ત્યાં જ આપી દીધી.

એ બંગલો એણે પોતાને માટે નહિ, સાસુ-સસરા ભચાઉ-કચ્છથી કાયમ માટે અમદાવાદ શિફ્ટ થવાના હતા, એમને માટે લઈ લીધો. એ જાણતો હતો કે, ભૂતનું નામ પડતા જ એની સાસુ વગર હિચકી ખાધે ઊકલી જવાની!

અઢી લાખમાં આવો છુટકારો ક્યાંથી? નહિ તો, ડોહા-ડોહી બન્ને આપણે ત્યાં જ કાયમ માટે રહેવાના હતા...!

સિક્સર
દુનિયાનો પૂર્ણ વિનાશ કરાવશે, તો 'સોશિયલ-મીડિયા'કરાવશે. કોઈ સૅન્સર જ નહિ!

'ભાભી' ('૫૭)

$
0
0
ફિલ્મ  :  'ભાભી' ('૫૭)
નિર્માતા  : એવીએમ-મદ્રાસ
દિગ્દર્શક  :  કૃષ્ણન પંજુ
સંગીતકાર  :   ચિત્રગુપ્ત
ગીતકાર : રાજીન્દર ક્રિષ્ણ
રનિંગ ટાઈમ: ૧૯-રીલ્સ
કલાકારો : બલરાજ સાહની, નંદા, શ્યામા, પંઢરીબાઈ, જગદીપ, જવાહર કૌલ, બિપીન ગુપ્ત, રાજા ગોસાવી, શિવરાજ, કૃષ્ણકાંત, સી.એસ.દૂબેદુર્ગા ખોટે, મનોરમા, ઇંદરા બિલ્લી, ડેઝી ઇરાની, અનવર હુસેન, આગા, ઓમપ્રકાશ, મનોરમા, રવિકાંત અને ભગવાન.

ગીતો
૧.   ટાઈ લગા કે માના બન ગયે જનાબ હીરો...       લતા મંગેશકર
૨.  ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...          લતા-રફી
૩.  છુપાકર મેરી આંખો મેં, વો પૂછે કૌન હૈ જી...      લતા-રફી
૪.  કારે કારે બદરા, જા રે જારે બાદરા...          લતા મંગેશકર
૫.  જવાન હો યા બુઢીયા, યા નન્હી સી હો...મુહમ્મદ રફી
૬.  ચલ ઊડ જા રે પંછી કે અબ યે દેશ હુઆ...        મુહમ્મદ રફી
૭.   જા રે જાદુગર, દેખી તેરી જાદુગરી...          લતા મંગેશકર
૮.   હૈ બહોત દિનોં કી બાત, થા એક મજનુ...            રફી-મન્ના ડે-બલબીર

મરચાની ભૂકી મોંઘી પડે, એટલે મદ્રાસના ફિલ્મ નિર્માતાઓ પ્રેક્ષકોને રડાવવા વાર્તાઓ એવી કરૂણ બનાવતા કે, એનો ખાસ કોઈ ખર્ચો નહિ અને ફેમિલી-ડ્રામા હોય એટલે ભારતભરના દર્શકો ભરઆંસુડે સિનેમામાં રડતા હોય.

એમાં ય, સ્ત્રીઓએ તો મદ્રાસી નિર્માતાઓનું શું બગાડયું હશે કે, દરેક ફેમિલી-ડ્રામામાં વૅમ્પ એટલે કે ખલનાયિકાઓ પાછી સ્ત્રીઓ જ હોય ! એમને કારણે ભર્યાભાદરા આખા કુટુંબનું ખેદાનમેદાન નીકળી જાય, ઘરના પુરૂષોનું કાંઈ ઊપજે નહિ પણ ફિલ્મના અંત સુધીમાં તો સ્ત્રીને પાછી 'દેવી'સાબિત કરવાની હોય, એટલે બધાના રૂમાલો ભીના કરીને રોવડાવ્યા પછી ફિલ્મનો સુખદ અંત પણ સ્ત્રીઓ જ લાવે !

તારી ભલી થાય ચમની... ત્રણ કલાક સુધી રોવડાવી રોવડાવીને ફોદાં કાઢી નાંખ્યા. અત્યારે ચેન્નઇ કહેવાય છે, પણ ત્યારે મદ્રાસ કહેવાતું અને ગૅરન્ટી સાથે ત્યાંની ફિલ્મો સુપરહિટ જતી. વાર્તાની ફોર્મ્યુલા નક્કી હોય કે, આનંદકિલ્લોલ કરતા એક વિરાટ કુટુંબમાં બે-ત્રણ ભાઈઓ હોય, એમની વાઇફોમાં એક સારી હોય ને બાકીની ઝગડા કરાવનારી હોય.

ભાઈઓમાં ફૂટફાટ પડે, ભર્યુંભાદરૂં કુટુંબ વેરવિખેર થઇ જાય, બધા એકબીજાના દુશ્મન બની જાય અને પરિવારનો મોભી અને એની વાઇફ સજ્જન હોય, એ પણ ફૂટપાથ પર આવી જાય... છેવટે ફિલ્મ તો પૂરી કરવી પડે, એટલે દુષ્ટ ભાભીઓને પ્રભુ વિના કારણે સદબુધ્ધિ આપે, એમના ગોરધનોમાં ય ફિલ્મ છુટતા પહેલા સદબુધ્ધિ આવી જાય ને પ્રેક્ષકો ઊલ્લુ બનીને ખુશ થતા થતા ઘેર જાય !

એવીએમ-મદ્રાસની આ ફિલ્મ હતી. બલરાજ સાહનીના ત્રણ ભાઈઓ, જવાહર કૌલ, રાજા ગોસાવી અને જગદીપ એમની પત્નીઓ અનુક્રમે પંઢરીબાઈ, શ્યામા, મંગલા અને છેલ્લે બાળવિધવા ભત્રીજી નંદા સાથે વિશાળ પરિવારમાં રહે છે. ફિલ્મના વાર્તા લેખક બતાવી શક્તા નથી કે, મંગલા અને શ્યામ જેવી વહુઓને કઇ વાતનું દુ:ખ હતું કે, પરિવારમાં ઝઘડા કરી-કરાવીને છુટો પાડી નાંખે છે. કેમ, 'એ તો આપણે સમજી લઇશું'ના ધોરણે બસ... પરિવારમાં આ બન્ને વહુઓ કોઈ કારણ વિના ઝગડા કરે છે અને ખાનદાન તહસનહસ કરી નાંખે છે. ફિલ્મ પૂરી થતા સુધીમાં અથવા આ ફિલ્મને આજે ૬૧ વર્ષો પછી ય ખબર પડતી નથી કે, કઇ કમાણી ઉપર આ ખલનાયિકાઓને સદબુધ્ધિ પાછી આવી જાય છે ને ફિલ્મનો સુખાંત આવે છે !

આવી જ 'ભાભી'નામની એક ફિલ્મ ૧૯૩૮માં ય આવી હતી, જેના હીરો હતા પી.જયરાજ અને હીરોઇન હતી રેણુકાદેવી અને માયાદેવી. ૧૯૯૧-માં ગોવિંદા, જૂહી ચાવલા અને ભાનુપ્રિયાને લઇને એક ત્રીજી 'ભાભી'બની હતી. એ ત્રણેમાંથી ચાલી એક જ, આપણાવાળી 'ભાભી'એટલે કે, આજની ફિલ્મ 'ભાભી', જેની સફળતાનું એક માત્ર કારણ હતું સંગીતકાર ચિત્રગુપ્તનું બેમિસાલ સંગીત.

ચિત્રગુપ્તના કોઈ પણ વખાણ કરીએ તે પહેલા નેઆ સંગીતની રેલમછેલ જાણી લઇએ. હિંદી ફિલ્મસંગીતમાં એમના જેવા અને જેટલા મધુરા યુગલ ગીતો અન્ય કોઈ સંગીતકારે બનાવ્યા હોય, તો ઈશ્વર એનું ય ભલું કરે, પણ તમને કેવળ યાદ અપાવવા પૂરતી યાદી ચિત્રગુપ્તના યુગલ ગીતોની આપી છે :

આજા રે મેરે પ્યાર કે રાહી, રાહ નિહારૂં બડી દેર સે... મચલતી, હુઇ હવા મેં છમ છમ... અદા સે ઝૂમતેહુએ, દિલોં કો ચુમતે હુએ, યે કૌન મુસ્કુરા દિયા... દો દિલ ધડક રહે હૈં ઔર આવાઝ એક હૈ... છુપાકર મેરી આંખો મેં, વો પૂછે કૌન હૈજી હમ...લાગી છુટે ના, અબ તો સનમ... તેરી દુનિયા સે દુર, ચલે હો કે મજબુર... કોઈ બતા દે દિલ હૈ જહાં, ક્યું હોતા હૈ દર્દ વહાં... ચંદા સે હોગા વોપ્યારા, ફૂલોં સે હોગા વો ન્યારા... અરમા થા હમેં જીનકા વો પ્યાર કે દિન આયે... દગાબાજ હો, બાંકેપિયા કહો હાં... બાટ તકત થકથક ગયે નૈના...

મુકેશના ચાહક હો તો બતાવો આવા સુરીલા ગીતો કઇ ફિલ્મોના છે, જેમાં સંગીત ચિત્રગુપ્તનું જ હતું ! મુફ્ત હુએ બદનામ, કિસી કે હાય દિલ કો ચુરા કે... એક રાત મેં દો દો ચાંદ ખીલે... યે પર્બતોં કે દાયરે, યે શામ કા ધૂંઆ... અને લતા મંગેશકરના સોલો...? હાય રે તેરે ચંચલ, નૈનવા, કુછ બાત કરેં રૂક જાયે... જય જય હે જગદંબે માતા... મુસ્કુરાઓ કે જી નહિ લગતા... સજના કાહે ભૂલ ગયે દિન પ્યાર કે... રંગ દિલ કી ધડકન ભી લાતી તો હોગી... દીવાને હમ, દીવાને તુમ, કિસે હૈ ગમ, ક્યા કહે યે જમાના... ખુદા કરે ઓ જાનેમન, કે તૂ કલી ગુલાબ કી...

અને જાણકારો તો એટલે સુધી કહે છે કે, મુહમ્મદ રફી પાસેથી ક્વૉલિટીનું કાં ચિત્રગુપ્તે લીધું છે, એ બીજાઓને લેવાનું બાકી રહી ગયું હતું... મુઝે અપની શરણ મેં લે લો રામ... ચલ ઊડ જા રે પંછી... સૂર બદલે કૈસે કૈસે દેખો, કિસ્મત કી શેહનાઈ... અગર દિલ કિસી સે લગાયા ન હોતા... ચાંદ જાને કહાં ખો ગયા... તેરી દુનિયા સે દૂર, ચલે હો કે મજબુર... મૈં કૌન હૂં, મૈં કહાં હૂં, મુઝે યે હોશ નહિ... ખુશ રહો અહલે-ચમન, હમ તો ચમન છોડ ચલે... બહાર નઝર કરૂં, અપના પ્યાર નઝર કરૂં... કહીં સે મૌત કો લાઓ, કે ગમ કી રાહ કટે... મુઝે દર્દે દિલ કા પતા ન થા... જાગ દિલે દીવાના, રૂત જાગી, વસલે યાર કી... અભી ન ફેરો નજર, આપ કો સંવાર તોલેં...અબ કે બહાર આઈ હૈ, તુમ્હારે નામ સે... ઇતની નાજુક ન બનો...'

મુહમ્મદ રફી ચિત્રગુપ્તના ખાસ મિત્ર જ નહિ, પડોસીઓ પણ ખરા અને બન્નેને ઉતરાયણ હોય કે ન હોય, પતંગ ચઢાવવાનો પાગલ શોખ. રીહર્સલ-રેકોર્ડિંગ ન હોય, ત્યારે આજુબાજુમાં આવેલા બન્નેના ધાબાં ઉપર જઇને પતંગ ચઢાવે, એક બીજા સાથે પેચ લે અને બન્નેને નાના બાળકોની જેમ દોરીના લચ્છા કે પિલ્લુ વાળવાનો શોખ. પતંગ સહેજ પણ ફાટયો હોય તો ગુંદરપટ્ટી મારીને સાંધવનો ય ખરો... વિધિની કેવી વિચિત્રતા કે, પતંગના આટલા શોખિન ચિત્રગુપ્તનું અવસાન પણ ઉત્તરાયણ એટલે કે ૧૪મી જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ થયું. 

આપણે વટમારવા જેવી વાત એ છે કે, આપણા પ્રણામયોગ્ય ગુજરાતી સંગીતકાર દિલીપ ધોળકીયા ('તારી આંખનો અફિણી'...) ચિત્રગુપ્તના કાયમી આસિસ્ટન્ટ હતા. એ પહેલા ચિત્રગુપ્તના ય ગુરૂબંધુ શ્રીનાથ ત્રિપાઠીના ય દિલીપભાઈ આસિસ્ટન્ટ રહી ચૂકેલા. રમુજની વાત એ છે કે, એમની અટકના અંગ્રેજી સ્પેલિંગને લીધે કોઈ એમનું સાચું નામ ઉચ્ચારી શક્તું નહોતું...'ધોળકીયા'ને અંગ્રેજી સ્પેલિંગ મુજબ 'ઢોલકીયા'કહેવાતું, એમાં કેટલાક એમને બજાણીયા-ફજાણીયા હશે, એમ માનતા. એટલે ક્યાંક એ 'ડી.દિલીપ'નામ લખાવે. ક્યાંક ખાલી દિલીપ ને આ ફિલ્મના ટાઈટલ્સ મુજબ તો 'દિલીપ કુમાર'લખાવી દીધું હતું.

થોડું જરા વધારે પડતું લાગે, પણ આ ફિલ્મ 'ભાભી'માં ભાભીનો મેઇનરોલ નથી તો નંદાએ કર્યો, નથી શ્યામાએ. એ સાઉથની પંઢરીબાઈ નામની એક્ટ્રેસે કર્યો હતો. શ્યામા અત્યંત ખૂબસુરત અને એકટ્રેસ તરીકે પણ સેક્સી લાગે એવી હરીભરી અને ગ્લેમરસ હતી. કમનસીબે, એ લાઈફમાં ક્યારેય સિરીયસ ન થઇ અને ફિલ્મોને રમતા રમતા કામ કરવાનું સાધન સમજી બેઠી, એમાં મુખ્ય હીરોઇનને બદલે જ્હોની વોકરની હીરોઇન અને પછી તો સાવ સાઇડી એકટ્રેસ તરીકે ય કામ લઇ લેતી. દેવ આનંદની એ વખતની લગભગ બધી ફિલ્મોના પારસી કેમેરામેન ફલી મિસ્ત્રી સાથે એ પરણી હતી. લાહૌર-પાકિસ્તાનમાં જન્મેલી આ ખુર્શિદ અખ્તરના પુત્રો ફરોખ અને રોહિન તથા શીરિન નામની પુત્રી હતી.

નંદા જેવી પવિત્ર લાગે એવી ખૂબસુરતી ઍટલીસ્ટ, આ લખનારે બીજી તો જોઈ નથી. ફિલ્મી દુનિયામાં આખી જીંદગી કાઢી નાંખવા છતાં કેરેકટર પૂર્ણપણે પવિત્ર રાખ્યું હતું. 'અમર, અકબર, ઍન્થની'વાળા સ્વ. મનમોહન દેસાઈ સાથે તો એની સગાઈ થઇ ચૂકી હતી. કમનસીબે મનમોહને આત્મહત્યા કરતા નંદા પત્ની બની જ ન શકી. કોમેડિયન મેહમુદને ખૂબ ચાહતી. બન્ને વચ્ચે ભાઈ-બેન જેવો પ્રેમ ફિલ્મ 'છોટી બહેન'થી શરૂ થયો તે અંત સુધી. મેહમુદે પોતાની બાયોગ્રાફી છપાવતા પહેલાં શરત મૂકી તી કે, એના મૃત્યુ પછી જ એ છપાય... અજાણતામાં કોઇના ઘર ભાંગે નહિ એ માટે. 

એ બાયોગ્રાફીની પ્રસ્તાવના 'નંદિની વિનાયક કર્ણાટકી'એ લખી હતી... એ નંદિની એ જ નંદા. એ પોતાને નંદા કહેવડાવવા કરતા 'નંદિની કર્ણાટકી'કહેવડાવવું વધુ પસંદ કરતી. આજની ફિલ્મ 'ભાભી'નું મૂલ્ક મશહૂર ગીત 'ચલી ચલી રે પતંગ મેરી ચલી રે'એની અને કોમેડિયન જગદીપ ઉપર ફિલ્માયું હતું. સૈયદ ઇસ્તિયાક એહમદ જાફરીએ (જન્મ તા. ૨૯ માર્ચ, ૧૯૩૯) નાનપણથી જ ફિલ્મો માટે પોતાનું નામ 'જગદીપ'રાખ્યું હતું. આખી જીંદગી ધસરડો કરવા છતાં એનું નામ ફિલ્મ 'શોલે'ના સુરમા ભોપાલીથી થયું.બોલીવૂડના ડાન્સર-એકટર જાવેદ જાફરી (અને ટીવી પ્રોડયુસર) નાવેદ જાફરીના આ પિતાને બીજી વારના લગ્ન 'નાઝિમા'સાથે કર્યા પછી 'મુસ્કાન જાફરી'નામની દીકરી પણ છે.

જગદીપના ભાગમાં મુહમ્મદ રફીનું મધુર સોલો 'પાસ બૈઠો તબિયત બહેલ જાયેગી, મૌત ભી આ ગઇ હો તો ટલ જાયેગી...'ફિલ્મ 'પુનર્મિલન'નું ગાવા મળ્યું હતું. 'ચલી ચલી રે પતંગ...'પણ પરદા ઉપર નંદાની સાથે એણે ગાયું હતું.

વાત ફિલ્મોની છે ને એ ય મદ્રાસ બાજુની જેફિલ્મો છેલ્લે દસ-પંદર વર્ષોમાં ઉતરવા માંડી છે, એમાં મૂળ વાત પરિવાર સાથે લઇ ન જવાય એની નથી... એકલા જાઓ તો ય જુગુપ્સા પ્રેરે એ લેવલની ફિલ્મોે બની રહી છે. એટલે એમાં ભરપુર સૅક્સના ઉછાળા મારતી ફિલ્મો આવી. સૅક્સ એટલે ને ધ્યાનમા રાખીને પરિવાર સાથે બેસીને જોવાય એવી નહિ. તમે ઘૃણાથી ભરાઈ જાઓ એવા છીછરા સેક્સને ચમકાવતી ફિલ્મો ત્યાં બને છે, કોક તો શૂટિંગમાં એવું ય જોઈ આવ્યો હતું કે, શૂટિંગના લોકેશન પર હીરો ન આવે ત્યારે તેને હીરો કે પ્રોડયુસરના ખોળામાં બેસવું પડે.

