* અમદાવાદનું નામ 'કર્ણાવતી'કરતાં કોણ રોકે છે ?
- ભાજપા અને કોંગ્રેસ.
(ઉષા શરદકુમાર શાહ, અમદાવાદ)
(ઉષા શરદકુમાર શાહ, અમદાવાદ)
* 'યોગદિવસ'ના ટીવી-કવરેજમાં તમે હૅન્ડસમ લાગતા હતા...
- એ તમે જોયા, એ અમિત શાહ હતા... વો મેં નહિ !
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)
* તમને નથી લાગતું ભારત-પાકિસ્તાનની મેચોને બન્ને દેશોની પબ્લિક વધુ પડતું મહત્ત્વ આપે છે ?
- બંને દેશોની પ્રજા સળગતી રહે, એમાં બન્ને દેશોની ક્રિકેટ સત્તાઓ જ નહિ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને ય તગડો ફાયદો થાય છે.
(અખ્તર વહોરા, સરે-યુનાઇટેડ કિંગ્ડમ)
(અખ્તર વહોરા, સરે-યુનાઇટેડ કિંગ્ડમ)
* તમે ચાની કિટલી શરૂ કરી હોત તો ?
- હવે ભારતભરની કિટલીવાળાઓને બધા સન્માનની નજરે જુએ છે.
(કનુભાઈ ઠક્કર, અમદાવાદ)
(કનુભાઈ ઠક્કર, અમદાવાદ)
* અરવિંદ કેજરીવાલ કાયમ સ્વેટરમાં કેમ હોય છે ?
- હવે પાટલૂનનું સ્વેટરે ય સિવડાવશે !
(પ્રફુલ્લ કોઠારી, વડોદરા)
(પ્રફુલ્લ કોઠારી, વડોદરા)
* બેવકૂફીભર્યા નિવેદનો માટે કુખ્યાત કેજરીવાલ અને દિગ્વિજયસિંહ હમણાં ચૂપ કેમ છે ?
- એ બન્નેને બેવકૂફ સાબિત કરતા મોંઢામાં ગૂમડાં થયાં છે...
(નરેન્દ્ર ઉદાણી, સુરત)
* છત્રી સ્ત્રીલિંગ હોવ છતાં વાવાઝોડું આવે ત્યારે એનું પુલ્લિંગ 'કાગડો'કેમ થઇ જાય છે ?
(નરેન્દ્ર ઉદાણી, સુરત)
* છત્રી સ્ત્રીલિંગ હોવ છતાં વાવાઝોડું આવે ત્યારે એનું પુલ્લિંગ 'કાગડો'કેમ થઇ જાય છે ?
- સ્ત્રી-'લિંગ'શબ્દે ય ગળે ઊતરે એવો છે ?
(નિહાર કક્કડ, રાજકોટ)
* પાકિસ્તાન સામે બીજી બધી ગેમ રમાય છે, ક્રિકેટ જ કેમ નહિ ?
(નિહાર કક્કડ, રાજકોટ)
* પાકિસ્તાન સામે બીજી બધી ગેમ રમાય છે, ક્રિકેટ જ કેમ નહિ ?
- બન્ને દેશોની પ્રજાઓને ક્રિકેટમાં સમજ વધારે પડે છે, એટલી રમનારાઓને નથી પડતી.
(અ.રહેમાન બોગલ, ગોધરા)
* આપણી પાસે મોદી સિવાય કોઈ ઑપ્શન નથી, એટલે એનો ગેરલાભ એ વધારે ઉઠાવી રહ્યા છે ?
(અ.રહેમાન બોગલ, ગોધરા)
* આપણી પાસે મોદી સિવાય કોઈ ઑપ્શન નથી, એટલે એનો ગેરલાભ એ વધારે ઉઠાવી રહ્યા છે ?
- તમારી સમજમાં આવતો હોય એવો એક માણસ બતાવો, જે દેશનો વડાપ્રધાન બનવાને લાયક હોય !
(પિયૂષ સોની, અમદાવાદ)
(પિયૂષ સોની, અમદાવાદ)
* આજકાલ તમે જવાબો ટૂંકા આપવા લાગ્યા છો, નહિ ?
- હા.
(રિયાઝ આર. ઝમાણી, મહુવા)
(રિયાઝ આર. ઝમાણી, મહુવા)
* સામેવાળો ગાંધીવાદી ન પણ હોય, ત્યારે ગુસ્સો આવે ત્યારે હાથ વિચારીને ઉપાડતા હશો ને ?
- હું તો થિયેટરમાં એકલો બેઠો હોઉં, ત્યારે ય વિલનની સામે હાથ ઉપાડતો નથી.