જબરદસ્તી સહેજ પણ નહિ. ત્યાંની  પ્રણાલિકા એ પડી ગઇ છે કે, હીરોઇને હીરોને તાબે થવું જ પડે. આપણા જમાનાની હિંદી ફિલ્મમાં વાત આટલે સુધી પહોંચી નહોતી. સંસ્કાર જેવું કંઇ રાખવામાં આવ્યું હતું. 'મેરે પ્યાર ગંગા મૈયાકી તરહ પવિત્ર હૈ'એ મંદિરમાં પ્રભુના દર્શને આવેલી હીરોઇન ડૂંટી નીચેની સાડી અને છાતી પર 'સબ સલામત હૈ'ના ફક્ત પાટીયા જ લગાવાના બાકી રહે  એ સમજ મુજબ તો જૂની તો જૂની આપણી હિંદી ફિલ્મો બેશ્ક નડે એવી નહોતી.

ઍનકાઉન્ટર : 03-09-2018

$
0
0

* સ્વ. અટલજીની અસ્થિયાત્રા દરમ્યાન કેટલાક ભાજપી નેતાઓ હસતા હતા!
- મીડિયા પોતાના અર્થઘટન મુજબ સમાચારો પેશ કરી શકે છે. માણસ હસતો હોય એટલે શોક ન હોય ને ગંભીર મોંઢુ લઈને બેઠો હોય, એટ- લે શોકમાં હમણાં એને હાર્ટ-એટેક આવી જશે, એવું તો ન હોય ને?
(કુણાલ સોની, અમદાવાદ)

* લગ્ન કરવા જરૂરી છે?
- હા. આપણા દેશમાં સ્ત્રીના પુરૂષ સાથે લગ્ન માન્ય છે... પુરૂષના સ્ત્રી સાથે કરવા માટે એના ફાધરની મંજૂરી જોઈએ!
(હર્ષ રાજપૂત, વિસાવદર)

* અમેરિકામાં વૃધ્ધો માટે ફ્રી-મેડિકલ સેવાઓ છે... આપણે ત્યાં ક્યારે?
- આપણે ત્યાં વૃધ્ધ થવા સુધીની સેવાઓ ઉપલબ્ધ થાય તો ઘણું છે.
(સંકેત વ્યાસ, રાલીસણા-મેહસાણા)

* ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણીઓમાં ભાજપનું ભવિષ્ય શું છે?
- કૉંગ્રેસ હોય કે ભાજપ કે ફાસફૂસીયાઓ... બધા ભાજપ નહિ, મોદીના ભવિષ્ય ઉપર ટાંપીને બેઠા છે.
(ધવલ જે. સોની, ગોધરા)

* તમને મોદી અને રાહુલ, બન્ને બોલાવે તો કોની પાસે જાઓ?
- મોદી પાસે..! રાહુલ પાસે જઉં તો પહેલા માયાવતી પાસે મોકલે, પછી મમતા પાસે, પછી લાલુ પાસે... છેલ્લે છેલ્લે તો ઈમરાન ખાન પા-- સે ય મોકલે... ભારતભ્રમણનો મને શોખ નથી.
(લાલજીભાઈ ભરવાડ, રાધનપુર)

* વેધશાળાઓ કઇ ટૅકનોલોજીથી આગાહીઓ કરે છે?
- ફૂટપાથ-ટૅકનોલોજીથી.
(જગજીવન મેતાલીયા, ભાવનગર)

* ભાજપવાળા પાસે કૉંગ્રેસી ધારાસભ્યોને ખરીદવાના પૈસા ક્યાંથી આવે છે?
- જ્યાંથી કૉંગ્રેસવાળા લઈ આવે છે...
(દીપક આશરા, ગાંધીનગર)

* તમારો અમેરિકાનો અનુભવ કેવો રહ્યો?
- એ લોકોને મારો ય સારો રહ્યો.
(રાજમુહમ્મદ ઉવેશ, ભરૂચ)

* સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ કેમ ઉકેલાતો નથી.
- તમારો ઉકેલાઈ ગયો... મારો જરા વાર લાગશે.
(રોહિત બી. જોશી, અમદાવાદ)

* લગ્નની કંકોત્રી કુળદેવીને કેમ લખાય છે? મૃત્યુ પછી કાળોતરી કેમ લખાતી નથી?
- બીજું કોઈ નહિ તો એ તો લગ્નમાં આવે... બીજાવાળીમાં કૂળદેવી આપણને બોલાવી ન લે માટે.
(ધિમંત ભાવસાર, બડોલી-ઈડર)

* મૃત્યુ નિશ્ચિત હોવા છતાં દીર્ઘાયુ માટે દુવા માંગવી જરૂરી છે?
- મારૂં તો નિશ્ચિત નથી, છતાં તમારા દીર્ઘાયુ માટે દુઆ માંગુ છું.
(રહીમ મલકાણી, ભાવનગર)

* તમારા હિસાબે ઑફિસમાં કેટલા કલાક કામ કરવું જોઈએ?
- કામ કરવાના કલાકો મુજબ પગાર મળતો હોય તો 'આઠ કલાક'.
(મધુલતા માંકડ, મુંબઈ)

* તમારે કોઈ બૅન્કમાં ઓળખાણ છે? મારે લોન લેવી છે. પાસપોર્ટ તૈયાર છે.
- ઊફ્ફ... બધું તૈયાર છે... ફક્ત રાહુલજી સાથે ઓળખાણ નથી, નહિ તો એમના એક ફોન પર લોન મળી જાત!
(દેવાંગ આર. શાહ, ગોધરા)

* બધી નગરપાલિકાઓનો વહિવટ સીધો કલૅક્ટરોને જ સોંપાય તો?
- અમદાવાદમાં લારીગલ્લા અને ટ્રાફિકની સમસ્યાઓ દૂર થઈ રહી છે, એવું બધા કલૅક્ટરો કે કમિશ્નરો કરાવી શકતા હોય તો તમારી વાત વિચારવા જેવી છે.
(વિનેશ ચૌહાણ, ગાંધીનગર)

* શું 'નેનો'કાર પણ બંધ થવાની છે?
- હમણાંથી 'ટાટા'મળ્યા નથી... મલે તો પૂછી જોઉં.
(નિલેશ વાળા, સરખડી-ગીરસોમનાથ)

* આપણા દેશના લોકો ન કરવાના કામો પહેલા કેમ કરે છે?
- ફફડાટ..! કરવાના કામો પછી ન થયા તો?
(દીર્ઘ સોની, ઈડર)

* મોદીજી ૩૭૦-ની કલમ દૂર કરવાનું ભૂલી ગયા છે કે શું?
- એનો આધાર એ કલમ એમને કેટલા વૉટ અપાવી શકે છે, એની ગણત્રી ઉપર છે.
(પ્રકાશ ધરોડીયા, વાંકાનેર)

* કાશ્મિરના જવાનો સાથે આવો દુર્વ્યવહાર ક્યાં સુધી ચાલશે?
- આખા બગસરા ઉપર માન થઈ ગયું... કે તમને આપણા જવાનોની આટલી ફિકર છે.
(સમિર સોની, બગસરા)

* 'પહેલું સુખ તે જાતે નર્યા, તો બીજું સુખ એ...?'
- 'આપણા વાંકે બીજા તર્યા...'
(હરેશ બી. લાલવાણી, વણાકબોરી)

* ઇન્સ્ટાગ્રામ પર તમારા નામે જવાબો અપાય છે...
- 'ઍન્કાઉન્ટર'સિવાય અન્ય કોઈ માધ્યમથી હું વાચકો સાથે જોડાયેલો નથી.
(કુલદીપસિંહ જાડેજા, આણંદ)

* ન્યાય અને સમાધાન વચ્ચે શું ફરક?
- ન્યાય મેળવવા આખું મકાન વેચવું પડે છે....સમાધાનમાં કદાચ કમ્પાઉન્ડ બચી જાય છે.
(આદિલ શકીલએહમદ અજમેરી, આણંદ)

* નારાજ ધારાસભ્યો રાજી જ થઈ જવાના હોય તો નારાજ થતા શું કામ હશે?
- નારાજ થઈને રાજી થવાની મજૂરી ઘણી મોટી મળી છે.
(હર્ષ એસ. હાથી, ગોંડલ)

* 'જયહિંદ'બોલવાથી ગર્વ અનુભવાય છે...
- હા. કાશ્મિરના માજી મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લાએ સ્વ. અટલજીની શોકસભામાં બુલંદ અવાજે 'ભારત માતા કી જય'અને 'જયહિંદ'ના નારા લગાવ્યા, એનો ખામીયાજો કાશ્મિર જઈને ભોગવવો પડયો. ત્યાંના ભારતવિરોધી કાશ્મિરીઓએ એમને ધૂત્કાર્યા, પથ્થરો માર્યા, પણ 'જયહિંદ'ની શક્તિ જુઓ... એમણે એ બધાની વચ્ચે કહી દીધું, 'મને 'ભારત માતા કી જય'બોલતા કોઈ રોકી નહિ શકે.'
(ડૉ.ભાલચંદ્ર હાથી, ગાંધીનગર)

જન્માષ્ટમીને તીનપત્તી સાથે શું સંબંધ?

$
0
0

અમારા ખાડીયાની મોટા સુથારવાડાની પોળમાં રણજી ટ્રૉફી લેવલના પોળીયા ક્રિકેટરો થઈ ગયા... થઈને જતા ય એટલા માટે રહ્યા કે, આજુબાજુની કોઈ પોળ સાથે મેચ રાખવી હોય તો અમારી અગીયારની ટીમ જ ન થાય. બધાને પકડી પકડીને પોળને નાકે વચનો લેવા પડે કે, 'બે, તું ચોક્કસ આઇ જજે... તને બે ઑવર નાંખવા આલીશું... પણ છેલ્લી ઘડીએ લટકાવતો નહિ... ખા, તારી માના સમ..!'

અને પેલો મા ના સમ ખાઇને ચોક્કસ ન આવતો!

એ અગીયાર ભેગા કરતા દમ નીકળી જતો. માંડ થયા હોય ત્યારે બરોબર મેચના રવિવારે કોઈના ડોહા ઉકલી જાય ને કોઈની પોતાની સગાઈ હોય... ને કન્યાવાળા સવારે દસના મુહુર્ત માટે બપોરે ચાર વાગે આવે!

અમારી તો મેચની... હમણાં કહું એ...! પૂરા ૧૧-ની ટીમ થાય નહિ, એટલે મોટા ભાગે તો દુશ્મન ટીમમાંથી એકાદ-બે પ્લેયરો ઉધાર લેવા પડતા.

આવો જ અને આનાથી ય મોટો પ્રોબ્લેમ તીનપત્તી માટે થતો. જન્માષ્ટમી આવે એટલે અચાનક બધા પ્યૉર હિંદુ બની જાય અને એકબીજાને અકળાઈને પૂછતા હોય, 'બે સુરીયા... આ જન્માષ્ટમી ક્યારે આવે છે, યાર?'

અને સુરીયો જન્માષ્ટમીને ખિસ્સામાં રાખીને બેઠો હોય, એવો અકળાઈને જવાબ આપે, 'બે, હું તે કાંઈ ગોકૂળ-મથુરાની આંગડીયા-સર્વિસ ચલાવું છું, તે મને પૂછે છે? પૂછ આ ધનીયા ને... એના બાપા ય ખિસ્સામાં બારેમાસ કૅટો લઈને ફરે છે..!'

'એ બધું તો બરોબર.પણ આપણે થઈએ છીએ કેટલા હું, તું ને આ ધનિયો! હાળા ચારે ય પૂરા થતા નથી. ટેબલ તો થવું જોઈએ ને?'ટેબલ થવા માટે ૭-૮ ખેલાડીઓ તો જોઈએ. પાંચથી ય આમ કાંઈ વાંધો ન આવે અને એટલા ય ન થતા હોય તો માણેકચૉક લઈ જઈને ફ્રી ફાફડાની લુખ્ખી આપીએ, ત્યારે માંડ એકાદો આવે. એમાં ય, એની શરત હોય, ''બે, પચ્ચાની નૉટ પૂરી થઈ જશે તો હું ઊભો થઈ જઈશ''છેવટે સામસામે બે જણા રમી નાંખીએ. એકલા એકલા તીનપત્તી ના રમાય... બા ખીજાય!

જન્માષ્ટમી તો હમણાં જ ગઈ. અઠવાડીયાથી બેઠક ચાલુ હોય, એ બધા માંડ થાકીને નવરા પડયા હોય. બબ્બે દહાડાથી તો પથારીમાંથી ઊભો થયો ન હોય...

જન્માષ્ટમીમાં આઠસો-હજારની ઉઠી ગઈ હોય, એટલે એને ઉઠાડવાની તો એના ફાધરે હિમ્મત ન કરે. (એ ય હારીને આવ્યા હોય!)

હજી એ વાતની કોઈને ખબર પડી નથી કે, ફાફડા દશેરાએ જ કેમ? ઊંધીયું ઉત્તરાયણમાં જ, તીનપત્તી જન્માષ્ટમીએ જ ને વઘારેલી ધાણી હોળીના દિવસે જ કેમ? ડ્રિન્કસ ૩૧ ડીસેમ્બરની રાત્રે જ કેમ...?

સૉરી, સૉરી સૉરી... એમાં જ્ઞાતિ-જાતિ કે વાર-તહેવારના ભેદભાવ આપણે રાખતા નથી... બારે માસ, 'જય કન્હૈયાલાલ કી...'

એમના જમાનામાં ભગવાન શ્રીકૃષ્ણ જુગટું રમ્યા હતા, એવું કહેવાય છે, પણ એ જુગટામાં 'તીનપત્તી'આવતી હતી કે નહિ, તેની ખબર નથી.

અમે બધા જન્માષ્ટમી પહેલા જ કૃષ્ણાવતારો ધારણ કરી લેતા. કેવળ જુગટું માટે જ નહિ, ખાડીયાની ગોપીઓના ઉધ્ધાર માટે પણ! ગોપીઓ ખાડીયાની હતી, એટલે બુધ્ધિમાન નીકળી અને ખાડીયાના એકે ય કૃષ્ણ, નટવર કે દામોદરને પરણી નહિ, બધી બહાર જ પરણી... ક્યાં પરણાય ને કોની સાથે તો ન જ પરણાય, એની ખાડીયાની બધી છોકરીઓને ખબર!

પણ તીનપત્તીમાં ગોપીઓ-બોપીઓનું કામ નહિ. અમે બધા દુર્યોધનો અને દુ:શાસનો સાથે જ રમીએ... છેલ્લે જીતે એ જ ખરો નટવરગીરધર! આમાં સારો માણસ જ જીતે, એવું કાંઇ નહિ...

આ લો, અમે હારતા''તા ને? પણ જેમ જેમ રમતા જઈએ, એમ પ્રભુપરમેશ્વર ઉપર અમારો વિશ્વાસ બુલંદ થતો જાય. ભગવાન શંકર કે શ્રી.મહાવીરસ્વામી કે શ્રી.અંબાજી માતાજીને અમે શર્ટના ઉપરના ખિસ્સામાં રાખીએ. હારતા હોઇએ, ત્યારે એ લોકો બહુ યાદ આવે.

'હે ભોળાનાથ... ફૂલ્લીના રાજા સાથે ફૂલ્લીની રાણી તો દેખાઈ છે... હવે ફૂલ્લીનો એક્કો નહિ તો ફૂલ્લીનો ગધેડો ય ચાલશે... ચરકટનો ય ચાલશે, પ્રભુ... પણ મોકલ ખરો!'અને ભોળાનાથ આમ પાછા ભોળા બહુ.

સાચ્ચે જ ફૂલ્લીનો એક્કો આપે એટલે અમારી પાસે 'તોડી નાંખે એવી'પાક્કી થઈ ગઈ.? પછી તો છોડીએ કોઈને..?'આયા..આયા..આયા..'કરતા છ-સાત રાઉન્ડમાં તો ખિસ્સું ખાલી કરી નાંખ્યું હોય... પણ શ્રધ્ધા હોય કે, બાજી આપણી જ છે...

અને સામે વાળો સાલો ત્રણ તીરી લઈને આવ્યો હોય! ભોળાનાથ ઉપરથી માન ઉતરી જાય, બૉસ આવું કરવાનું? સાવ આવું કરવાનું? ફુલ્લીનો એક્કો આલીને ખાંગો કરી નાંખ્યો મને?

પણ પછી પ્રાર્થનામાં થયેલી ભૂલ પકડાય કે, આપણે એક્કો-રાજા-રાણીની પાકી સીક્વન્સ કરવા માટે અરજ ચોક્કસ કરેલી, પણ પ્રભુનું ધ્યાન દોરવાનું ભૂલી ગયેલા કે, સામેવાળાને તઈણ-તીરીઓ ના આલતો!

સામાન્ય સંસ્કારી માણસો જુગારને પાપ ગણે છે, પણ જુગારીઓ જેટલા ઈશ્વરની નજીક બીજું કોઈ હોય છે? બે એક્કા જોયા પછી ત્રીજા માટે એક જ ભજન મનમાં ગવાતું જાય, 'એક તુ ના મિલા, સારી દુનિયા મીલે ભી તો ક્યાં હૈ...

હોઓઓઓ'! શૉપિંગ-મૉલમાં વાઈફને લઈને હરતા-ફરતા કોઈને પ્રભુ યાદ આવે છે? ...સિવાય કે, સામેથી એના ગોરધન સાથે ઘસડાતું-ઘસડાતું આપણું જુનું મૂડીરોકાણ આવતું હોય!  બસ્સો રૂપીયાનું પૉપ-કોર્નનું પેકેટ લઈને મલ્ટિપ્લૅક્સમાં ફાકડા મારતા કોઈને શ્રી.નવકાર મંત્રના જાપ યાદ આવે છે?

ભલે ચુસ્ત હોય! પણ ચુસ્ત હોઈએ કે ના હોઈએ, તીનપત્તી રમતી વખતે દુનિયાભરના ભગવાનોને ભેગા કરીને બોલાવીએ છીએ, ''પ્રભુ, આ વખતે લાજ રાખજે... સામેવાળાને ભારે ટ્રાયો ના નીકળે..!''

અને પ્રભુ ખાસ્સી મોટી લાજ રાખે છે... આપણે બાદશાહનો ટ્રાયો નીકળ્યો હોય ને સાલાઓ હજી જોઈને એક પછી એક... રૂપીયો ય નાંખ્યા વિના પડી ગયા હોય... આપણા હાથમાં શકોરૂં ય ના આવે... સૉરી, શકોરૂં જ આવે!

વાસ્તુશાસ્ત્ર તો હજી નવું નવું આવ્યું. કોઈ તીનપત્તી રમનારાઓને પૂછી આવજો, અસલી વાસ્તુશાસ્ત્ર શેમાં છે? બેઠા પછી આપણા એક ઢીંચણની દિશા પશ્ચિમ તરફ જ રાખવાની.

બાજુમાં કોઈ નમેલા ખભાવાળો આવી ગયો તો એને ઉઠાડીને સામો બેસાડી દેવાનો. પહેલું પત્તું ખોલ્યા પછી મનમાં 'રામ'બોલવાનું જ. જો સાથે ડ્રિન્ક્સ પણ હોય તો આંગળી બોળીને જમીન પર બે ટીપાં ભગવાનને ચઢાવી દેવાના, જેથી ગ્લાસમાં ભૂત-ફૂત ભરાઈ ન જાય.

બેસી બેસીને કૂકડા જેવો થાક્યો હોય છતાં ભૂલેચૂકે ય એક પગ લાંબો ન કરે... પલાંઠો છોડવાનો જ નહિ અને છોડીને બેઠા હો તો વાળવાનો નહિ! કહેવાય છે કે, વાસ્તુશાસ્ત્રની પ્રેરણા તીનપત્તી ઉપરથી મળી હતી.

એમ તો, પ્રામાણિકતાની શોધ પણ તીનપત્તીને કારણે થઈ હતી. જગતમાં આ ગેઇમ રમાનારો કદી બેઇમાન હોતો નથી.. હોય તો બધેથી ફેંકાઈ જાય અને કોઈ બોલાવે નહિ. જીતનારો કદી ગર્વ કરતો નથી. એ વધુ નમ્ર થઈ જાય છે, કારણ કે એ જાણતો હોય છે કે, બીજા દિવસે એની પણ ધોલાઈ થવાની છે..!

'તું નાનો, હું મોટો, એ ખ્યાલ જગતનો ખોટો'જેવી નમ્રતા એનામાં હોય છે. બીજા કોઈ પણ ધંધા કરતા વધુ પ્રમાણિકતા તીનપત્તીમાં હોય છે... છતાં, આ તો ધંધો ય ન કહેવાય! સુઉં કિયો છો? ...કહેવાય?

પણ રાજ્યના પોલીસખાતાને આ રમતવીરોની પ્રામાણિકતા પસંદ આવતી નથી. જે કોઈ શુભસ્થળે આ આત્માઓનો હવન ચાલતો હોય ત્યાં હાડકા નાંખવા પોલીસ આવી જાય છે. ભારત દેશ આટલો વિશાળ હોવા છતાં તીનપત્તીના ખેલાડીઓ માટે હજી સુધી કોઈ જગ્યા ફાળવવામાં આવી નથી.

ક્રિકેટ કે ટેનિસ જેવી રમતો માટે સ્ટેડિયમો ફાળવવામાં આવે છે, પણ તીનપત્તીના રમતવીરોને બે-રૂમ રસોડાં જેટલી જગ્યા પણ સરકાર ફાળવતી નથી. હકીકતમાં, તીનપત્તીના ખેલાડીઓ શોરશરાબા વિના રમે છે. લાખો પ્રેક્ષકો એમને જોવા ભેગા થતા નથી. ટીવી પર એના લાઇવ-કવરેજ દર્શાવાતા નથી.

આ માસુમ ખેલાડીઓ તો યુનિફૉર્મ કે સ્પોર્ટ્સ-શૂઝ પણ પહેરતા નથી. વિરાટ કોહલીની માફક જીમમાં જઈને ચચ્ચાર કલાકની કસરતો કરીને આ લોકો બૉડી બનાવતા નથી. સાદગી એમનો મંત્ર છે. સાચું પૂછો તો તીનપત્તી રમનારાઓ નમ્રતામાં માને છે. પબ્લિસિટીનો એમને કોઈ મોહ હોતો નથી, પણ પોલીસથી આ સાદગી સહન થતી નથી.

ક્લબોમાં ય પત્તાનો જુગાર 'રમી'ને નામે રમાય છે, પણ 'ઉનકો તો પુલીસ કુછ નહિ કહેતી.!'ક્લબમાં રમી રમાય પણ તીનપત્તી નહિ. ઓહ..બ્રીજ કે રમી જુગાર ન કહેવાય? પોલીસ કે સરકાર હોય કે ન હોય, પણ ભોળાનો ભગવાન હોય છે, જે દર જન્માષ્ટમીએ અવતરીને દેશભરમાં ખેલકૂદને પ્રોત્સાહન આપે છે.

આપ સહુને આવતી જન્માષ્ટમી માટે 'ત્રણ એક્કા'ની શુભેચ્છા.

સિક્સર
ઘોડાગાડીની જેમ એક જમાનાના અનેક ધંધા બંધ થઈ ગયા... આપણને કોઈ ખોટ પડી નહિ.. પણ એકની મોટી ખોટ પડે છે, ચપ્પુની ધાર કાઢી આપનારા શોધ્યા મળતા નથી..
 ઇંગ્લૅન્ડ-અમેરિકા કે ચાયનાથી મોંઘા છરી-ચપ્પા લઈ આવ્યા હો, ધાર બુઠ્ઠી થઈ ગયા પછી ફેંકી દેવાના! ધાર કાઢવાવાળા ક્યાં ગયા?

'આરઝૂ' ('૬૫)

$
0
0

ફિલ્મ  :  'આરઝૂ' ('૬૫)
નિર્માતા-દિગ્દર્શક  : રામાનંદ સાગર
સંગીત : શંકર-જયકિશન
ગીતકાર  : હસરત જયપુરી
રનિંગ ટાઈમ : ૧૯-રીલ્સ : ૧૭૭-મિનીટ્સ
થીયેટર            : રીલિફ (અમદાવાદ)
કલાકારો : સાધના, રાજેન્દ્ર કુમાર, ફીરોઝ ખાન, મેહમુદ, નાઝિમા, અચલા સચદેવ, મલ્લિકા, ડેઝી ઈરાની, નઝીર હુસેન, ધૂમલ, નાના પળશીકર, હરિ શિવદાસાણી, બ્રહ્મ ભારદ્વાજ, રૂબી પૉલ, નર્મદા શંકર, કેશવ રાણા, ખૈરાતી, પારો, શ્રીરામ શર્મા.

ગીતો
૧.અય નર્ગીસ-એ-મસ્તાના, બસ ઈતની શિકાયત હૈ...મુહમ્મદ રફી
૨.અય ફૂલોં કી રાની બહારોં કી મલિકા...મુહમ્મદ રફી
૩.છલકે તેરી આંખોં સે, શરાબ...મુહમ્મદ રફી
૪.અજી હમસે બચકર કહાં જાઇયેગા, જહાં જાઇયેગા...મુહમ્મદ રફી
૫.અજી રૂઠકર અબ કહાં જાઇયેગા, જહાં જાઇયેગા...લતા મંગેશકર
૬.બેદર્દી બાલમા તુઝકો મેરા મન...લતા મંગેશકર
૭.જબ ઈશ્ક કહીં હો જાતા હૈ...આશા ભોંસલે-મુબારક બેગમ, સાથી

૧૯૬૦-ના દાયકામાં જેણે ધગધગતી જુવાની જોઈ હશે, એમને યાદ હશે કે, એ જમાનામાં ફિલ્મ જોવા જવું, એક ઉત્સવ હતો. ફિલ્મ ગમે છે કે નહિ, એ તો પછીની વાત હતી... ટિકીટ આવી ગઈ, એ ગોળધાણા વહેંચવા જેવો ઉલ્લાસમય ઉત્સવ હતો. નવી ફિલ્મો તો શુક્રવારે રીલિઝ થાય પણ આગલા સોમવારથી ઍડવાન્સ-બુકિંગ શરૂ થઈ જાય ને આપણે એવા કોઈ બાર-લાખ બાવી-હજાર નહોતા, તે માણસ મોકલીને ટિકીટો મંગાવી લઈએ. 

જાતે લાંબી લાઈનોમાં ઊભા રહેવાનું હજી યાદ હશે. શૉ વખતે કોઈ 'હાઉસફૂલ'ફિલ્મ માટે જઈએ ત્યારે ટિકીટ તો મળી ન હોય, એટલે ખૂબ દયાપાત્ર ચેહરે સિનેમાના કમ્પાઉન્ડમાં ઊભેલાઓને રીક્વૅસ્ટ નહિ, 'આજીજી સ્વરૂપે'પૂછી જોતા, 'ઍક્સ્ટ્રા છે, સર?'પેલો જાણે ઇંગ્લેન્ડની મહારાણીને પરણી આવ્યો હોય, એવા શહેનશાહી અંદાજથી ના ન પાડતો... સાલો આડું જોઈ જતો. નવી ફિલ્મ આવવાની હોય, એટલે ઝણઝણાટ બહુ રહેતો. શહેરો નાના અને થીયેટરો ઘણા એટલે રીલિઝ થતી દરેક ફિલ્મ લગભગ જોઈ તો હોય.

એમાં ય, અમદાવાદની રીલિફ ટૉકીઝમાં આવેલી ફિલ્મ 'આરઝૂ'એ તરખાટ મચાવ્યો હતો. ૨૫-વીક્સ તો તદ્દન સરળતાથી એ ફિલ્મ ચાલી ગયેલી, પણ અન્ય ફિલ્મોની સરખામણીમાં 'આરઝૂ'માટેના વલખાંના ત્રણ મોટા કારણો (૨) સાધના-રાજેન્દ્ર કુમાર બધાને ખૂબ ગમે, (૨) શંકર-જયકિશનની ફિલ્મ હોય એટલે ફિલ્મ આવતા પહેલા રેડિયો સીલોન અને વિવિધ ભારતી પર એકાદ વર્ષ પહેલા એના ગીતોની જમાવટ હોય અને બૈ ગૉડ... 'આરઝુ'ના ગીતોએ તો ફિલ્મ આવવાના વર્ષ-બે વર્ષ પહેલાથી ધૂમ મચાવી મુકી હતી. 

ફિલ્મફૅર, સ્ટાર ઍન્ડ સ્ટાઇલ, માધુરી, પિક્ચરપોસ્ટ, સ્ક્રીન, જી અને ચિત્રલોક જેવા લોકપ્રિય ફિલ્મી મૅગેઝિનોમાં જે તે ફિલ્મના શૂટિંગના અહેવાલો તો છેલ્લા આઠ-દસ મહિનાઓથી છપાતા હોય, એટલે ફિલ્મ સિનેમામાં 'પડે'એટલે ભીડની ધૂમધામો જ હોય! અને (૩) હજી દિવસો એ ચાલતા હતા કે, પૂરા ઇન્ડિયામાં રંગીન ફિલ્મો તો માંડ આવતી ને 'આરઝૂ'તો એવી રંગીન હતી કે, ગુજરાતમાં બેઠા કાશ્મિરના બર્ફીલા પહાડોની લીલોતરી અને ઢાળવાળા મેદાનો ટિકીટના આ જ ભાવમાં જોવા મળવાના હતા... વચમાં ક્યાંક સાધના ઊભી હોય એ નફામાં!

ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રામાનંદ સાગરે (ટીવી-સીરિયલ 'રામાયણ') પ્રેક્ષકોને સિનેમા સુધી ખેંચી લાવવા માટે એકે ય આકર્ષણ બાકી રાખ્યું નહોતું. સાધના-રાજેન્દ્ર ઉપરાંત ડૅશિંગલી હૅન્ડસમ અને મર્દ હીરો ફીરોઝ ખાન હતો. મેહમુદ તો કોનો લાડકો નહોતો? વળી એ વખતની એની મોટા ભાગની ફિલ્મોમાં ધૂમલ તો હોય જ, જે આ ફિલ્મની જેમ પ્રેક્ષકોને હસાવી હસાવીને ડૂચા કાઢી નાંખતો. હસવાની સાથે ગરમ લ્હાય પણ થઈ જવાય એવો બારમાસી રોતડ ચરીત્ર અભિનેતા નઝીર હુસેન પણ ખરો. અલબત્ત, એક ઍક્ટર તરીકે એ સારો હતો, પણ અત્યંત કદરૂપા ચેહરા ઉપરાંત, વચમાંથી તૂટેલા દાંત બહુ ગંદા ને એમાં ય મોંઢા બારે માસ રડેલા રાખવાના, એટલે નઝીર હુસેન કદી લોકપ્રિય ન થયો. 

જે મુમતાઝ સાથે કોઈ પણ ભોગે પરણવા બેબાકળી થતી હતી, એ મુમતાઝની સગી બહેન મલ્લિકા આ ફિલ્મમાં મેહમુદની પ્રેમિકા બને છે. મલ્લિકા દ્વારા સિંઘના સ્વર્ગસ્થ નાના ભાઈ રણધાવાને પરણી છે. (ફિલ્મી પત્રકારો ખોટો ઉચ્ચાર લખે છે. એ 'રંધાવા'નહિ, 'રણ ધાવા'હતો. પંજાબની શૌર્યગાથાઓમાં યુધ્ધના લલકાર સાથે વીર પંજાબીઓ રણભૂમિમાં દોડી જતા, એ શબ્દાર્થ મુજબ 'રણધાવા'થાય!) એવા જ બીજા રોતડ, મરવા પડેલા ભિખારી કે પેટમાં ખાડા પડી ગયેલા અશક્ત અને કાળા ડામર જેવા ખેડૂતના કિરદારમાં સાર્થક નિવડે, એવા નાના પળશીકરને કાંઈ નહિ ને આ ફિલ્મમાં 'સર્જન'બનાવ્યો છે, જે રાજેન્દ્રના પગનું ઑપરેશન કરે છે. 

હિંદી ફિલ્મોના કેટલાક કેરેક્ટરો તમારા મનમાં જ ઉતરે નહિ. ફિલ્મ 'શોલે'માં ભારત ભૂષણ અને પ્રદીપ કુમારની જોડી કલ્પી જુઓ. મનમોહનકૃષ્ણ કે ઈવન આપણા દાદામોની જુવાન હતા ત્યારે ય જુવાન લાગતા નહોતા... એમાં ય, અહીં નાનાને બહુ મોટો સર્જન બનાવ્યો છે... ચિંતા આપણને કહે કે, ચાલુ ઓપરેશન દર્દીને ઉઠાડીને કાકલૂદીભર્યા કંઠે માંગી ન બેસે, 'બાબા... એક રોટી કા ટુકડા દેદો, બાબા...'

યસ. પણ ફિલ્મનો હીરો રાજેન્દ્ર કુમાર ચોક્કસ સન્માન્નીય ડૉક્ટર લાગતો. એની સૌમ્ય પર્સનાલિટી અને ગરીબડા ચેહરાને કારણે ફિલ્મ 'દિલ એક મંદિર'હોય કે 'આરઝૂ'... એ ચોક્કસપણે ડૉક્ટર લાગતો.

રાજેન્દ્ર ડૉક્ટરી ભણીને વૅકેશન કાશ્મિર માણવા એકલો જાય છે, કારણ કે એના સગા ભાઈથી ય વધુ વહાલા પડોસી દોસ્ત ફીરોઝ ખાનને છેલ્લી ઘડીએ પ્રવાસ કેન્સલ કરવો પડે છે. ત્યાં ફરવા આવેલી સાધના સાથે એ પ્રેમમાં પડે છે ને ટચુકડા અકસ્માતે સાધના બોલી ઉઠે છે, 'અપંગોની જીંદગી તે કાંઈ જીંદગી છે... એનાથી તો મરી જવું બેહતર...'એ પછી રાજેન્દ્રને મોટો કાર-ઍક્સિડૅન્ટ થાય છે ને એક પગ કપાવવો પડે છે. 

બસ, હવે સાધનાને ભુલી જવી બેહતર. એ ભૂલી જાય છે, પણ પેલી એને યાદ કરી કરીને અધમૂઇ બની જાય છે. રાજેન્દ્રનો સગાભાઈ જેવો પડોસી દોસ્ત પણ આમાંનું કશું જાણતો નથી અને એને માટે સાધનાનું માંગુ આવે છે. આ બાજુ, રાજેન્દ્રને શોધવા સાધના આકાશ-પાતાળ એક કરી નાંખે છે. છેવટે ગળે કે મનમાં ન ઉતરે એવી બેવકૂફીભરી નાટયાત્મક ઘટનાઓ પછી પ્રેમીપંખીડાઓ ભેગા થાય છે.

ફિલ્મમાં આંખોને ઠંડક આપે એવી બે જ ચીજો છે, એક સાધનાની આંખો અને બીજું, ફિલ્મની મનોરમ્ય ફોટોગ્રાફી, જે ફિલ્મ 'ઍરાઉન્ડ ધ વર્લ્ડ'ના કૅમેરામૅન જી.સિંઘે કરી છે. સિંઘની એ વખતે એક સિધ્ધિ ગણાઈ હતી કે, ૩૫ એમ.એમ.ના કૅમેરાથી ૭૦ એમ.એમ.ની ભારતની સર્વપ્રથમ ફિલ્મ બનાવી હતી. 'આરઝૂ'માં પણ સિંઘસાહેબનો કૅમેરા નયનરમ્ય રંગો લઈને ફર્યો છે. ગુલમર્ગ-કાશ્મિરના દ્રર્ષ્યો તો તમારામાંથી જઈ આવ્યું હશે, એનાથી 'માય ગૉઑઑઑઑ...ડ'નીકળી જશે.

જમાનો રાજેન્દ્રકુમારનો ચાલતો હતો, તો સાધના સહેજે ય પાછળ નહોતી. એની એક પછી એક બધી ફિલ્મો સુપરહિટ જવા માંડી હતી. એક તબક્કે ફિલ્મનગરીની તમામ હીરોઇનોમાં સૌથી વધુ પૈસા સાધનાને મળતા હતા. સાધનાના કાશ્મિરવાળા અન્કલ બનતા (આન્ટી પરવિન પૉલ છે, જે 'રૂબી પૉલ'તરીકે પણ ઓળખાતી, પણ મોટી ઓળખાણ એ છે કે, એ ખૂંખાર ખલનાયક કે.એન. સિંઘની પત્ની હતી.) હરિ શિવદાસાણી સાધનાના રીયલ-લાઇફમાં ય સગા કાકા થતા હતા-બબિતાના પિતા અને રણધીર કપૂરના સસુરજી) ફિલ્મોનું આ આશ્ચર્ય તો રહેવાનું કે, એ લોકો બધા કેવા પ્રોફેશનલ હોય છે! સાધના-બબિતા વચ્ચે જીવનભર બોલવા વ્યવહાર નહોતો પણ અહીં 'હરિ અન્કલ'ને સાચા અન્કલ લાગે, એવો અભિનય કરવાનો.