(દીપક આશરા, ગાંધીનગર)
(દીપક આશરા, ગાંધીનગર)
* 'કોહિનૂર'કરતાં ય વધુ બેશકિમતી હીરો હોય તો એ-૯ હજાર કરોડનો વિજય માલ્યો છે.
- કેમ... દાઉદને ૩૬ રૂપિયે લિટરમાં વેચી માર્યો ?
(ગૌતમ બારીયા, ધ્રાંગધ્રા)
(ગૌતમ બારીયા, ધ્રાંગધ્રા)
* બારે બુધ્ધિ, સોળે સાન અને વીસે વાન... તો ચોવીસે શું ?
- ચોવીસે ખડગવાસલા...
(મનિષકુમાર નાયકપરા, ખડગવાસલા)
(મનિષકુમાર નાયકપરા, ખડગવાસલા)
* 'ઍનકાઉન્ટર'માં હું જ સવાલ પૂછું ને જવાબે ય હું આપું, તો ચાલશે ?
- તમને કોઈની સ્મશાનયાત્રામાં ન મોકલાય !
(અજય જોશી, નાસિક-મહારાષ્ટ્ર)
(અજય જોશી, નાસિક-મહારાષ્ટ્ર)
* આપે છેલ્લે પગના નખ ક્યારે કાપ્યા હતા ?
- ઘરાક ચીસો પાડતો ઊભો થઇને બાજુના સલૂનમાં બીજા પગનો નખ કપાવવા જતો રહ્યો હતો !
(ઇરફાન એ. જેઠવા, માંગરોળ)
(ઇરફાન એ. જેઠવા, માંગરોળ)
* મનને કાબૂમાં રાખવા શું કરું ?
- ચેહરો બારમાસી હસતો બનાવી દો
(મૈત્રી કે.ત્રિવેદી, અમદાવાદ)
(મૈત્રી કે.ત્રિવેદી, અમદાવાદ)
* પેલા ૬ કરોડના ભજિયાવાળાનું શું થયું ?
- તમને ભજિયાવાળાની ચિંતા છે... મને, ૬-કરોડનાં ભજિયાં ઠોકી કોણ ગયું, એની લ્હાયો બળે છે !
(પૂરે ગુજ્જુ... અમદાવાદ)
(પૂરે ગુજ્જુ... અમદાવાદ)
* 'ઍનકાઉન્ટર'માં હાસ્ય કરતા કરૂણાના પ્રશ્નો વધુ પૂછાય છે...
- હા.ઘણીવાર તો હાસ્યાસ્પદ સવાલો વાંચીને હું ય રડી પડું છું.
(સંદીપ પુરાણી, દેવગઢ બારીયા)
(સંદીપ પુરાણી, દેવગઢ બારીયા)
* કરોડો રૂપિયા પ્રચારની રેલીઓ પાછળ ખર્ચવા કરતાં નરેન્દ્ર મોદી ગરીબોની સહાય કરતા હોય તો ?
- રૂપીયા ખર્ચે કે ગરીબોને ખર્ચી નાંખે... આખરે તો દેશનું કલ્યાણ કરવાનું છે ને
(યથાર્થ શાહ, રાજકોટ)
(યથાર્થ શાહ, રાજકોટ)
* પૅપરોમાં આવતા રાશિભવિષ્ય પર વિશ્વાસ મુકાય ?
- અમારી કૉમેડી ઓછી પડે છે ?
(સુનીલ માછી, ધાનેરા)
(સુનીલ માછી, ધાનેરા)
* મને કોઈ સવાલ જ સૂઝતો નથી. તમે કોઈ સુઝાડો તો મહેરબાની ?
- પૂછો 'અશોક દવે, તમારા લેણાં નીકળતા સાત લાખ પાછા આપવા ક્યારે આવું ?'
(રવિ ભીંગારડીયા, થાનગઢ)
(રવિ ભીંગારડીયા, થાનગઢ)
* 'ફાધર્સ- ડે''મધર્સ- ડે'ની જેમ 'વાઇફ્સ- ડૅ'કેમ નહિ ?
- આખા ગુજરાતમાંથી લોકો નામ 'મૂકેશ'ચેકી નાંખે, એવું શું કામ કરવું છે ?
(મૂકેશ કે. શાહ, અમદાવાદ)
(મૂકેશ કે. શાહ, અમદાવાદ)
* 'હસતા હસતા કપાય રસ્તા'એટલે ?
- આ તો હાઈવે ઉપર જેને બીજાની ગાડી પાછળ ૨૦-૨૫ કિ.મી.ના ધક્કા મારવા પડે છે, એમને માટે લખાયું છે.
(રોહિત દરજી, હિંમતનગર)
(રોહિત દરજી, હિંમતનગર)