રાજેન્દ્રકુમારની અટક 'તુલી'છે. (જન્મ તા. ૨૦ જુલાઈ, ૧૯૨૯ : મૃત્યુ તા. ૧૨ જુલાઈ, ૧૯૯૯) સ્કીન-કલરમાં મારા-તમારાથી સહેજ પણ ઉજળો નહિ, પણ ચેહરો સુંદર અને શરીર બિલકુલ પ્રમાણબધ્ધ જાળવી રાખ્યું હતું. કપડાં એને શોભતા હતા અને પરદા ઉપર એક 'પરફૅક્ટ જૅન્ટલમેન'હીરો લાગી શકતો. એની ૧૫-૧૭ ફિલ્મો સિલ્વર જ્યુબિલી હિટ થયા પછી એ 'જ્યુબિલી-સ્ટાર'તરીકે ઓળખાવા માંડયો. 

પુરી ફિલ્મનગરી ઉપર એકહથ્થુ શાસન રાજેન્દ્ર કુમારનું ચાલતું હતું, રાજ-દિલીપ કે દેવ આનંદ... એ ત્રણેમાંથી એકે ય નું નહિ. ખાસ કરીને '૬૦-ના દશકમાં. એ કહે એ જ કાયદો, એ હા પાડે એ જ હીરોઇન કે સંગીતકાર અને ઍક્ટર તરીકે તો ઘણો નબળો હોવા છતાં એ જમાનામાં એની એક સાથે કોઈ ૧૫-૧૬ ફિલ્મો સિલ્વર-જ્યુબિલી હિટ ગઈ હોવાથી એની દાદાગીરી માન્ય પણ રાખવી પડતી. નિર્માતાનું એક પાઇનું ય ઉપજે નહિ, રાજેન્દ્ર કહે એ જ સંગીતકારો લેવાના. આઘાત લાગી શકે, પણ રાજેન્દ્ર કુમાર માટે શંકર-જયકિશને તમામ ફિલ્મો સુપરડૂપર સંગીત આપ્યું હોવા છતાં એની હઠ પ્રમાણે સંગીતકાર નૌશાદને જ લેવાના. અલબત્ત, નૌશાદ વર્ષે એક જ ફિલ્મ કરતા હોવાથી ફિલ્મ 'મેરે મેહબૂબ'માં નૌશાદ લેવાયા.

રાજેન્દ્રની જીદ પાછળ એક હાસ્યાસ્પદ કારણ હતું રાજેન્દ્રના મનમાં રાજ-નરગીસ-દિલીપના ફિલ્મ 'અંદાઝ'માં મૂકેશે ગાયેલા છ ગીતો સીમેન્ટની જેમ એટલા ચોંટી ગયેલા કે, નૌશાદની રીતસર પાછળ પડી ગયો કે, મારે માટે ય પિયાનો પર મૂકેશે પ્લેબૅક આપેલા ચાર ગીતો બનાવો જ. (૧. ઝુમઝુમ કે નાચો આજ ૨. તુ કહે અગર જીવનભર, મૈં ગીત સુનાતા જાઉં ૩. હમ આજ કહીં દિલ ખો બૈઠે અને ૪. તૂટે ના દિલ તૂટે ના, સાથ હમારા છુટે ના..! આ ચાર ગીતો ફિલ્મમાં લેવાયા હતા, પરંતુ રૅકોર્ડિંગ થઈને તૈયાર પડેલા હોવા છતાં મૂકેશના બીજા બે ગીતો ૧. ક્યું ફેરી નઝર, આઓ ના અને ૨. સુનાઉં ક્યાં મૈં ગમ અપના ઝૂબાં પર લા નહિ સકતા... ફિલ્મની લંબાઈ વધી ન જાય માટે કાપી નાંખવામાં આવ્યા હતા.) કહે છે કે, એકવાર તાજમહલ બની ગયા પછી બીજો એનાથી વધુ સુંદર કે એના જેવો બનાવવો તો એના સર્જક માટે ય શક્ય હોતું નથી. 

આમિર ખાનની ફિલ્મ 'દિલ ચાહતા હૈ'માં કોઈ એક સંવાદ બોલે છે, 'પરફૅક્શન કો ઈમ્પ્રૂવ કરના નામુમકીન હૈ...', એમ રાજેન્દ્રની હઠ છતાં મૅક્સિમમ નૌશાદ પિયાનો લઈ આવ્યા અને ફિલ્મ 'મેરે મેહબૂબ'માં મુહમ્મદ રફી પાસે બે-ત્રણ ગીતો ગવડાવ્યા પણ ખરા... ખાસ કાંઇ મોટું કામ ન થયું, છતાં રાજેન્દ્રએ હઠ ચાલુ રાખી અને છેક ફિલ્મ 'સાથી'માં મૂકેશ પાસે પ્લેબૅક લેવડાવ્યું, પણ પિયાનો સાથેના મૂકેશની 'અંદાઝ'વાળી લઝ્ઝત તો એમાં ય ન આવી.

છેલ્લે છેલ્લે તો પોતે નિર્માણ કરેલી 'ગંવાર', 'ટાંગેવાલા'ઉપરાંત 'પાલકી'માં નૌશાદ ઝળહળતું સંગીત ન આપી શક્યા, એટલે ફિલ્મ 'અંદાઝ'વાળા મૂકેશનો હઠાગ્રહ પડતો મૂકવો પડયો. કમનસીબે છેલ્લે છેલ્લે એને જીવલેણ કેન્સર થયું. કારણ તો ખબર નથી, પણ આવો ભયાનક રોગ થવા છતાં એ જીદ પર આવી ગયો કે, 'એમને એમ મરી જઇશ, પણ ડૉક્ટરની દવા નહિ કરૂં કે હૉસ્પિટલમાં નહિ જાઉં..'કહે છે કે, કૅન્સર જેવો રોગ થવા છતાં એણે મૅડિકલ-સારવાર લીધી જ નહિ!

અભિનય તો બળાત્કાર પીડિતાનો કરી કરીને બટકી પણ ખૂબસુરત-લાંબા વાળવાળી નઝિમા આજે તો 'સ્વર્ગસ્થ'છે, પણ બધી દિશાઓથી હીરોઇન મટીરીયલ હોવા છતાં નાઝિમાને કદાચ એની હાઇટ નડી ગઈ અને સૌમ્ય ચેહરાને કારણે દરેક ફિલ્મમાં એને હીરોની નાની બહેનના જ રોલ મળતા. 

શક્તિ કપૂર અને રણજીત જેમ બળાત્કારો (ફિલ્મોમાં) કરવા માટે કુવિખ્યાત હતા એમ પોતાના ઉપર (ફિલ્મોમાં) બળાત્કારો કરાવી કરાવીને અધમૂઇ થઈ ગયેલી નાઝિમાએ મજાકમાં એક વખત કહ્યું પણ હતું, ''હું હીરોઇન ન બની શકી. હીરોની બહેન હોઉં અને મારી ઉપર વિલન બળાત્કાર કરે, એટલા પૂરતું મારું કામ. એક નિર્માતાને તો મેં મજાકમાં એમ પણ પૂછી જોયું હતું કે, 'આ વખતે મારા ઉપર કોણ બળાત્કાર કરવાનું છે?'કમનસીબે, આવી સુંદર અને નમણી નાઝિમાને ઘણી નાની ઉંમરે કેન્સર ભરખી ગયું. 

કૅન્સર તો આ ફિલ્મની હીરોઇન સાધનાને ય કેવી વિકૃતિથી નડી ગયું કે, જેની સુંદર આંખો ઉપર ઘણા ફિલ્મી ગીતો બન્યા છે, એને છેલ્લે છેલ્લે આંખોનું જ કૅન્સર થયું. સાધના અત્યંત ચરીત્રશીલ અભિનેત્રી હતી. નૂતન, નંદા કે માલા સિન્હાની જેમ જીવનભર સ્લૅટ કોરી. કોઇ ડાઘ નહિ. એક માત્ર કૌટુંબિક દોસ્તી રાજેન્દ્ર કુમાર સાથે હતી. આપણે શનિ-રવિમાં એકબીજાને ઘેર ડિનર પર જઈએ છીએ, એવી દોસ્તી.

એવું જ બદનસીબે મૃત્યુ ચરીત્ર અભિનેત્રી અચલા સચદેવને આવ્યું. એ સમયની એક સુલોચના લાતકરને બાદ કરતા આ ઉંમરે પણ જોવી ખૂબ ગમે એવી અચલાના મૃત્યુ સમયે ફૂટી કોડી ય રહી નહોતી.

નહિ તો રાજેન્દ્ર કુમાર કરતા ય વધુ ડૅશિંગલી હૅન્ડસમ હીરો ફીરોઝ ખાન હતો, જેના કમનસીબ કે બેવકૂફીઓના કારણે દરેક ફિલ્મમાં એ સાઈડ-હીરો, વિલન કે હોમી વાડીયાની સ્ટંટ-ફિલ્મો પૂરતો જ સિલકમાં રહ્યો. રોકડું હીરો-મટીરિયલ ફીરોઝ હતો, પણ બદ્દતમીઝ સ્વભાવ અને પોતાનો માલ વેચતા ન આવડયો, એના કારણે એ ફેંકાઇ ગયો.

પણ કાનની સાથે હૈયાને પણ મૌજ કરાવી દે એવું તો આ ફિલ્મનું સંગીત છે. આમ જુઓ તો શંકર-જયકિશનની આટલી હિટ જોડી હોવા છતાં બન્ને વચ્ચે સુપીરિયારિટીના ઝગડા છાના નહોતા રહ્યા. આ એ તબક્કો હતો, જ્યાં બન્ને ગ્રેટ સંગીતકારો (જોડીનું નામ યથાવત રાખીને) અલગ અલગ સંગીતકારો બની ગયા હતા. શંકરે 'સૂરજ'નામથી અલગ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. (ફિલ્મ : 'સ્ટ્રીટ સિંગર') અને જયકિશને આજની આ ફિલ્મ 'આરઝૂ'માં શંકર વગર સંગીત આપ્યું હતું. અર્થાત્, 'આરઝૂ'એક માત્ર ફિલ્મ હતી જેનું સંગીત એકલા જયકિશનનું હતું. યસ. શંકર-જયકિશનની-બન્નેની એક માત્ર નબળાઈ કવ્વાલી હતી. 

બધા પ્રકારના સંગીતમાં માસ્ટરી, કવ્વાલીમાં રસ જ નહિ. પણ આ ફિલ્મમાં 'જબ ઇશ્ક કહીં હો જાતા હૈ, તબ ઐસી હાલત હોતી હૈ...'કવ્વાલી બનાવવી જ પડે એમ હતી. જયકિશને નછૂટકે શંકરનું નામ સજૅસ્ટ કર્યું. શંકરે પણ દાવ જોઈને સોગઠી મારતા એક કવ્વાલી કમ્પોઝ કરવાનો ચાર્જ આખી ફિલ્મના સંગીત જેટલો માંગ્યો અને નિર્માતા રામાનંદ સાગરે એ આપવો પણ પડયો... અલબત્ત, રીઝલ્ટ બહાર પડી ગયા પછી ખ્યાલ આવ્યો કે, કવ્વાલીમાં આ બન્નેનું કામ નહિ!

પણ જયકિશને સલામો ભરવી પડે, 'આરઝૂ'ના તમામ ગીતોની મધુરતા માટે, ખાસ કરીને બીજા બે કટ્ટર હરિફો લતા મંગેશકર અને મુહમ્મદ રફી-બન્ને માટે એકબીજાથી વધુ મીઠા લાગે, એવા ગીતો બનાવવા માટે. લગભગ બધા ગીતોમાં બન્ને લેજન્ડ્સ પાસે જયકિશને હાઇ-પિચમાં ગવડાવ્યું છે. ઘણાને યાદ હશે કે, રફીનું 'અજી હમ સે બચકર કહાં જાઇયેગા...'શરૂઆતના આઠ-દસ વર્ષ સુધી રેડિયો પર સાંભળવા મળતું નહોતું. ફિલ્મમાં તો હતું જ, પણ લતાનું 'અજી રૂઠકર અબ કહાં જાઇયેગા...'ખૂબ હિટ થયા પછી વિવિધ ભારતીએ રફીનો પાર્ટ પણ મૂકવા માંડયો.એ જમાનામાં આપણને ખૂબ ગમેલી પણ આજે જુઓ તો સહેજ પણ ન ગમે એવી ફિલ્મ 'આરઝૂ'હતી.

ઍન્કાઉન્ટર : 09-09-2018

$
0
0

* ડિમ્પલની મિલ્કતમાં તમારો હિસ્સો કેટલો ?
– ‘અદબ સે બાત કરો, સલિમ! હમારા દિલ તુમ્હારા દવાખાના નહિ હૈ... કે જો ભી આયે, નામ લિખવા લે...!
(ડૉ. મહેન્દ્ર મૈસુરિયા, અમદાવાદ)

* ઇન્કમ વધારવાનો કોઇ ઉપાય બતાવશો?
ટૅક્સ ભરવાના બંધ કરી દો.
(ધવલ જે. સોની, ગોધરા)

* આપણા ઘર અને સરકારના વહિવટી તંત્ર વચ્ચે શું ફરક છે ?
ત્યાં પૈસા આપીને કામ થાય... ઘરમાં પૈસા આપવા છતાં કોઇ ગૅરન્ટી નહિ !
(જગદિશ સભાડ, શેઠાવદર)

* ચીંથરેહાલ જીન્સ પહેરતી છોકરીઓ વિશે આપનું શું કહેવું છે ?
સ્માર્ટ ગર્લ્સ... ! જીન્સના કયા ભાગો આરપારના રાખવા, તેની તેમને ખબર છે.
(યોગુ ગામિત, નવસારી)

* શિક્ષક બનવાનું હોય તો તમને કયો વિષય ભણાવવો ગમે ?
– ઍટ લીસ્ટ, મારી જાતને સરતો ન જ કહેવડાવું. ટ્યુશનીયા દેવો કઇ સમજ પર પોતાને સરકહેવડાવે છે કે, ‘સર ડૉન બ્રૅડમૅનઅને આપણા ડાહ્યાભઇ સરવચ્ચે સાચો સર કયો એની એમને પોતાને ય ખબર નથી.
(વિજય ચૌધરી, દેવકાપડી ભાભર)

* ઓશો રજનીશ વિશે તમારો શું અભિપ્રાય છે?
માનસ બદલી નાંછે એવો માણસ.
(જીજ્ઞેશ દવે, જામનગર)

* ઍનકાઉન્ટરનો વિચાર લગ્ન પહેલાં આવ્યો હતો કે પછી ?
વિશ્વના તમામ પુરૂષોને વિચારો લગ્ન પહેલાં જ આવતા હોય છે... પછી વિચારવાની જરૂર પડતી નથી. 
(સાહિલ પી. ગુજરાતી, સુરત)

* ક્રોએશિયાના પ્રેસિડૅન્ટનો ફોટો જોયો?
ક્યાંય પૈણાવવાના છે ?
(મનિષ એ. અમિન, વડોદરા)

* મારા પિતાશ્રી કહેતા હતા કે, બ્રાહ્મણ એટલે માંગણ, શું આ સાચું છે ?
તો એમ કહો ને તમારા ફૅમિલીમાંથી અક્ષરજ્ઞાન જેટલું ય કોઇ ભણ્યું નહિ ! કોઇ ભૂદેવનો સંપર્ક કરો... ગરીબ પીડિતોને તો બ્રાહ્મણો વિનામૂલ્યે શિક્ષણ આપે છે.
(વિપુલ શાહ, મુંબઇ)

* દરબારોના નામ પાછળ સિંહલગાવવાનું કારણ શું ?
સિંહો હંમેશા દરબારો ભરીને બેસે... એકલા નહિ.
(રણજીતસિંહ દીપસિંહ મકવાણા, તલોદ)

* પત્ની અને પ્રેમિકા. એક દર્દ દીવાની, એક પ્રેમ દીવાની. સુંઉ કિયો છો?
ટૂંકમાં, બંનેનું લોહી મગજ સુધી પહોંચતું નથી. આ ભોગવનાર ગોરધનોની ઇશ્વર રક્ષા કરે.
(મહેન્દ્ર સુરાણી, રતનપુરભાલ)

* વરસાદ અને હવામાન ખાતા વચ્ચે કેમ બાપના માર્યા વેર છે ?
રાજ્ય સરકાર હવામાન ખાતાને હવે હિલસ્ટેશનમાં ફેરવી નાંખીને જે થાય એટલી રોકડી કરી લે, પછી વરસાદની આગાહી ચોળાફળીની લારીવાળો, કાર્ડીયાકસર્જનો કે ટ્રાફિકપૉલીસવાળા કરશે, ત્યારે ગૅરન્ટીથી વરસાદ પડશે.... કે ના કીધા પછી નહિ પડે !
(જગજીવન મેતલીયા, ભાવનગર)

* જીવનમાં ખુશ રહેવા માટે શું કરવું ?
ઓહ સૉરી... તમારૂં તો નામે ય આખું નથી. રહેવા માટે ઘર કે મોબાઇલ ફોન પણ નથી. અરેરેરે... તમારા ખુશ રહેવાનો તો સવાલ જ ઊભો થતો નથી.
(મુત્સ્ફહિરબાવન)

* બાળકના નામ પાછળ પિતાનું નામ જ કેમ ? માતાનું કેમ નહિ ?
કહે છે કે, સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી... ને એમાં કોક દિ સાચું બોલાઇ ગયું તો...!!!
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* આપણે હવે નક્કી કરી લીધું કે, મારો સવાલ પૂછાય પછી જ સવાલ પૂછવાનો.
આવું કેટલા સમયથી રહે છે... ?
(સરફરાઝ શેખ, અમદાવાદ)

* હું તમિલનાડુમાં રહું છું અને નિયમિત ઍન્કાઉન્ટરવાંચું છું. મારો પ્રશ્ન એ છે કે, ભાજપની પૂર્ણ બહુમતી હોવા છતાં ૩૭૦મી કલમ દૂર કેમ નથી થતી
ઓહ... હજી અનામતોવાળાની ૪૭૦, ૫૭૦, ૯૭૦, ૧૫૭૦... આવી તો હજારો કલમો બાકી છે.
(દેવેન્દ્ર ભમ્બા, તિરૂપુર તમિલનાડુ)

* ‘ઍન્કાઉન્ટરના જવાબો વાંચીને મને હસવું કેમ નથી આવતું ?
જડબું ચોંટી ગયું હોય, ત્યારે આવું થાય.
(નીતિન ખાંટ, પડધરી)

* જો ભગવાન આપણી અંદર હોય, તો મંદિરમસ્જીદમાં શું હોય ?
સનસનાટીભર્યા શાયર રાહત ઇન્દૌરીનો એક શૅર કાફી છે :
किसनेदस्तकदीयेदिलपरकौनहै,
आपतोअन्दर हैंबाहरकौनहै..?
(ભાવેશ ડાભી, જામનગર)

* વહુ અને વરસાદને જશ નહિ... ઐવું કેમ ?
વરસાદ માટે હવામાન ખાતાને પૂછવા જવાય... વહુ માટેની એ લોકો પાસે ન હોય. 
(ધવલ જે. સોની, ગોધરા)


હવે સ્વૅટરો કાઢતા નહિ

$
0
0

હેલા તો ગુજરાતમાં કાકાઓ ય એવા થતા હતા કે, કોટ-ધોતીયા સાથે છત્રી હોય જ... વરસાદ હોય કે ન હોય ! છત્રી એમના આધાર-કાર્ડ જેવું કામ કરતી. છત્રી વગરના કાકા 'મરીઝ'ના શે'ર વગરના મુશાયરા જેવા લાગે. 

હવે પહેલા જેવા વરસાદો ય નથી પડતા અને પહેલા જેવા કાકાઓ ય નથી થતા. પૂરા ભારતમાં વરસાદની રેલમછેલ હોય અને અમદાવાદમાં પહેરેલા જ નહિ, સૂકવેલા લેંઘા ભીના થાય, એટલો ય વરસાદ નથી પડતો.

ઋતુઓને ગુજરાત સાથે ખાનદાની વેર થઇ ગયું છે, પરંપરાઓથી ચાલ્યું આવે. કેવળ વરસાદ નહિ, ગુજરાતમાં ઠંડી પડતી ક્યારે જોઈ ? કરફ્યૂમાં ધાંયધાંય કરતી ગોળીઓ છૂટે, એવી ગરમી છોડવામાં ઋતુઓને ગુજરાત સાથે ઘરના સંબંધ યાદ નથી આવતા... સાલો, જેટલો પરસેવો પડે છે, એટલો ય વરસાદ નથી પડતો. આપણે અન્નકૂટ ધરાવ્યો હોય ને પ્રસાદમાં ૧૨૦-નો મસાલો મળે, એવો મામલો થયો.

આખું ચોમાસું પૂરૂ થયું ને ગુજરાતમાં કોઇને છત્રી કે રૅઇનકોટ કાઢવાનો અવસર મળ્યો નહિ. ફડક એટલો પેસી ગયો છે કે, બાથરૂમમાં શૉવર લેવા જઇએ તો એમાંથી ટીપાં પડશે કે નહિ, એની ચિંતા રહે છે. જો કે, ગુજરાતણો એમને એમ ચીજો વેડફી ન નાંખે. ઘરમાં વર્ષોથી એમના ગોરધનની માફક વપરાયા વગરના પચ્ચા રૅઇન કોટો પડયા હોય, એ બધાને ફાડી ફાડીને ડાયનિંગ-ટૅબલના કવર બનાવવામાં વાપરી નાંખે. છત્રીના કાપડની તો મૉર્નિંગ-વૉક માટેની ચડ્ડીઓ સરસ બને. એમાં એટલું જ કાપડ જોઇએ.

લગ્નપ્રસંગ તાંબાની ટબૂડીમાં વચલી બે આંગળીઓ ડૂબાડીને શુક્લજી આપણા માથા ઉપર જળના દોઢ-બે ટીપાં છંટકારે, એટલી માત્રાનો વરસાદ આખા ચોમાસામાં પડતો હોય, ત્યાં એ વખતે તો રૅઇનકોટ પહેરીને ન ઊભા રહેવાય ને ? અણવર (બેસ્ટમૅન)ને ય બાજુમાં ઊભા રહેવાનો ચાન્સ ન અપાય... કન્યાવાળા, આપણા કરતા અણવરની ડ્રેસ-સૅન્સ સારી સમજે કે, એણે કમ-સે-કમ રૅઇનકોટ તો સારા દરજી પાસે સિવડાવ્યો છે ! ગુજરાતમાં વરસાદે આ વખતે બધાની ફિલ્મ ઉતારી દીધી. 

છત્રીઓ ને રૅઇનકોટો સ્ટોર-રૂમોમાં પડયા રહ્યા. આપણે ત્યાં તો ઠેઠ જૂનથી જોઇ જોઇને જીવો બળે કે, આપણા ગુજરાતીઓના ઘરોમાં મેહમાનો આવે ત્યારે છત્રા કે રૅઇનકોટ પહેરીને બેસાતું નથી કે, ''ઇ... જાપાનથી જરીવાલા અમારા માટે રંગીન છત્રી અને નવી મર્સીડીઝ-કલરનો રૅઇનકોટ લેતો આવ્યો હતો, એ વાતને છ વર્ષ થઇ ગયા. 'જલ્દી પહેરૂ... ક્યારે પહેરૂ...?'એવા સોટા તનબદનમાં ચઢ્યા હોય, પણ રૅઇનકોટો વરસાદ સિવાય પહેરી શકાતા નથી.'

પણ ગુજરાતનું ચોમાસું એકલું શું કામ બદનામ થાય ? શિયાળાની ટાઢો (કાઠીયાવાડી ઉચ્ચાર, 'ટાયઢું') કઇ વળી વરસી પડી ? આપણા સ્વૅટરો કબાટમાં વગર મફતની જગ્યા રોકે છે, એ કાઢવાનો કોઈ શિયાળો યાદ છે ? જૂની પ્રિયતમ્મા જેવા એ સ્વેટરો ઘરમાં પડયા પડયા ય મીઠો ભૂતકાળ બની ગયા. બ્રધરે ડયૂટી ભરીને કેવું રંગીન સ્વૅટર મોકલાવ્યું હતું, એ વર્ષોથી વપરાયું જ નહિ, એમાં હવે એનો ઉપયોગ પગલૂછણીયા તરીકે થાય છે.

મને યાદ છે, ઇંગ્લૅન્ડથી મારા સાળાઓએ ગિફ્ટમાં મોકલાવેલું સ્વેટર પહેરવા ગાડી લઇને અમારે ખાસ માઉન્ટ આબું જવું પડતું. આપણા ગુજરાતમાં તો વરસાદની જેમ ઠંડી ય કદી પડે નહિ. ભલે ગમે તેટલું મોઘું હોય, પરસેવા કાઢતી ગરમી અને બફારામાં અમદાવાદમાં માણસ સ્વૅટર ક્યાંથી પહેરે ? માઉન્ટ આબુમાં મસ્તમજાની ઠંડી ય પડે અને ઝરમરઝરમર વરસાદે પડે. ત્યાં રૅઇનકોટ કે સ્વૅટર પહેરાય. ત્યાં સીઝનમાં ધ્રાસકાની જેમ વરસાદ પડતો હોય છે. અમદાવાદના સીજીરોડ ઉપર આઠ-દસ હજારનું સ્વૅટર પહેરીને નીકળો તો ભિખારીઓની વસ્તીમાં તાંબા-પિત્તળનો રથ નીકળ્યો હોય, એવું લાગે.

આજ સુધીની હિંદી ફિલ્મોમાં શશી કપૂર જેવા સોહામણા સ્વૅટરો કોઇએ પહેર્યા હોવાનું યાદ નથી. ટી-શર્ટ (જરસી) પણ એક માત્ર એણે શરૂ કરી, નહિ તો ત્યાં સુધી ટી-શર્ટો બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોના ગુંડામવાલીઓ જ પહેરતા હતા. એક માત્ર શશીબાબાએ શરૂઆત કરી અને બીજા કોઈ હીરોએ હિમ્મત પણ ન કરી. 

સુનિલ દત્ત પણ સ્વૅટરો સુંદર પહેરતો. ફિલ્મ 'હમરાઝ'માં 'જાની'રાજકુમારના સ્વૅટરોએ ય ઘણા બધાને મોહી લીધા એટલે ટાઈમ બગાડયા વિના એવું એકાદું સ્વૅટર સસ્તામાં મળી જતું હોય તો પાનકોર નાકા લેવા નીકળ્યા. બધાએ સલાહ આપી કે, શર્ટની માફક સ્વૅટર સિવડાવવાના ન હોય... તૈયાર જ મળે. પુરૂષો સાથે આ અન્યાય ક્યાં સુધી ચાલુ રહેશે કે, એને પહેરવાના સ્વૅટર, બનિયન કે મફલરો સિવડાવી શકાતા નથી, જે તૈયાર હોય એ જ મળે. 

એ વાત જુદી છે કે, મફલર અમને લોકોને સુતરાઉ જ પોસતા. પણ રાજકુમારની માફક છાતી ઉપર મફલરની આંટી મારીને ખભાની પાછળ એક છેડો લટકાવી દેવામાં અમેલોકો રાજકુમાર જેવા તો નહિ, પગરીક્ષાવાળા જેવા વધુ લાગતા. સ્વૅટરો સુતરાઉ હોય-એટલું જ અમને પોસાતું. છતાં અમેબધા મફલરીયાઓ અમદાવાદની કૃષ્ણ ટોકીઝ પર રોજ એક આંટો મારવા જતા, જ્યાં રાજકુમારની ફિલ્મ 'હમરાઝ'ચાલતી. યસ. એક ખભો પણ થોડો વાંકો રાખવાનો. એમાં એક જણ શોધી લાવ્યો કે, 'નીલે ગગન કે તલે, ધરતી કા પ્યાર પલે...'ગીતમાં રાજકુમાર ૧૭-વખત સ્વૅટરો બદલે છે. પાછો એની માહિતી સુધારનારો હોયકે, સ્વૅટરો ૧૭-નહિ, ૧૩ - જ હતા, બાકીનામાં બ્લેઝર્સ હતા. એની ય પાછી શરતો લાગે.

એ તો જો કે, ફિલ્મ ઉતરી ગયા પછી અમને બધાને ભાન થયું કે, સ્વૅટર કે મફલરો પહેરવાથી રાજકુમાર નથી બનાતું.સ્વૅટરો પહેરવા માટે માઉન્ટ આબુ જવાનું, પોસાતું કારણ કે, કાશ્મિર કોઈ જવા દેતું નથી અને ઊટી-ફૂટી પોસાય નહિ. આબુ કિફાયત ભાવે પડે. ત્યાંનું હવામાન સ્કૂલે મૂકેલા બાળક જેવું સોહામણું હોય છે. 

ત્યાં ઠંડીમાં તડકો મીઠાઈ પર લાગેલ ચાંદીના વરખ જેવો હોય. ઠંડી હવાના ઝકોરા વચ્ચે પર્વતો તડકો ઓઢીને બેઠા હોય. રાત્રે એ જ પર્વતોની ઘાટીના નાનકડાં મકાનોમાં બળતા ફાનસો જોઇને ફિલ્મ 'પાકીઝા'નું ગીત યાદ આવી જાય, 'જુગનૂ હૈ યા ઝમીં પર, ઉતરે હુએ હૈં તારે...'

શિયાળો આવી રહ્યો છે. કબાટમાંથી સ્વૅટરો કાઢવાની મૌસમ શરૂ થઇ જશે... પણ આ તો ગુજરાત છે. સ્વૅટર પહેર્યા પછી એસીમાં જતા રહેવું પડે. છત્રી તો માળીયામાંથી કાઢવાની નૌબત આવી નથી. અલબત્ત, જીવ ન બળે, એની એક ફોર્મ્યુલા છે.

પરમેશ્વરને પ્રાર્થના કરો કે, ગુજરાત પાસેથી વરસાદ તો છીનવી લીધો... હવે હે દયાળુ.. આ શિયાળામાં સ્વૅટર પહેરી શકાય એટલી ટાઢ તો આપજે વહાલા... સ્વ. ફાધરની છત્રી અને લંડનથી ભાઈએ મોકલેલું સ્વૅટરે ય કાણાવાળું થઇ ગયું... એ બન્ને કોઇને ગિફ્ટમાં તો આપી શકાય !

સિક્સર
હજી ગરમી કેટલી પડે છે...! આજકાલ તો બરફે ય ગરમ આવવા માંડયો છે.

Article 0

$
0
0

ફિલ્મ : 'જીંદગી'('૬૪)
નિર્માતા : જેમિની સ્ટુડિયો- મદ્રાસ
દિગ્દર્શક : રામાનંદ સાગર
સંગીત : શંકર- જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર- હસરત
રનિંગ ટાઈમ : ૧૭- રીલ્સ :
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : પૃથ્વીરાજ કપૂર, વૈજયંતિમાલા, રાજેન્દ્ર કુમાર, રાજકુમાર, મેહમુદ, હેલન, જયંત, જીવન, કન્હૈયાલાલ, લીલા ચીટણીસ, મુમતાઝ બેગમ, પુષ્પાવલી, બેબી ફરિદા, ધૂમલ, નિરંજન શર્મા, હીરા લાલ, માસ્ટર શાહિદ, રણધીર અને હની (ડોગી)

ગીતો
૧... પહેલે મીલે થે સપનોં મેં ઔર આજ સામને પાયા...        મુહમ્મદ રફી
૨... ઘુંઘરવા મોરા છમ્મછમ્મ બાજે, છમછમતી...         આશા ભોંસલે- રફી
૩... હમ દિલ કા કંવલ દેંગે ઉસકો, હોગા કોઈ...            મન્ના ડે- લતા - કોરસ
૪... દિલ તો બાંધા ઝૂલ્ફ કી ઝંજીર સે... મન્ના ડે
૫... આજ ભગવાન કે ચરણોં મેં ઝૂકાકર સર કો...         આશા ભોંસલે- રફી
૬...હમ પ્યાર કા સૌદા કરતે હૈં એક બાર (બે પાર્ટમાં) લતા મંગેશકર
૭... છુને ન દૂંગી મૈં હાથ રે, નઝરીયોં સે- આશા ભોંસલે -      લતા મંગેશકર
૮... એક નયે મેહમાન કે આને કી ખબર હૈ, દિલ મેં... લતા- કોરસ
૯... હમને જફા ન સીખીં, ઉનકો વફા ન આઈ...            મુહમ્મદ રફી
૧૦... મુસ્કુરા લાડલે મુસ્કુરા, કોઈ ભી ફૂલ ઇતના નહિ..            મન્ના ડે
૧૧... પ્યાર કી દુલ્હન સદા સુહાગન, કભી ન વિધવા...           લતા મંગેશકર
ફિલ્મના આઠ ગીતોની ધૂન જયકિશને બનાવી હતી, એટલે કે ગીત નં. ૧,,,,,૭ અને ૧૧ હસરત જયપુરીએ લખ્યા હતા, બાકીની તરજો શંકરની શૈલેન્દ્રએ લખી હતી. ગીત નં.૪ અને ૫ મન્ના ડે, મુહમ્મદ રફી અને આશા ભોંસલેએ મીટરલેસ ગાયા છે.

સંગીતની ભારતમાં બધાને સમજ ખપ પૂરતી છે. આખી ઝીંદગીમાં શંકર-જયકિશને બીજી એક પણ ફિલ્મમાં સંગીત આપ્યું ન હોત કે મન્ના ડેએ 'મુસ્કુરા લાડલે મુસ્કુરા, કોઈ ભી ફૂલ ઇતના નહિ ખૂબસુરત'સિવાય બીજું કોઈ ગીત આખી કરિયરમાં ગાયું નહોત, તો પણ એ શંકર- જયકિશન કે મન્ના દાના પગ ધોયેલું પાણી પીવા મળે, તો ય મારી જાતને નસીબવંતો માનું ! કવિ શૈલેન્દ્ર પોતે આવું હૃદયંગમ ગીત લખતા લખતા રોયા તો હશે ને ? ને તો ય, આપણી 'કમ્પિટિશન'હજી ચાલુ જ છે કે, દાદાની આંખોમાંથી અશ્રુ છુટા મૂકાવી દેનારૂં આ ભાવગીત ભલે જયકિશને બનાવ્યું નહોતું... 'શંકર'કૃપા હતી તો પણ એ બન્નેના પગ નીચે ફૂલ તો નેત્રોની જેમ પાથરવાના. ફૂલ બજારમાં દસ-વીસ રૂપિયે કિલો મળતા હશે.. શંકર-જયકિશન દાબડી ખોલતા જ બસ્સો વર્ષ નીકળી જાય એવી સોનાની દાબડીમાંથી જો એક એક ગીત નીકળવાનું હોય, તો બદલામાં એ લોકો કાશ્મિર પાછુ આપવા તૈયાર છે...

વ્યવસ્થા એવી બનાવી રાખેલી જે શૈલેન્દ્રએ લખેલા ગીતોની ધૂન શંકર બનાવે અને હસરત જયપુરી જયના ગીતો બનાવે. પણ એન્ડ-પ્રોડક્ટ તો જુઓ. એવું નથી કે માત્ર 'જીંદગીના ગીતો વધુ સારા છે. આ લખનારને મતે શંકર-જયકિશનનું સર્વોત્તમ સંગીત 'કન્હૈયા'માં હતું. (વિવાદનો કોઈ અર્થ નથી, એટલે શરત હું જીતી ગયો કહેવાઉં ! બાજી ફીટાઉન્સ !!

તો.. રાગ શુધ્ધ સારંગમાં બનેલા આ ગીતનું ભાગ્યતો જુઓ કે, ફિલ્મમાં રાજેન્દ્ર કુમારના મુખે ગવાયું હોવા છતાં આપણને કોઈ ફરિયાદ રહેતી નથી કે આવા શબ્દો, આવો કંઠ કે આવા સંગીતને રાજેન્દ્ર ન્યાય આપી શકશે ? ચોક્કસપણે એ માણસે આગળપાછળની અનેક ફિલ્મો છતાં અહીં સાબિત કરી આપ્યું કે, એક એકટર તરીકે ચેહરા ઉપર પૂરા લાગણીશીલ ભાવો લાવી શકે છે.

રાગ શુધ્ધ સારંગ નૌશાદઅલીનો વધુ માનીતો રાગ હતો. 'દિલરૂબા મૈંને તેરે પ્યાર મેં ક્યા કયા ન કિયા..''સાવન આયે યા ન આયે, જીયા જબ ઝૂમે સાવન હૈ, કે 'દુ:ખભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે..''રાગ સારંગના દ્રષ્ટાંતો છે. ઇવન હેમંત દા એ પણ લતા પાસે જાદુગર સૈંયા છોડો મારી બૈંયા, હો ગઈ આધી રાત.. પૂરી શાસ્ત્રોક્તતાથી બનાવ્યું હતું. એ ૧૯૪૬ થી ૧૯૬૬ ના બે દસકા હિંદી ફિલ્મ સંગીતના યાદ કરવા પડતા નથી... કયું ગીત આપણને મોંઢે નથી ? આ બન્ને સંગીતકારો ઉપર માતા સરસ્વતી-શારદાની કેવી કૃપા રહી હશે કે, ફિલ્મ ગમે તે હો, સંગીત શંકર-જયકિશનનું હોય એટલે પ્રેક્ષકો સિનેમા હાઊસોમાં નહિ, મંદિર-દેરાસરોમાં હરિકીર્તન કરવા આવ્યા હોય, એવા ભાવઅભિભૂત થઈ જાય અને આજ સુધી રહ્યા છે. 

આ કોલમના લખનારે મન્ના દાદાની બાજુમાં પલાંઠી વાળીને એમના સંગીતકક્ષમાં બેસીને એમના મુખે હાર્મોનિયમ સાથે 'મુસ્કુરા લાડલે..'સાંભળ્યું ન હોત તો વાચકસ્વરૂપે તમે ય કદાચ ન માનત કે, આ કરૂણામય ગીત ગાતી વખતે દાદાની આંખોમાંથી મુશ્કેલીથી ટપકતા આંસુ સગી નહિ, ભીની આંખે અમે પણ જોયા છે. 

દાદાના ઝભ્ભા પર પડે એ પહેલા ઝીલી લઈને ચોરેલૂં મન્ના દાનું એ આંસુ આજે સાચવી રાખ્યૂ હોત, તો આખું પાકિસ્તાન એ આંસુના બદલામાં પૂરૂ પાકિસ્તાન આપી દેત. અમારી પાસે મૂળકિંમતે માંગત અને ઘડીના છઠ્ઠા ભાગમાં હું વોરેન બફેટ કે બિલ ગેટ્સ બની ગયો હોય !

હસરત જયપુરીના ભાથામાંથી હૂસ્ન, ઇશ્ક, મુહબ્બત, અલ્લાહ કે સપના-ફપના કાઢી નાંખો તો કવિતાની નીચે એણે કરેલી ફક્ત સહિ બચે. પ્રિયતમાના વખાણો જ વખાણો ઉપર આ માણસે આખી જિંદગી ખેંચી કાઢી. અહીં જુઓ : 'અય સાંવલી હસિના, દિલ મેરા તૂને છીઆ..'અર્થાત્ એ જેને માટે આ ગીત બનાવે છે, એ પ્રેમિકાતો કાળીધબ્બ છે... વિનયમાં ભલે 'સાવલી-બાંવલી'કહી દઈએ. પણ આગળ ત્રીજા અંતરામાં રામ જાણે કઈ પતંજલીમાંથી નહાવાના સાબુઓ ઉપાડી લાવ્યો હશે કે, અચાનક સાંવલી હસિના 'ગોરી થઈ જાય છે.''ગોરે બદન પર કાલા આંચલ ઓર રંગ લે આયા...'એ વાત જુદી છે કે, એ હસરત હતો, સાહિર નહિ !

મદ્રાસના જેમિની સ્ટુડિયોઝની લગભગ બધી ફિલ્મો સિનેમાઓ છલકાવતી. બે નાગડાંપૂગડાં બાળકો પિપુડી વગાડે, એ જેમિનીનો 'લોગો'આજસુધી બધા પ્રેક્ષકોને યાદ રહી ગયો છે. 'જેમિની'ના માલિક એસ.એસ.વાસન મૂળ તો રેસના શોખિન અને 'જેમિની'એમના ફેવરિટ ઘોડાનું નામ હતું. એની યાદમાં આ નામ 'જેમિની'પડયું. તમિળ ફિલ્મો ઉપરાંત 'જેમિની' (કેટલાક પ્રબુધ્ધ શિક્ષિતો સ્ટાઈયલિશ ઉચ્ચારમાં 'જેમિનાઈ'બોલે છે... ખાસ કરીને 'ઝોડિયાક'જ્યોતિષમાં)

રાજેન્દ્ર કુમાર સજ્જન અને સંસ્કારી ઘરનો હીરો બેશક લાગે, પણ મારામારી.. આઈ મીન, ફાઈટીંગના દ્રષ્યોમાં એનું કામ નહિ. એ ફાઈટિંગ કરતો હોય ત્યારે આરંગેત્રલ કરતો હોય એવો લાગે.

મેહમુદ તો એ પછી એની સાથે આ જ રામાનંદ સાગરની 'આરઝૂ'માં પણ હતો, પણ મેહમુદે ઉઘાડેછોગ કરેલ ઘટસ્ફોટ મુજબ,(આ શબ્દના ઉચ્ચારની ય મજા છે. અમારા સૌરાષ્ટ્રમાં હજી ઘણા 'ઘટ-સ્ફોટ'બોલે છે.. !)

રાજેન્દ્ર કે મનોજ કુમારની આંખોમાં મેહમુદ કાયમ ખૂંચતો હતો. બે સાથેના દ્રષ્યોમાં પ્રેક્ષકોની તાળીઓ મેહમુદ લઈ જતો જેમ કે, આ જ ફિલ્મમાં ઘરનો નોકર મેહમુદ માલિક રાજેન્દ્રને કહે છે, એની સાઈડ- કારવાળી મોટર-સાયકલમાંથી છોકરીઓના વાળમાં ભરાવવાની પિન મળી છે. ઝડપાઈ ગયેલો રાજેન્દ્ર કહે છે, 'ઇસ કા મતલબ, મેરી મોટર- સાયકલ મેં લડકીયાં બૈઠતી હોગી,કયા ?'જવાબમાં મેહમુદ કહે છે, 'નહિ નહિ.. તો શાયદ તુમ્હારા કૂત્તા ઇસે સર મેં લગાતા હોગા !'

રાયબહાદુર પૃથ્વીરાજ કપૂરનો એકનો એક દીકરો રાજેન્દ્ર, ગરીબીને કારણે એક નાટકકંપનીમાં કામ શરૂ કરતી વૈજ્યંતિમાલાના પ્રેમમાં છે. જેની ઉપર એ થીયેટર કંપનીનો માલિક હીરાલાલ નજર બગાડે છે. પ્રેમ તો રાજ-વૈજુ વચ્ચે જ થાય છે, પણ એ નાટકકંપનીના સજ્જન મેનેજર પણ મનોમન વૈજુને ચાહે છે, પણ કહી શક્તો નથી, એમાં રાજેદ્ર-વૈજુ પરણી જાય છે. પણ એકલા રહેતા રાજકુમારની સાથે ચાલીના મવાલી ગુંડા જીવન સાથે રાજકુમારને બનતું નથી. 

એટલે વૈજુનું અપહરણ કરાવવાનો પ્લોટ ઘડે છે એમાં સફળ થતો નથી, પણ જીવ બચાવવા વૈજુ અજાણતામાં રાજકુમારના ઘરમાં ઘુસી જાય છે, તોફાનોને કારણે પૂરા શહેરમાં કરફ્યૂ હોવાથી વૈજુને રાજકુમારના ઘેર પરાણે એક રાત ગાળવી પડે છે. દરમ્યાનમાં હીરાલાલનું ખૂન જીવણ કરે છે અને દોષનો ટોપલો રાજકુમારના માથે આવે છે. વૈજુ કત્લની રાતે રાજકુમારના ઘરમાં હતી, એવું અદાલતમાં કહી શકાય તો રાજકુમાર બચી શકે.

એને સજા સંભળાવવાની આવે છે, એ જ મૌકા ઉપર અદાલતમાં વૈજ્યંતિમાલા હાજર થઈને રાજકુમારને નિર્દોષ છોડાવે છે. પણ રાજેન્દ્રની પત્ની હોવા છતાં અકસ્માત આખી રાત રાજકુમારના ઘરે રહી આવી હતી, એ વાતથી વૈજુનો સંસાર બગડતો જાય છે. રાજેન્દ્ર એને ઘરમાંથી કાઢી મૂકે છે. એને પ્રસૂતિ થઈ જાય છે ને થોડા વખતમાં રાયબહાદુર પૃથ્વીરાજ્ની હાજરીમાં મરતો જીવન ખૂન રાજકુમારે નહિ, જીવને પોતે કર્યું છે, એવું કબુલી રાજકુમારને નિર્દોષ છોડાવે છે. છેલ્લે સારાવાનાં તો થવાના જ.

વૈજ્યંતિમાલા અને રાજેન્દ્ર કુમાર વચ્ચેની પ્રેમકહાણી પણ અજીબોગરીબ છે. ફિલ્મ 'સૂરજ''સાથી', 'સંગમ''જીંદગી'અને 'ગંવાર'એ બન્નેએ સાથે કરી, એમાં કહે છે કે, બન્ને વચ્ચે પ્રેમ 'સૂરજ'થી થઈ ગયો. હવે જરા ગમ્મત પડે એવી વાત છે. આ બાજુ વૈજુ-રાજેન્દ્ર કુમાર ચાલુ, તો બીજી બાજુ રાજ કપૂર સાથે 'સંગમ'ને કારણે બન્ને પ્રેમમાં. ત્રીજી બાજુ 'લીડર'બનાવી રહેલો દિલીપ કુમાર ધૂંધવાય તો ખરો કે, એક જ દિવસે 'સંગમ'અને 'લીડર'ના શૂટિંગો મુંબઈમાં ચાલે અને રાજ કપૂર બપોરની શિફ્ટ ( જે 'લીડર'માટે હતી, ત્યાં રોજ મોડું કરાવે.) પેલી જાણી જોઈને મોડી જાય પણ ખરી.

'
સંગમ'પછી તો રાજ કપૂર બાજુ પર ખસી ગયો હતો ને વૈજુ એક માત્ર રાજેન્દ્ર કુમારની બની ગઈ હતી. હસી પડાય એવી એક વચલી વાતે ય ખરી કે, રાજ-દિલીપ બન્ને ઉલ્લુ બનતા રહ્યા કે, વૈજુ તો આપણી જ છે.. ત્યારે આ બાજુ રાજેન્દ્ર-વૈજુ પૂરબહારમાં ખીલ્યા હતા. એ વાત પાછી આગળ વધી ગઈ કે રાજેન્દ્ર કુમાર અને સાયરા બાનુ વચ્ચે 'આઈ મિલન કી બેલા'દરમ્યાન પ્રેમપુરબહારમાં ખીલ્યો હતો અને એ બન્નેને રોકવા સાયરાની મમ્મીએ રીતસરનું માંગુ દિલિપ માટે સાયરાનું નાખ્યું અને સાયરા-દિલીપ પરણી ગયા.

પણ મેહમુદ ઘણો અન્ડરરેટેડ કોમેડિયન ગણાતો, એનો પૂરો બદલો, એ જામવા માંડયો ત્યારે લેવા માંડયો. દરેક ફિલ્મે એણે પોતાના ભાવ વધારવા માંડયા, ક્યારેક તો હીરો કરતા પોતાને પેમેન્ટ એક રૂપિયો વધુ મળવું જોઈએ અને દરેક ફિલ્મમાં (જરૂર હોય કે ન હોય ) નિર્માતાએ એક ગીત મેહમુદને આપવું જ પડતું. ફિલ્મોમાં મેહમુદનો ઓલમોસ્ટ પર્મેનેન્ટ સસરો ધૂમલ જ હોય અને એ બન્નેની કોમિક કેમેસ્ટ્રીને કારણે સ્થૂળ... હસવું ખૂબ આવતું. દ્હૂમલને આટલી ફિલ્મો મળતી, એમાં બેશક મેહમુદનો ફાળો છે.

'જાની'રાજકુમાર એના ટ્રેડમાર્ક શૂટ અને મફલર વચ્ચે ઇેયયીગ લ્લચહગર્જસી લાગતો. એની ચાલ સિનેમાંમા તાળીઓ ખેંચી લાવતી. કમનસીબે, પોતાનો માલ તો એને ય વેચતા નહિ આવડયો હોય, નહિ તો લગભગ દરેક ફિલ્મે એ નિષ્ફળ પ્રેમી અને હીરોઈનના હાથમાં કદી ન આવે, એવા રોલ કરવાના આવતા.

'પાપાજી'પૃથ્વીરાજ કપૂર કદાચ સહુને ગમતા-ખાસ કરીને 'મુગલ-એ- આઝમ'પછી. એ ઉંમરે પણ આખા કદના રાજેન્દ્ર કુમારને બે હાથમાં ઉચકીને દાદર ચઢતા બતાવાયા છે. કેવું તગડું પંજાબી લોહી હશે ? લીલા ચીટણીસ તો હસતી હોય પણ રોતા રોતા !

અમિતાભવાળી રેખાની મા પુષ્પાવલી આ ફિલ્મના પઠાણ જયંતની બેગમસાહિબા બને છે, જેને ઘેર વૈજ્યંતિમાલાની પ્રસૂતિ થાય છે અને બાબો આવે છે. એમના બે સંતાનોમાં એક માસ્ટર શાહિદ છે, જે ફિલ્મ 'લવ ઇન ટોક્યો'માં આશા પારેખનો જાપાનમાં નાનકડો દોસ્ત બને છે. મોટી દીકરી બેબી ફરિદા છે, જે 'થ્રી ઇડિયટ્સ'માં માધવનની મા બને છે. મોટા ભાગે તો આ ફરિદા ગુજરાતી મુસ્લિમ છે અને ગોધરામાં રહેતી હતી. અમજદ ખાનના પિતા જયંત (ઝકરીયા ખાન) પણ '૪૦- ના દાયકાથી ફિલ્મોમાં હતા. ૪-૫ ફિલ્મોમાં તો એ હીરો પણ હતા. 

આ લખનારની દ્રષ્ટિએ હિંદી ફિલ્મોમાં જયંતથી વધુ હેન્ડસમ અને હાઈટ-બોર્ડી અને પઠાણી અવાજવાળો બીજો કોઈ વિલન થયો નથી. એનો પૂર્ણપ્રભાવશાળી કિરદાર મેહબૂબ ખાનની ફિલ્મ 'સન ઓફ ઇન્ડિયા'માં હતો. 'હની'નામનો પાળેલો ડોગી જેને ધૂ્રજાવતો રહે છે, એ ચાપલુસ કન્હૈયાલાલ જેને લઈને આવે છે, એ રાજજ્યોતિષી રણધિરની મેહમુદ બડી ખબર લે છે, એ આખી સીકવન્સ મસ્તમજાની બની છે.

એનકાઉન્ટર : 16-09-2018

$
0
0

* આપને કોઈ સવાલો જ ન પૂછે તો સમયનો ઉપયોગ કેવી રીતે કરો ?
સવાલો ઊભા કરીને.
(વસંત આઈ. સોની, અમદાવાદ)

* ત્યાગ અને વૈરાગ્ય વિશે તમારો જાતનુભવ શું છે ?
બન્ને બાકી છે.
(કાનલ-પ્રિશા સોની, અમદાવાદ)

* મોદી અને રાહુલ એકબીજા ઉપર આક્ષેપો કરે જાય છે. આમાં પ્રજાનાં કામો ક્યારે થાય ?
એ લોકોને કામ કરવા સિવાયનાં ય બીજા કામો હોય છે.
(યુનુસ ટી. મર્ચન્ટ, મુંબઈ)

* લોકશાહીને સફળ બનાવવા દરેક નાગરિકે શું વિચારવું જોઈએ ?
બેશક, હું ને તમે જે વિચારી રહ્યા છીએ તે બરોબર છે.
(રસિકલાલ વ્યાસ, ભાવનગર)

* સરકારી એરલાઇન્સ નફો કરતી થાય, એને માટે કોઈ રસ્તો ?
વિમાનો રન-વે ઉપર ચલાવવાં જોઈએ... રસ્તા ઉપર નહિ !
(ખુશ્બૂ માલવ સારૂ, રાજકોટ)

* છોકરીને રસ્તો બતાવવા જતાં છોકરો ભૂલો પડે તો શું કરવું ?
-  'ગૂગલ મેપ'બતાવી દેવાનો.
(પી.એમ. પરમાર, ગાંધીનગર)

* તબાહ થઈ ગયેલા ૪ કરોડ એકર જંગલોની હરિયાળી પાછી લાવવા દેશના છ-હજાર નાગરિકોએ એક જ વર્ષમાં ૫૦-કરોડ છોડ વાવી દીધા... આપણે ત્યાં આવું ક્યારે ?
૪-કરોડ એકરનાં જંગલો તબાહ થઈ જાય, પછી વાત !
(અઝમત સૈયદ, પાલનપુર)

* ભારતમાં 'બ્લેક-ડે'ઉજવાયો, તો 'વ્હાઈટ-ડે'ક્યારે ?
રોજેરોજ એકનો એક દિવસ શું ઊજવવાનો ?
(જે.એમ. સોની, અમદાવાદ)

*
મારો પુત્ર ખૂબ જુઠ્ઠું બોલે છે. મોટો થઈને શું એક દિવસ પ્રાઇમ મિનિસ્ટર બની શકશે ?
એ જે બને એ... ! છેવટે તો સંસ્કાર તમારા જ કામમાં આવવાના છે ને !
(ઓમકાર ડી. ત્રિપાઠી, અમદાવાદ)

* સવાલ પૂછનાર વાચક વૃદ્ધ છે કે યુવાન, તેની તમને ખબર કેવી રીતે પડી જાય છે ?
યુવાનો આવો સવાલ ન પૂછે.
(ભરત અંજારીયા, રાજકોટ)

*  ૧૯૪૨-માં બનેલી 'જવાબ'જેવી ફિલ્મો 'ફિલ્મ ઇન્ડિયા'માં છાપીને તમે અમારા જેવા, એ સમયની ફિલ્મોના ચાહકોને ખૂબ ખુશ કર્યા છે..
પ્રભુ તમને તંદુરસ્તી બક્ષે.
(ભૂપેન્દ્ર એમ. જોશી, અમદાવાદ)

* લતા મંગેશકરે પોતે પસંદ કરેલા એના ૧૦-સર્વોત્તમ ગીતો કયાં ?
પોતાની પસંદગી વખતોવખત એ પોતે બદલતી રહે છે. એ જરૂરી નથી કેએની પસંદગીનાં શ્રેષ્ઠગીતો આપણને ય શ્રેષ્ઠ લાગે.
(દામજી બી, પરમાર, જૂનાગઢ)

* હાસ્યલેખકો હડતાલ પર જાય ખરા ?
-   એટલી સંખ્યામાં હાસ્યલેખકો હોવા તો જોઈએ !
(અલકા મુકેશ ચંદારાણા, મીઠાપુર)

* રાજકીય પક્ષો જાહેરમાં 'ગુરુપૂર્ણિમા'ઊજવી શકે છે, તો 'શ્રાધ્ધ'કેમ નહિ ?
એ તો રોજેરોજ ઊજવતા હોય ને ?
(સંધ્યા પુરોહિત, અમદાવાદ)

* ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ વિશે બે શબ્દો... !
હારે કે જીતે... આપણને એને માટે હરહંમેશ ગર્વ રહેવું જોઈએ.
(કાજલ સે. શાહ, વડોદરા)

* સ્વ. અટલ બિહારી બાજપાઈ માટે તમે શું માનો છો ?
સાચા અર્થમાં પ્રણામ કરવા જોઈએ, એવા એક તો એ વડાપ્રધાન હતા.
(અનિરુદ્ધ પી. રાવલ, કડી)

* તમને યુવાકવિઓ પ્રત્યે વિશેષ આદર હોય એમ લાગે છે... તમે સ્વયં કવિતાકેમ નથી લખતા ?
યુવાકવિઓને મારા માટે પણ આદર રહે માટે.
(જહાનવી યોગેશ ભટ્ટ, સુરત)

* ધર્મો વિશે તમને ખાસ કાંઈ આદર હોય એવું લાગતું નથી... !
આપણે ત્યાં મોટા ભાગની એવી પ્રજા છે, જેને દેશ કરતાં પોતાના ધર્મ વિશે વધુ ગર્વ છે... આવા ધર્મોનો આદર કરીને શું કરવાનું ?
(પરેશ સયાજીરાવ માને, વડોદરા)

* 'એનકાઉન્ટર'માં કેવા વાચકોને તમે નાપસંદ કરો છો ?
નાપસંદ તો કોઈ ન હોય, છતાં જસ્ટ... પોસ્ટ-કાર્ડ પર સવાલ પૂછનારા વધુ શિક્ષિત લાગે છે કે, સાથેસરનામું ને ફોન નંબરો તો લખે છે.
(રાવજી કે. ત્રિવેદી, સુરત)

* જાણમાં આવે છે, એવા લગભગ તમામ કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત ફરજિયાત થઈ ગયું...
- ... અને એ પૂરું થઈ ગયા પછી, 'ભારત માતા કી જય'પણ સ્વયંભૂ બોલાય છે.
(દીપક વી. પટેલ, રાજકોટ)

* તમને કોઈ સ્ત્રી પ્રપોઝ કરે તો શું રીસ્પોન્સ આપો ?
બહુ મોડી પડી, બેન !
(કૌશલ એસ. જાની, વડોદરા)

* અમદાવાદમાં 'મેટ્રો'નું કામ ક્યારે પૂરું થશે ?
- એની ઉપર ચલાવવાની ટ્રેનો મળશે ત્યારે.
(રઘુવીર કાયસ્થ, અમદાવાદ)

* અમદાવાદના બન્ને કમિશ્નરોએ ધડબડાટી બોલાવી દીધી... જવાબમાં પ્રજાએ શું કરવું જોઈએ ?
કાયદાનું પાલન... કરવું અને કરાવવું જોઈએ.
(ધારિણી કે. જાની, અમદાવાદ)

* શહેરોમાં હવે જાહેરમાં સિગારેટ પીનારાઓ દેખાતા નથી... પાન-મસાલા ખાનારાઓ ય ન દેખાય, એવી કોઈ ફોર્મ્યૂલા નથી ?
- ખાય મ ખાય એનો પ્રોબ્લેમ છે પણ ખાઈને પિચકારીઓ મારનારાઓને પ્રજાએ જાહેરમાં લબડધક્કે લેવા જોઈએ.
(સંયમ જાની, અમદાવાદ)

વાચકો લખે છે . .

$
0
0

'બકવાસ'ના વાચકોના પ્રતિભાવો :

ક્રિકેટ-સ્પૅશિયલ : વિરાટ કોહલીની બેટિંગ જેવો ભારતન ઇંગ્લેન્ડ પ્રવાસનો લેખ ઉત્તમ રહ્યો. જાણે અમે ઇંગ્લેન્ડ ગયા હોઈએ, એવી શૈલી લેખકની હતી. આર.અશ્વિનની જીવન ઝરમર પહેલીવાર વાચવા મળી, પણ 'જીવન-ઝરમર'શબ્દો કોઈ 'સદગત'માટે વપરાય. અમારી માહિતી મુજબ, અશ્વિન હજી સદગત થયો નથી.

'બકવાસ'માં ઈશાંતશર્માના ફોટા જોયા પછી ખ્યાલ આવ્યો કે માથે અંબોડા જેવી હૅર-સ્ટાઇલ રાખવાથી બોલિંગ વધુ ફાસ્ટ થઇ શકે છે, એ અમે 'બકવાસ'માં પહેલીવાર વાંચ્યું. ક્રિકેટની સાથે સાથે કબડ્ડી વિશે લખ્યું હોત તો વધુ મઝા આવત.
(જયનેન જહા, જયેશ જરીવાલા, ડૉન બ્રેડમેન, ઉષ્મા સ્વરાજ)

કેળાની છાલ :લેખ સચોટ રહ્યો, એમાં ય કેળાની છાલના સત્તર પ્રકાર હોય છે,એ પહેલી વાર જાણવા મળ્યું. ફાધરનો પગ કેળાની આઠ નંબરવાળી છાલ ઉપર પડતા તેઓ લપસી પડયા હતા, તે યાદ આવ્યું. લેખ એટલો તો વાસ્તવિક હતો કે, 'બકવાસ'ના અંક ઉપર પગ પડતા જ ફાધર ફરી લપસી પડયાહતા. મુખપૃષ્ઠ ઉપર કેળાની છાલની તિરંગી તસ્વીર મનમોહક હતી, પણ સપ્તરંગી હોત તો વધુ સુંદર લાગત.

દાલ-તડકામાં એટલે કે વઘારમાં કેળાની છાલનો પણ ઉપયોગ થાય છે, એ આપના અભ્યાસપૂર્ણ લેખમાં કેમ ન જણાવ્યું ?
(કૃણાલ પ્રકાશ સોની, સમીર પૂજારા, સોનિયા ગાંધી, અકબરઅલી ઉસ્માનઅલી)

હિંદી ફિલ્મોનું પતન :શીર્ષક સુંદર રહ્યું. 'બકવાસ'દ્વારા પહેલીવાર જાણવા મળ્યું કે હિંદી ફિલ્મો ય બકવાસ હોય છે. નસીરૂદ્દીન શાહની તસ્વીરમાં પ્રિન્ટિંગ-મિસ્ટેક છે. હસતી વખતે એના બે દાંત નહિ, ત્રણ દાંત બહાર દેખાય છે.

આવો મુદ્રણદોષ 'બકવાસ'માં ન ચાલે... લેખ ત્રણ કલાકની હિંદી ફિલ્મ જેવો જ બૉરિંગ હતો... લતા મંગેશકરની કામવાળી બાઈનો ઇન્ટરવ્યૂ વાંચીને અમારી કામવાળી સાથે વાત કરતા હોઈએ, એવું લાગ્યું. ભવિષ્યમાં વધુને વધુ કામવાળી બાઈઓના ઇન્ટરવ્યૂઓ છાપશો તો રાજસ્થાન બાજુના ગુજરાતની વાચકોને ગમશે.
(ગુરૂચરણસિંહ છાબડા, જયેશ શાહ, ડૉ. યોગેશ શાહ, પંકજ જે. દવે)

સેઠ ધનીરામ ખૂન કૅસ :વાહ, લેખ એટલો તો વાસ્તવિક હતો જાણે ધનીરામનું ખૂન અમે જ કર્યું હોય ! ભાઈશ્રી 'કલમતોડ'ને અભિનંદન...સેઠના ખૂનીનો ચા પીતો ફોટો સુંદર રહ્યો.. સેઠ ધનીરામનું ખૂન તેમની પત્નીએ જ કરાવ્યું હતું, એ વાંચ્યા પછી મારા પતિ મારા હાથે બનાવેલી ચા ય પીતા નથી. મહેરબાની કરીને આવા લેખો હવે ન છાપશો... ખૂની કાલીયાના ભત્રીજાનું નામ ખોટું છપાયું છે, 'ભાણજી'નહિ, 'ભાલજી'હોવું જોઇએ. આગામી અંકમાં ખુલાસો છાપશો. હજી દેશમાં જેટલા બળાત્કારો થાય છે, એટલા ખૂનો નથી થતા, એ માહિતી રસપ્રદ રહી.
(જયા બચ્ચન, મધુરીબેન શાહ, 'પવિત્ર પાપી', નયનસુખ પટેલ)

કાઠીયાવાડી હીંચકા :'બકવાસ'માં પ્રૂફરીડિંગનું ધ્યાન અપાતું નથી, તે દુ:ખદ છે. હીંચકાનો 'હીં'દીર્ઘ-ઈ આવે,તમે હ્રસ્વ-ઇ લખ્યું છે, તે ખોટું છે... હીંચકા વિશે દુનિયાભરનો સૌપ્રથમ લેખ હીંચકે ઝૂલતા ઝૂલતા જ વાંચી ગયા. પછી તો ચક્કરે ય ખૂબ ચઢ્યા. હજી આંખો પટપટ થાય છે. દરેક નાગરને ઘેર હીંચકો હોય છે, એમ તમે લખ્યું છે, પણ એ જ હીંચકે કોણ બેઠું હોય છે ને કોણ ઝૂલાવતું હોય છે, એ લખ્યું હોત, તો વધુ વાસ્તવિક લાગત... લેખકે પ્રસ્તુત લેખ હીચકે બેઠા બેઠા લખ્યો લાગે છે. અક્ષરો વાંકાચૂકા છપાયા છે.

જાપાનમાં ડબલ-ડૅકર હીંચકા થાય છે, એ માહિતી 'બકવાસ'માં વાંચીને જાપાન જવાનું મન થયું. અભિનંદન.
(દિલીપ રાવલ, શૈલેષ ગઢીયા, પ્રદીપ ઠાકોર, ક્ષમા શાહ)

આવ રે વરસાદ :ભલે આખા ગુજરાતમાં વરસાદ નથી પડયો છતાં લેખ એટલો બધો વાસ્તવિક હતો કે, ફેરીયો 'બકવાસ'પણ પલળેલું નાંખી ગયો.

અમે ય ઘરમાં છત્રી ખોલીને બેઠા પછી જ વાંચ્યો. વરસાદની મૌસમમાં પ્રેમ અથવા પ્રેમો કરવાની લઝ્ઝત કોઈ ઓર જ હોય છે, તે તમે લખ્યું, પણ પરણેલા વાચકો માટે કેમ કાંઈ ન લખ્યું ? શું લેખક બીજવર છે ? લેખના એક માહિતીદોષ અંગે ધ્યાન દોરૂં છું, તો ક્ષમ્ય ગણશો. ચેરાપુંજીમાં ૪૦૦-ઇંચ વરસાદ પડે છે, એ તમે લખ્યું, પણ આટલો વરસાદ એક દિવસનો પડે છે કે આખી સીઝનનો, તે લખ્યું હોત તો વધુ માહિતી મળત. ગુજરાતમાં ટીપું ય પડતું નથી ને તમે આવી કાલ્પનિક ઋતુઓ વિશે લખો છો, એ શોભનીય નથી.
(ડૉ. અશ્વિન હી. પટેલ, મિરઝા ગાલીબ, તોડફોડ પટેલ, કૅટરિના કૈફ)

જાહેરખબરો :રંગીન જાહેરખબરોના ઉત્કૃષ્ઠ મુદ્રણ માટે 'બકવાસ'ને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ પુરસ્કાર મળ્યો, તે જાણી ગર્વ થયો. આ પુરસ્કાર કેટલામાં પડયો, એ જણાવ્યું હોત તો વધુ વાસ્તવિક લાગત. 'બકવાસ'માં જાહેરખબરોની સાથે સાથે ક્યારેય લેખ કે સમાચાર પણ છપાય, એવું ન કરશો. સમાચારો વાંચવા માટે તો છાપા છે. 

'સફેદીનો ચમકાર'ની રંગીન જાહેરખબરની સામે જ સુ શ્રી. માયાવતીજીનો ફોટો છાપ્યો છે, એ દર્શાવે છે કે, 'બકવાસ'રંગભેદમાં માનતું નથી.

અભિનંદન જાહેરખબરોમાં 'ગોલ્ડ-મૅડલ'જ્યોતિષી લખ્યું હોય છે, તો આવા ગૉલ્ડ-મૅડલો કોણ આપે છે અને ક્યાંથી મળ્યા છે, તે લખવું જોઇએ.
(વિભાવન મેહતા, અનુષ્કા કોહલી, જયરામ પટેલ)

મેહફીલે ગઝલ :આદાબ અર્ઝ હૈ... બહોત ખૂબ...ઇર્શાદ... ક્યા લેખ મારા હૈ ભાઈ ! જનાબ લેખકનું એ નિરીક્ષણ સાચું હતું કે, મુશાયરાઓમાં મોટા ભાગના શ્રોતાઓને પઇની ય સમજણ પડતી નથી, છતાં દાદ આપે કે હાથ હલાવે રાખે છે. અમને ય આ લેખમાં સમજ નથી પડી, છતાં લેખકને અમારી સલામ. ગઝલ ગાયકનું નામ ખોટું લખ્યું છે, 'જગતજીતસિંહ'નહિ, 'જગજીતસિંહ'જોઇએ. આ મહાન ગાયક હવે ચાયનીઝ ભાષામાં ગઝલો ગાવાનો છે, એમાં હકીકતદોષ છે. એ ભ'ઇ તો વર્ષો પહેલા ગૂજરી ગયા છે. લેખકશ્રીએ જીવનમરણની પૂરતી તપાસ કર્યા પછી લખવું જોઇએ. 'રાત ભી નીંદ ભી કહાની ભી...'ગઝલ દમયંતિ બરડાઈએ નહિ, ચિત્રાસિંઘે ગાઈ છે અને એ પ્રભાતીયું નહિ, પણ ગઝલ છે, એ ભૂલસુધાર આવતા અંકમાં કરી લેવા વિનંતી. ખુદા હાફીઝ.
(મેહમુદ અલી ઉસ્માન અલી, શકીરા ખાન, બોમનજી રૂસ્તમજી)

સિક્સર
અહીં ગાડી પાર્ક કરૂં ?
- હઓ... હવે ગમે ત્યાં કરો... એ બધો તો થોડા દિવસોનો નશો હતો.

'૩૬-ઘન્ટે' ('૭૪)

$
0
0

ફિલ્મ: '૩૬-ઘન્ટે' ('૭૪)
નિર્માતા : બી. આર. ચોપરા ફિલ્મ્સ
દિગ્દર્શક: રાજતિલક
સંગીત: સપન ચક્રવર્તી
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ: ૧૫- રીલ્સ : ૧૪૧ મિનિટ્સ
થીયેટર : (અમદાવાદ)
કલાકારો: રાજકુમાર, માલા સિન્હા, સુનિલ દત્ત, પરવીન બાબી, વિજય અરોરા, રણજીત, રમેશ દેવ, ડેની ડેન્ઝોગ્પા, સુરેન્દ્ર, જગદીશ રાજ, ઇફ્તેખાર, ઉર્મિલા ભટ્ટ, જાનકી દાસ, માસ્ટર અલંકાર, માસ્ટર શૈલેષ અને મદનપુરી (મહેમાન કલાકારો) સોનિયા સાહની આશુ, દેવેન વર્મા

ગીતો
૧. તીન લોક પર રાજ તિહારા….  આશા- મહેન્દ્ર
૨. જાને આજ ક્યા હુઆ, ઐસા કભી….  આશા- કિશોર
૩. ચૂપ હો આજ, કહો ક્યા હૈ બાત….  કિશોર કુમાર
૪. યહાં બંધુ આતે કો હૈ જાના, કોઈ હો….મુકેશ

આટલી સુંદર ફિલ્મ અમદાવાદ તો ક્યાં, આખા ય ભારતમાં ચાલી કેમ નહિ, એનું આશ્ચર્ય નહિ, આઘાત લાગે ! એક થ્રિલર તરીકે ય ફિલ્મ '૩૬- ઘન્ટે'ને મૂલવવા જાઓ, તો પળેપળ વાર્તા છે ફિલ્મમાં, ઘટના છે, આઘાતો છે અને આ બધાથી ઉપર... રાજકુમાર અને માલા સિન્હાનો લાઇફ ટાઇમ (વન ઓફ ધ) બેસ્ટ અભિનય છે. 

 '
જાની'રાજકુમાર શા માટે રાજ- દિલીપ- દેવ કરતાં ય વધુ ચાહકો ઉઘરાવી શક્યો હતો, એ જોવા માટે ફિલ્મ 'વક્ત', 'હમરાઝ'કે આ '૩૬ ઘન્ટે'ફિલ્મ જોવી પડે. માલા સિન્હા પણ કોઈ નૂતન, નરગીસ કે મીનાકુમારીઓથી એક દોરોય કમ અભિનેત્રી નહોતી, એ વાતમાં શંકા પડતી હોય તો ય '૩૬ ઘન્ટે'જોવી પડે.

'જાની'ની વાત તો પછી કરીએ છીએ, પણ માલા સિન્હાને એક એક્ટ્રેસ તરીકે મૂલવવા માટે એની ઘણી બધી ફિલ્મો જોવી પડે અને એ મેં જોઈ છે. આ નેપાળી ક્રિશ્ચિયન છોકરી ફિલ્મોમાં તો ગાયિકા બનવા આવી હતી, પણ બની ગઈ હીરોઇન. રૂપ તો શું ધાંયધાંય હતું ને સંસ્કારી પણ ખરી જ. આપણી બાજુના બંગલામાં રહેતી હોય એવી લાગે.            

એ સમયની થોડી ઘણી એક્ટ્રેસો જેવી માલા સિન્હા લફરેબાજ નહોતી. પ્રદીપ કુમાર પરિણીત હોવા છતાં માલા એના પ્રેમમાં હતી ને એ કુંવારી હતી ને પ્રદીપે લગ્ન કરવાનુ વચન આપ્યું હતું, છતાં ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણની ભાગીદારમાં આપણા પ્રદીપભ'ઇ ય મધુબાલા સાથે દુકાન ભાડે ચલાવતા હતા, એની માલાને ખબર પડી ગઈ અને કલકત્તા પ્રદીપના ઘેર જઈને એની પત્ની અને પરિવારની હાજરીમાં થપ્પડો મારી આવી હતી.  

અહીં કેવો વિચિત્ર યોગાનુયોગ આ ફિલ્મમાં થયો છે કે, માલા સિન્હાએ સમગ્ર કારકિર્દીમાં ક્યારે પણ એવાં કપડા નથી પહેર્યા, જે એની ગરીબી સમજીને સ્નેહાળ પ્રેક્ષકો એટલા કપડાને માફ કરીને બાકીનું બધું જોવા જાય ! ત્યારે આ ફિલ્મમાં પરવિન બાબી હોય કે એક દ્રષ્ય માટે આવેલી હીરોઇન આશુ (એ વખતે નામ લલિતા દેસાઈ હતું.) હોય (જે ફિલ્મ 'સુશીલા'ની હીરોઇન હતી, 'બેમુરવ્વત બેવફા, બેગાના-એ-દિલ આપ હૈ...'અને રફી- તલતનું 'ગમ કી અંધેરી રાત મેં, દિલ કો ન બેકરાર કર, સુબહા જરૂર આયેગી...') અને ખાસમખાસ તો સોનિયા સાહનીએ માત્ર બ્રા અને નીકર પહેરીને આ ફિલ્મમાં ઉઘાડેછોગ દ્રષ્યો આપ્યા છે.     

છેક સુધીના ઉઘાડા પગ બાબતમાં પરવિન કે અર્જુન હિંગોરાનીની ફિલ્મમાં આશુએ કોઈ કમાલ બાકી નહોતી રાખી, ત્યારે માલા સિન્હાએ ભારતીય તેહઝીબને ક્યારેય ઓળંગી નથી. આપણી નંદા, નૂતન અને વહિદા આ કેટેગરીમાં આવે. અહીં તો માલાએ ફિલ્મ 'ગુમરાહ'ને મળતો આવતો રોલ અને એનાથી ય બે દોરા વધુ સારો અભિનય આપ્યો છે.       

બાજુમાં રાજકુમાર અને સુનિલ દત્ત હોવા છતાં ! આખી ફિલ્મમાં માલાને વિવિધ પ્રકારના હાવભાવો પરફેક્શનથી લાવવાની છૂટ મળી અને એણે બખૂબી નિભાવી લીધી. ટેન્શનમાં મોઢું હસતું રાખવું, લાચારીથી પરાણે બે શબ્દો બોલવા, ગુસ્સો કરવો, કાંઈ ન કરી શકવાની હાલતમાં રોવું અને એ બધાથી ઉપર, આખી ફિલ્મમાં એક જ સાડી અને હેરસ્ટાઇલ છતાં અપ્રતિમ સુંદર લાગવું, માલા સિન્હાને સાહજીક હતું.    

બી. આર. ચોપરા એ જમાનામાં સૌથી ટોચના અને અર્થપૂર્ણ ફિલ્મો બનાવનારા નિર્દેશક હતા ને એમની પ્રારંભની બે- ત્રણ ફિલ્મોમાં માલા સિન્હા સમજો ને, પરમેનન્ટ થઈ ગઈ હતી. 'ધૂલ કા ફૂલ', 'ધર્મપુત્ર', 'ગુમરાહ'... એટલે છેલ્લે '૩૬ ઘન્ટે'માં ઘણા વર્ષોના ગેપ બાદ માલા ચોપરા- કેમ્પમાં પાછી વળી, અલબત્ત, '૩૬ ઘન્ટે'ને તમે ચોપરાની ફિલ્મ ગણવી હોય તો ગણી શકો, કારણ કે પ્રસ્તુતિ એમની હતી. મૂળ તો એમના જમાઈબાબુ રાજતિલકને તક આપવા આ ફિલ્મ ઉતારાઈ હતી. નો ડાઉટ, એણે સરસ દિગ્દર્શન કર્યું હતું, પણ માલ બધો ચોરેલો હતો.

ઇ.સ. ૧૯૫૫માં હૉલીવૂડના ગ્રેટ એક્ટર હમ્ફી બોગાર્ટને લઈને બનાવાયેલી ફિલ્મ 'ધી ડેસ્પરેટ અવર્સ'ની '૩૬ ઘન્ટે'બેઠી ઉઠાંતરી છે. ફ્રેઇમ- ટુ- ફ્રેઇમ કહીએ તો ય ખોટું નથી. ખૂબી એ વાતની ખરી કે, કેમ જાણે હજી હૉલીવૂડવાળા રહી ગયા હોય એમ ૧૯૯૦માં ત્યાં ફરી 'ડેસ્પરેટ અવર્સ'નામની ફિલ્મ બનાવાઈ... ફરક એટલો કે ફિલ્મના નામમાંથી આ વખતે 'ધી'ઉડાડી દેવામાં આવ્યો હતો.      

ઇંગ્લિશ કેવી ફની લેંગ્વેજ છે ? ફિલ્મના નામમાંથી ફક્ત 'ધી'ઉડાડી દેવાથી આખો અર્થ કેવો બદલાઈ જાય ? 'ધી'લગાવો તો ફિલ્મની કોઈ ચોક્કસ ઘટના કે પૂરી વાર્તાના કેટલાક પાત્રોના સંપૂર્ણ હતાશાનો સમય (જેમ કે, આમાં ૩૬ કલાકો)ની વાત થઈ કહેવાય, પણ 'ધી'ન લગાડો તો કોઈ ચોક્કસ ઘટના કે વાર્તાને લાગુ ન પડે.

આખી જીંદગી ય કોઈ વ્યક્તિના સંદર્ભમાં 'ડેસ્પરેટ અવર્સ'કહી શકો, ગરીબો કે લોઅર-મીડલ ક્લાસ જીંદગીભર આવા 'ડેસ્પરેટ અવર્સ'માં જીવતો હોય છે. પણ આગળ 'ધી'લાગી જવાથી આ ફિલ્મના સંદર્ભમાં રાજકુમારના પરિવારે સંપૂર્ણ લાચારી અને યાતનાઓ વચ્ચે ગુજારેલા ''૩૬ કલાકોની વાત આવે છે !

કયા હતા એ ૩૬- કલાકો ?

રાજકુમાર ('ધી મોડર્ન ટાઇમ્સ'અખબારનો તંત્રી અશોક રાય) તેની પત્ની માલા સિન્હા (દીપા રાય) બહેન નયના (પરવિન બાબી) અને દીકરો માસ્ટર અલંકાર સાથે મોટા બંગલામાં રહે છે. પરવિનની વિજય (વિજય અરોરા) સાથે સગાઈ થવાની હોય છે. દરમ્યાન બૅન્ક લૂંટીને ભાગવા જતા ત્રણ બદમાશો (સુનિલ દત્ત, ડેની ડેન્ગઝોંગ્પા અને રણજીત) જેલમાંથી ભાગીને અજાણતામાં રાજકુમારના ઘરમાં આવી જાય છે.         

બેન્કમાંથી લૂંટેલી કરોડો રૂપિયાની કેશ એમની સાથીદાર સોનિયા સાહનીને આપી હોવાથી, એ આવે પછી રાજકુમારનું ઘર છોડવાનો એમનો પ્લાન હોય છ, પણ મુંબઈની પોલીસ સોનિયાની પાછળ પડી હોવાથી ને એક દિવસ વધુ રોકાઈ જવું પડે છે. આ ત્રણ રિવોલ્વરની અણી ઉપર રાજકુમારના પરિવારને બાનમાં રાખે છે. હાલતની મજબુરી સમજીને રાજકુમાર કે અન્ય કોઈ પ્રતિકાર કરી શકતું નથી અને બહાર કોઈને જાણ કરી શકાતી નથી.      

લાચારી એટલે સુધીની કે, (હિંદી ફિલ્મોની ભાષામાં) આ ત્રણ 'છટે હુએ બદમાશો'ને ભરોસે રાજકુમારને નૉર્મલ બનીને ઑફિસે પણ જવું પડે છે ને પરવિન બાબી તેના પ્રેમીને મળવા જવા છતાં, બદમાશો એમના જ ઘરમાં સંતાયા હોવાની જાણ પોલીસને પણ કરી શકતી નથી. એ દરમ્યાન ઘેર 'કોકા કોલા'ના કાર્ટનની ડિલીવરી આપવા આવેલા કોમેડિયન દેવેન વર્મા બદમાશોએ ગેરેજમાં સંતાડેલી કાર જોઈ જાય છે, જેને પોલીસ શોધ કરી રહી હતી.       

ડૅની દેવેનનું ખૂન કરી નાખે છે... એ પછી ફિલ્મના અંત સુધીમાં શું શું બને છે, તે કહેવાની જરૂર નથી. હવે ગૂજરી ગયા પછીના રાજકુમારને એની ફિલ્મોના માધ્યમથી જોઈએ ત્યારે ક્યારેક તો રોવું આવી જાય કે, આટલી ડૅશિંગ પર્સનાલિટીવાળો સ્ટાયલિશ રાજકુમાર ખરેખર 'ગયો ?'એ આખા ગામથી અલગ હતો, ફિલ્મોમાં કે ફિલ્મોની બહાર. કાશ્મિરનો આ બ્રાહ્મણ કુલભૂષણ પંડિત રાજકુમાર થઈને ફિલ્મોમાં આવ્યો અને મહારાજાની જેમ રહ્યો.         

એની હરએક હરકત અન્યથી અલગ. મફલરને એણે ફેશન બનાવી. એની ચાલ આજ સુધી એક મિસાલ છે. મુંબઈમાં નવું નવું 'દૂરદર્શન' ('બ્લેક એન્ડ વ્હાઇટ'જ તો !) શરૂ થયું ત્યારે ફિલ્મ અભિનેત્રી તબસ્સુમ ફિલ્મ કલાકારોને ટી.વી. પર બોલાવી ઇન્ટરવ્યૂઝ કરતી હતી. બાકી બધાને તો સીધો ઇન્ટરવ્યૂ શરૂ થઈ જાય. પણ રાજકુમારની ચાલ ખાસ દેખાડવા તબસ્સુમે એને દૂરથી ચાલતો આવતો દર્શાવ્યો કે, 'રાજકુમાર સા'બ કી તો ચાલ ભી સભી સે નિરાલી હૈ...'એ માથે વિગ પહેરતો પણ એ વિગ છે એવી બહુ ઓછાને આજ સુધી ખબર પડી છે.  

 
સફેદ નહિ, ઑફ-વ્હાઇટ પેન્ટની નીચે સફેદ શૂઝ એણે પહેર્યા તો જીતેન્દ્રથી લઈને વિશ્વજીત બધા લાગી ગયા. સંવાદો બોલવાની એની છટામાં એની સ્ટાઇલ ઉપરાંત અદાયગી મશહૂર બની. 'વક્ત', 'હમરાઝ', 'ઊંચે લોગ'કે 'નીલકમલ'જેવી ફિલ્મો બેશક રાજકુમારના સંવાદોને કારણે વધુ ચાલી. ચોપરાના કાયમી સંવાદ-લેખક અખ્તર-ઉલ-ઇમાન (વિલન અમજદખાનના સસરા) એ કીધા મુજબ, એમણે લખેલા સંવાદો રાજકુમારથી અસરકારક અન્ય કોઈ બોલી શક્યું નથી.

નવાઈ એટલે લાગે કે, ફિલ્મ 'વક્ત'નો જાણીતો ડાયલોગ, 'યે બચ્ચો કે ખેલને કી ચીઝ નહિ, હાથ લગ જાતા હૈ તો ખૂન નીકલ આતા હૈ'અહીં થોડા ફેરફાર સાથે અખ્તરે બીજી વાર લખ્યો છે. (પોતાના જ માલની ચોરી... ?) માલા સિન્હાના હાથમાંથી રીવોલ્વર ઝૂંટવી લઈને સુનિલ દત્ત કહે છે, 'યે ઔરતો કે હાથમેં અચ્છી નહિ લગતી.. મર્દો કે કામ આતી હૈ,'તો આવો જ સંવાદ રાજકુમાર પાસે ફિલ્મ 'ઊંચે લોગ'માં બોલાવવામાં આવ્યો છે, 'પિસ્તોલ હાથ મેં લે લેના આસાન હૈ, લેકીન ચલાના આસાન નહિ.'

પણ અહીં અખ્તર-ઉલ-ઈમાનની કમાલો બે-ચાર વખત ઝળકી છે. મારા જેવા રાજકુમારના ડાય-હાર્ડ ફેન્સને ખબર છે, કે ગુંડા- મવાલીઓ સામે કે અબજોપતિ માફિયા ડોન સામે ઊભા હોય તો, 'જાની'ની પર્સનાલિટી જ કાફી હતી, પણ અહીં લાઇફમાં પહેલીવાર એ મજબૂર દશામાં આખી ફિલ્મમાં રહ્યો છે. ઘરમાં છુપાયેલા ત્રણ બદમાશો સામે એ કાંઈ કરી શકતો નથી, એ એની લાચારીનો અભિનય પણ ચહેરાના હાવભાવ સાથે જોવા ગમે છે.   

એક તબક્કે તો ઘરમાં ડેનીને મારી લીધા પછી રાજકુમારનો દીકરો ખુશી સાથે આશ્ચર્યચક્તિ થઈને બોલી ઉઠે છે, 'ડેડી... આપને ઉસકો મારા...!'ત્યારે પણ આ હતાશ ડેડી કહે છે, 'હાં બેટે.. માલુમ નહિ મુઝ મેં કહાં સે ઇતની તાકત આ ગઈ !'પરંતુ સુનિલ દત્ત સામે બધા જંગ હારી ચૂકેલા 'જાની'છેવટે ઠંડે કલેજે કહી દે છે, 'હિમ્મત...કાશ એક વકત ઐસા ભી આયે, જબ હમતુમ કહી મિલે ઔર તુમ્હારે હાથ મેં રિવોલ્વર ન હો ઔર મેરે સર પે બોજ ન હો... હિસાબ હોગા તુમ્હારા...!'ઑબ્વિયસલી ફિલ્મના અંતે એવો 'વક્ત'રાજકુમાર પાસે આવી જાય છે, ત્યારે તરફડતા સુનિલ દત્ત પોતાને ગોળી મારી દેવાની વિનંતી રાજને કરે છે, ત્યારે જાની કહે છે કે, 'હમને જીંદગી કા ૩૬ ઘંટા ઇન્તેઝાર કિયા... તુમ મૌત કા ભી ઇન્તેઝાર નહિ કર સકતે ?'

ફિલ્મોના ટાઇટલ્સ વાંચો એમાં 'સ્ટીલ ફોટોગ્રાફી'કોણે કરી છે, એનું નામે ય આવે. મતલબ આપણી જેમ ફોટા પાડતો સામાન્ય ફોટોગ્રાફર. એન વિડિયો કે મૂવી ઉતારવાની હોતી નથી. કામ એનું એટલું કે, શૂટિંગ ચાલતું હોય ત્યારે દરેક દ્રષ્યના (ખાસ કરીને છેલ્લા દ્રષ્યના) એ ફોટા પાડી લે, જેથી એ જ દ્રષ્યનો બીજો શોટ બીજે દિવસે કે મહિના પછી લેવાનો હોય, ત્યારે ફોટામાં નોંધાયેલું મળે કે, છેલ્લા દ્રષ્યમાં જે તે કલાકારે કયા કપડા, ઘરેણાં પહેર્યા હતા, ફર્નિચર કેવું અને ક્યાં ગોઠવાયેલું હતું, એની કન્ટિન્યૂઇટી મળે. અહીં એ ભાઈ માર ખાઈ ગયા છે, એટલે છેલ્લા દ્રષ્યમાં સુનિલ દત્ત પોલીસની ગોળીઓથી વીંધાઈ જાય છે, ત્યારે એણે પહેરેલી જર્સી ગોળીઓથી ચારણી થઈ જાય છે, પણ પછીના તરતના બીજા દ્રષ્યમાં એ જ જર્સી ઉપર માત્ર બે કાણાં દેખાય છે.

આ દશક '૭૦નો હતો અને સુનિલ દત્તના વળતા પાણી હતા. બોચી સુધીના લાંબા વાળ રાખતો અને લગભગ બધી ફિલ્મોમાં એ વિલન જેવા રોલ સ્વીકારી લેતો (beggars have no choice) આ ફિલ્મમાં પણ તે વિલન બન્યો છે, પણ રાજકુમાર હીરો હોવા છતાં વાર્તા મુજબ, એની પાસે હીરોગીરી કરાવવામાં આવી નથી. આવી ઘટના આપણા ઘરમાં ય બની શકે ને આપણે ય રાજકુમારના સ્થાને હોઈ શકીએ.

ત્રણ મોટા વાઘો ય રાજકુમારની અભિનય ક્ષમતા અને પ્રેક્ષકોના એની પાછળના પાગલપનથી ડરતા હતા, એટલે એના જમાનામાં મળવી જોઈએ, એટલી ફિલ્મો મળી નહિ. એ કેવળ આંખો ફેરવી કે ગળામાં થૂંક ગળી જઈને ય સંવાદનું કામ કરી શકતો. પછી તો, કમનસીબે એને ય ખબર પડવા માંડી કે, લોકો એના ડાયલોગ્સ ઉપર આફ્રીન છે, એટલે ખાસ સંવાદોને ધ્યાનમાં રાખીને એના રોલ ઘડવામાં આવ્યા.            

સંવાદો ઉપર કમાણી કરી લેવાની બેવકૂફી ખુદ ચોપરાએ જ રાજકુમારને ફિલ્મ 'કર્મયોગી'માં ડબલ રોલ આપીને એના પતનની શરૂઆત કરાવી. છેલ્લે છેલ્લે તો તદ્દન ફાલતુ ફિલ્મોમાં અર્થ વગરના એના લાઉડ સંવાદોએ જ એને સસ્તો કરી નાખ્યો. 'ચૌધરી, તુમ જૈસે બહોત ઝમીનદાર યહાં મેરે પાસ હર સુબહા અપના સર ઝૂકાને આતે હૈ...?!'

ફિલ્મની હીરોઇન પરવિન બાબીને ખાસ કોઈ કામ તો ઠીક છે, પૂરી ફિલ્મમાં એ ટોટલ ત્રણ- ચાર મિનિટ માટે ય નથી આવતી... ગીતોને બાદ કરતાં ! (આટલી સુંદર ફિલ્મ ફ્લોપ જવાનું એક કારણ, અર્થ વગરના ભંગાર ગીતો, સંગીતકાર સપન ચક્રવર્તીએ બનાવ્યા અને દિગ્દર્શકે લીધા ય ખરા. એક સમયે અમદાવાદના રૂપાલી સિનેમાની બાજુમાં આવેલી 'બાંકુરા'હોટલમાં રોજ કૉફી પીવા આવતી પરવિન બાબી એક કારણે આજ સધી યાદ રહી ગઈ છે. સાધનાની ફ્રિન્જ હૅર-કટની જેમ છૂટા વાળ રાખવાની ફેશન પરવિને શરૂ કરાવી હતી.

થીયેટરવાળી મૂળ ફિલ્મમાં આવતો હોય તો યાદ નથી, બાકી, '૩૬ ઘન્ટે'ની ડીવીડી-માં મદનપુરી ક્યાંય દેખાતો નથી- ટાઇટલ્સમાં નામ તો છે.
Viewing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>